Visavadar ByPoll: ચૂંટણીની તારીખ જાહેર ન થવા પાછળ આ છે મસમોટું કારણ !
Visavadar ByPoll: રાજ્યમાં વિવિધ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં વિસાવદર (Visavadar ByPoll )બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી નથી.જેના અંગે આખરે કારણ સામે આવ્યું છે.વિસાવદરનો મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ (Pending in High Court ) છે.જેના પર કોર્ટના ચુકાદા બાદ જ પેટા ચૂંટણી યોજાશે.
નોંધનીય છેકે, વિધાનસભા પેટા ચૂંટણીને લઈ મોટા સમાચાર આવ્યા છે. જેમાં વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી નહીં યોજાઈ શકે છે. જેમાં ભાજપના હારેલા ઉમેદવાર હર્ષદ રિબડીયાએ હાઇકોર્ટમાં અરજી કરેલી છે. જેમાં હર્ષદ રિબડીયાએ જીતેલા ઉમેદવાર ભુપત ભાયાણીની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી.
આ પછી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં તેઓ ભાજપમાં પણ જોડાયા છે. જ્યારે હર્ષદ રિબડીયાએ અરજી ખેંચવામાં આવી નથી. જેથી હાઇકોર્ટમાં અરજી પેન્ડિંગ રહેતા વિસાવદરની પેટા ચૂંટણી નહિ યોજાય.
સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
આ તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, વિસાવદરની બેઠક માટે રજૂઆત કરીશું. અન્ય બેઠક સાથે વિસાવદરની પેટાચૂંટણી થવી જોઈએ. વિસાવદરની ચૂંટણી શરત ચૂકથી રહી ગઈ હશે. જેના માટે યોગ્ય રજુઆત કરવામાં આવશે.
આ પણ વાંચો - CR Patil : ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હેટ્રીક કરાશે
આ પણ વાંચો - Lok Sabha Election : એક જ સ્વર સંભળાય છે, અબકી બાર 400 પાર’: PM મોદી
આ પણ વાંચો - LOKSABHA 2024 : ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારે ત્રણ વખત જાહેરાત આપવી પડશે