હાર્દિક પંડ્યાના સુકાની પદનો આવશે અંત! આ પૂર્વ ક્રિકેટરે કર્યો દાવો
IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સે (Mumbai Indians fans) ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે Hardik Pandya ને કેપ્ટન બનાવ્યા બાદ તેમની ફેવરિટ ટીમ (favorite team) આ વર્ષે IPL ની શરૂઆતમાં બેક ટૂ બેક 3 મેચમાં હારશે. જીહા, જે ટીમ અત્યાર સુધીમાં 5 વખત ચેમ્પિયન (Champion) બની ચુકી છે, જે વિશે કહેવાય છે કે આ ટીમ IPL ની સૌથી શ્રેષ્ઠ ટીમ છે, તેની જે સ્થિતિ આજે જોવા મળી રહી છે તે જોઇને કોઇ પણ MI ફેન્સને દુઃખ થાય તે સ્વાભાવિક છે. રોહિત શર્મા (Rohit Sharma) ને બદલીને નવો કેપ્ટન (New Captain) બનાવવામાં આવેલા હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) આ સિઝનમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે ખાસ કરીને હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને ખૂબ જ ટ્રોલ (Troll) કરવામા આવી રહ્યો છે.
hardik pandya and rohit sharma
શું હાર્દિકનું સ્થાન લેશે રોહિત શર્મા ?
એક પછી એક મેચ હારવાના કારણે હવે હાર્દિક પંડ્યા (Hardik Pandya) પર કેપ્ટનશીપનો દબાવ સ્પષ્ટપણે જોવા મળે તો નવાઈ નથી. શરૂઆતથી જ હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવતા મુંબઈના ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મેચ દરમિયાન દર્શકો સતત પંડ્યાને ટ્રોલ કરી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી, જેમા એકવાર ફરી પંડ્યાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમની આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી હાર છે, જેને જોતા આવતા સમયમાં પંડ્યાના કેપ્ટનશીપ વિશે મેનેજમેન્ટ કોઇ મોટો નિર્ણય લઇ શકે છે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે. જીહા, આવનારી મેચ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં જ રમાવાની છે. તે પહેલા મેનેજમેન્ટ રોહિત શર્માને એકવાર ફરી કેપ્ટનશીપ સોંપી શકે છે. પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી પણ આ વિશે પહેલા કહી ચુક્યા છે કે રોહિત શર્માને આ જવાબદારી આપવામા આવી શકે છે. જોકે, તિવારીએ આ વિશે રાજસ્થાનની મેચ પહેલા કહ્યું હતું. પણ આવનારી મેચ દિલ્હી વિરુદ્ધ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ રમાવાની છે. ત્યારે રોહિત શર્મા ફરીથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે.
Rohit Sharma and Hardik Pandya
હાર્દિક પંડ્યા ગુમાવી શકે છે કેપ્ટનશિપ
મનોજ તિવારીએ ક્રિકબઝ પર વીરેન્દ્ર સેહવાગ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “હું બહુ મોટી વાત કહેવા જઈ રહ્યો છું. મુંબઈ ઈન્ડિયન્સને 6 દિવસનો બ્રેક મળ્યો છે. આગામી મેચ પહેલા એવું પણ બની શકે છે કે આ 6 દિવસમાં હાર્દિક પંડ્યા તેની કેપ્ટનશિપ ગુમાવી શકે છે. હાર્દિકે કેપ્ટનશિપમાં ભૂલો કરી છે અને તે દેખાઈ પણ રહી છે. બોલરોમાં ફેરફાર હોય કે બેટિંગ ક્રમમાં ફેરફાર. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું, “મુંબઈની કેપ્ટનશીપ રોહિત શર્માને પરત સોંપવામાં આવી શકે છે. મને લાગે છે કે મુંબઈ ઈન્ડિયન્સના માલિકો નિર્ણય લેવામાં અચકાતા નથી. તેમણે રોહિત પાસેથી કેપ્ટનશિપ લઈને હાર્દિક પંડ્યાને આપવાનું નક્કી કર્યું હતું, ભલે રોહિતે તેમના માટે 5 IPL ટાઇટલ જીત્યા હતા. કેપ્ટન બદલવો એ એક મોટો નિર્ણય હોય છે. મેદાનની બહાર પણ હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. જ્યારે પણ તે મેદાન પર આવે છે ત્યારે તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવે છે. આ સિવાય હાર્દિકને સોશિયલ મીડિયા પર પણ ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પંડ્યાને અમદાવાદ, હૈદરાબાદ અને આશ્ચર્યજનક રીતે મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં પણ ભીડના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યા સાથે થઈ રહેલા આ વર્તનને કારણે પૂર્વ કેપ્ટન રોહિતે ચાહકોને આમ ન કરવાની અપીલ કરી છે.
ગુજરાત ટાઇટન્સનો સફળ કેપ્ટન રહ્યો
જ્યારથી મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારથી હાર્દિક ચારે બાજુથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ચાહકોના ગુસ્સાની સાથે હાર્દિકનું પોતાનું પ્રદર્શન પણ સારું રહ્યું નથી. મુંબઈ આવતા પહેલા, તે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો અને તેણે 2022માં IPL ટાઇટલ જીતવામાં ગુજરાતનું નેતૃત્વ પણ કર્યું હતું અને તે પછી તેણે 2023માં ફરીથી ફાઇનલમાં પોતાની ટીમને પહોંચાડી હતી. પરંતુ IPL 2024 ની હરાજી પહેલા, મુંબઈ ઈન્ડિયન્સે તમામ રોકડ સોદા દ્વારા હાર્દિકને ગુજરાત સાથે ટ્રેડ કર્યો અને રોહિતને હટાવીને તેને કેપ્ટન બનાવ્યો. રોહિતે તેની કપ્તાનીમાં 5 વખત મુંબઈ માટે IPL નો ખિતાબ જીત્યો હતો. આવી સ્થિતિમાં તેને કેપ્ટન પદ પરથી હટાવવાથી ફેન્સ ખૂબ નારાજ હતા. 2022 માં, જ્યારે હાર્દિક ગુજરાતનો કેપ્ટન હતો, ત્યારે ટીમે પ્રથમ સળંગ ત્રણ મેચ જીતી હતી. પરંતુ હવે તે મુંબઈનો સુકાની હોવાથી ટીમને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો - વાનખેડેમાં પણ હાર્દિક પંડ્યા થયો ટ્રોલ, દર્શકોએ રોહિત-રોહિતના લગાવ્યા નારા, Video
આ પણ વાંચો - રોહિત શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ, યાદીમાં દિનેશ કાર્તિક અને પિયુષ ચાવલાનું પણ નામ શામેલ
આ પણ વાંચો - MI vs RR : મુંબઈની વધુ એક હાર, રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે જીતી મેચ