Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indian Independence Day : દેશભક્તિનાં રંગે રંગાયું ગુજરાત, સમુદ્રમાં ધ્વજવંદન, તિરંગા સાથે દાંડિયા-રાસ, જુઓ Photos

Indian Independence Day : આજે રાજ્યભરમાં 78 મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ( Flag Hoisting Ceremony) મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર, રાજકોટ (Rajkot), બનાસકાંઠા, ગીર સોમનાથ, પોરબંદર (Porbandar) સહિત...
indian independence day   દેશભક્તિનાં રંગે રંગાયું ગુજરાત  સમુદ્રમાં ધ્વજવંદન  તિરંગા સાથે દાંડિયા રાસ  જુઓ photos
Advertisement
Indian Independence Day : આજે રાજ્યભરમાં 78 મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ( Flag Hoisting Ceremony) મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર, રાજકોટ (Rajkot), બનાસકાંઠા, ગીર સોમનાથ, પોરબંદર (Porbandar) સહિત વિવિધ જિલ્લોમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખાસ તૈયારીઓ કરી સાંસ્કૃતિક અને દેશભક્તિનાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

અમદાવાદ :

અમદાવાદમાં  (Ahmedabad) 78 મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે શહેરમાં આવેલા રાજીવગાંધી ભવન ખાતે કોંગ્રેસ (Congress) દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાર્ટીનાં વિવિધ નેતાઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
બીજી તરફ ગુજરાત BJP દ્વારા ખાનપુર (Khanpur) ખાતે આવેલા ભાજપ (BJP) શહેર કાર્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વ (Indian Independence Day) નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહે (Amit Shah) તિરંગો ફરકાવીને તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. અમદાવાદ પશ્ચિમનાં સાંસદ, ધારાસભ્યો, AMC ની વિવિધ કમિટીનાં ચેરમેન અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

ગાંધીનગર :

ગાંધીનગર (Gandhinagar) ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ (Rajni Patel) તિરંગો ફરકાવ્યો હતો. દરમિયાન, તેમણે કહ્યું કે, 'સ્વતંત્ર પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. જે મહાપુરુષોએ દેશમાં બલિદાન આપ્યું એમને વંદન કરું છું. દેશને સુરક્ષિત રાખવા માટે જવાનો ખડેપગે છે તેમને સલામ કરું છું.' રજની પટેલે એમ પણ કહ્યું કે, PM મોદી (PM Narendra Modi) સતત 3 ટ્રમથી દેશને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે. કમલમ્ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનાં નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

બનાસકાંઠા :

બનાસકાંઠામાં (Banaskantha) સુઈ ગામ પાસે આવેલ નડાબેટ બોર્ડર પર BSF નાં હેડ IPS અભિષેક પાઠક એ ધ્વજવંદન કર્યું હતું. આજે નડાબેટ બોર્ડર (Nadabet border) પર ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ પણ પહોંચી હતી અને BSF નાં જવાનો સાથે સ્વતંત્ર પર્વની ઉજવણીમાં સામેલ થઈ હતી. જણાવી દઈએ કે, વર્ષ 1965 અને 1971 માં ભારતે પાકિસ્તાનને આ જ બોર્ડર પર જબદસ્ત શિકસ્ત આપી હતી.

ગીર સોમનાથ :

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં વેરાવળ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરિયાનાં (Bhanuben Babria) હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાથે મંત્રી ભાનુબેનએ પરેડ નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી લોકો હાજર રહ્યા હતા.

પોરબંદર :

આજે દેશમાં 78 માં સ્વતંત્રતા દિવસની (Indian Independence Day) ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) જન્મભૂમિમાં પોરબંદરનાં (Porbandar) ઘૂઘવતા સમૃદ્ધમાં તરવૈયાઓએ દરિયામાં જઈ ધ્વજવંદન કરી 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. ઉપરાંત, યુવાનોને સમુદ્ર તરણમાં જોડાવા 'શ્રીરામ' સિ-સ્વિમિંગ ક્લબ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

રાજકોટ :

રાજકોટમાં (Rajkot) પોલીસ હેડ ક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે 78 મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશ ઝા (Police Commissioner Brajesh Jha) દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દરમિયાન, પોલીસ જવાનોનો સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો. ટ્રાફિક પોલીસ, હોમ ગાર્ડ, હેડ ક્વાર્ટર, વિવિધ શાખાઓનાં પોલીસ જવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉપરાંત, શાળાનાં વિદ્યાર્થીઓ અને નાગરિકોએ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગોંડલ :

ગોંડલમાં (Gondal) 78 માં સ્વાતંત્ર્ય પર્વ (Indian Independence Day) ઉજવણીનાં ભાગરૂપે વિવિધ સ્થળે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા વહીવટી તંત્ર દ્વારા ડૈયા ગામ ખાતે ગોંડલ તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ જવાનો, ગ્રામજનો અને જિલ્લાભરમાંથી લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનાં અંતે ફોરેસ્ટ વિભાગ (Forest Department) દ્વારા તેમ જ ઉપસ્થિત અધિકારીઓ અને આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ ગોંડલનાં અર્વાચિન ગ્રૂપ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત 100 થી વધુ ખેલૈયાઓ તિરંગા ઝંડા સાથે દાંડિયા-રાસ રમી સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણી કરી હતી.
Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Dahod: અસલી GST અધિકારીએ નકલી IT ઓફિસર ની ઓળખ આપી 25 લાખ માંગ્યા, વાંચો આ અહેવાલ

featured-img
અમદાવાદ

Ahmedabad:ભારતની સર્વપ્રથમ સાયકોડ્રામા કોન્ફરન્સ અમદાવાદમાં યોજાશે, વાંચો આ અહેવાલ

featured-img
રાષ્ટ્રીય

મણિપુરમાં શાંતિ માટે CM બીરેન સિંહની પહેલ, નાગા સમુદાયના ધાર્મિક નેતાઓને કરી અપીલ

featured-img
Top News

Tiku Talsania Health Update: ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક નહિ પણ બ્રેઈન સ્ટ્રોક આવ્યો, જાણો કોણે કર્યો ખુલાસો

featured-img
રાષ્ટ્રીય

મને મારી પત્નીને જોયા કરવાનું ખુબ જ પસંદ છે, કામ કલાકના આધારે નહીં આઉટપુટના આધારે ચાલે છે

featured-img
જામનગર

Jamnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે, એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત

×

Live Tv

Trending News

.

×