Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

India vs England : સુનીલ ગાવસ્કરે બેટ્સમેન શુભમન ગિલને લીધો આડે હાથ! જાણો શું છે કારણ

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે હૈદરાબાદ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં હાલ ભારત સારી સ્થિતિમાં છે. જો કે, એકવાર ફરી સારી શરૂઆત કર્યા બાદ શુભમન ગિલે પોતાની વિકેટ ગુમાવી હતી. ગિલ 23 રન બનાવીને...
11:56 PM Jan 26, 2024 IST | Vipul Sen
સૌજન્ય- Google

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે હૈદરાબાદ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં હાલ ભારત સારી સ્થિતિમાં છે. જો કે, એકવાર ફરી સારી શરૂઆત કર્યા બાદ શુભમન ગિલે પોતાની વિકેટ ગુમાવી હતી. ગિલ 23 રન બનાવીને આઉટ થયો હતો. ગિલના ખરાબ શોટ સિલેક્શન માટે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે તેની ટીકા કરી છે.

છેલ્લા એક વર્ષમાં ઘણી વખત મજબૂત શરૂઆત કરવા છતાં શુભમન ગિલ (Shubman Gill) પોતાની વિકેટ જલદી ગુમાવી દે છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં (India vs England) ફરી એકવાર આવું જ કાંઈક જોવા મળ્યું. ગિલ આઉટ થતાની સાથે જ સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) કોમેન્ટ્રી બોક્સમાં ભારતીય બેટ્સમેનને આડે હાથ લીધો હતો. ભૂતપૂર્વ બેટ્સમેને કહ્યું કે, "તે (શુભમન ગિલ) કેવા પ્રકારનો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો? જો શુભમન ગીલે આ શોટ હવામાં રમવાનો પ્રયાસ કર્યો હોત તો તે સમજી શક્યું હોત, પરંતુ તે માત્ર એક ખરાબ ઓન-ડાઈવ હતો."

ટેસ્ટમાં ગિલનું ખરાબ પ્રદર્શન

છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં શુભમન ગિલનું પ્રદર્શન નબળું રહ્યું છે. ગિલે 9 માર્ચ 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં તેની છેલ્લી સદી અથવા અડધી સદી ફટકારી હતી. ત્યારથી, ગિલ છેલ્લી 10 ઇનિંગ્સમાં એકવાર પણ પચાસનો આંકડો પાર કરી શક્યો નથી. ભારતીય બેટ્સમેન છેલ્લી 10 ઇનિંગ્સમાં માત્ર 173 રન બનાવી શક્યો છે. ગિલ સારી શરૂઆત કરી રહ્યો છે, પરંતુ જ્યારે પણ તે ક્રિઝ પર સેટ થઈ જાય છે ત્યારે જ તેની વિકેટ ગુમાવી રહ્યો છે.

ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં

ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટમાં (India vs England) મજબૂત સ્થિતિમાં છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 421 રન બનાવી લીધા હતા. પ્રથમ દાવના આધારે ભારતીય ટીમની લીડ 175 રન છે. રવિન્દ્ર જાડેજા 81 રન બનાવીને ક્રિઝ પર છે જ્યારે અક્ષર પટેલ 35 રન બનાવીને તેનો સાથ આપી રહ્યો છે. બંને વચ્ચે 63 રનની અતૂટ ભાગીદારી થઈ છે. આ પહેલા કેએલ રાહુલે 86 રનની અને યશસ્વી જયસ્વાલે 80 રનની જોરદાર ઈનિંગ રમી હતી.

 

આ પણ વાંચો - ગુજરાત ટાઇટન્સને IPL 2024 પહેલા લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર પ્લેયર થશે બહાર

Tags :
AustraliaGujarat FirstGujarati NewsHyderabadIndia Vs Englandrohit sharmaShubman GillSports Newssunil gavaskarTeam India
Next Article