એશિયા કપની ટીમમાં સેમસન અને ચહેલની પસંદગી ન થવા પાછળ સુનિલ ગાવસ્કરે આપ્યું આ કારણ
એશિયા કપ 2023 માટે 17 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત 21 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. અગાઉ આ ટીમમાં એક તરફ જયાં કેટલાક ખેલાડીઓના સ્થાનો નિશ્ચિત માનવામાં આવી રહ્યા હતા, ત્યાં બીજી તરફ કેટલાક નામો શંકાના દાયરામાં જોવામાં આવી રહ્યા હતા. ટીમની ઘોષણા સાથે, જે બે મોટા નામો સામેલ નહોતા તે હતા લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસન છે. હવે પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે પસંદગી સમિતિના આ નિર્ણયને લઈને મોટું નિવેદન આપ્યું છે.
શું કહ્યુ સુનિલ ગાવસ્કરે ?
સુનીલ ગાવસ્કરે એશિયા કપની ટીમની પસંદગી બાદ કહ્યું હતું કે સંજુ સેમસનને એશિયા કપ માટે જાહેર કરવામાં આવેલી મુખ્ય ટીમમાં સ્થાન મળી શક્યું હોત, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર તેનું પ્રદર્શન ઘણું ઉતાર-ચઢાવ વાળું જોવા મળ્યું હતું. સેમસન ત્યાં મળેલી તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શક્યો નહીં, જેના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો.
યુઝવેન્દ્ર ચહલને બહાર રાખવાના નિર્ણય પર સુનીલ ગાવસ્કરે કહ્યું કે યુઝવેન્દ્ર ચહલની પસંદગી ન થવાને કારણ એ છે કે તે બોલિંગ સિવાય તે બેટિંગમાં કોઈ ખાસ યોગદાન આપી શકતો નથી, તેથી તેને ટીમમાં સ્થાન આપવું મુશ્કેલ હતું. કુલદીપ યાદવ ચહલ કરતાં નીચલા ક્રમમાં સારો બેટ્સમેન છે અને તેથી તેને પસંદ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, સંજુ માત્ર 29 વર્ષનો છે અને તેની પાસે ટીમમાં પુનરાગમનની ઘણી તકો છે.
સંજુ સેમસનનો બેકઅપ પ્લેયર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે
ભારતની એશિયા કપ 2023 માટે જાહેર કરાયેલી 17 સભ્યોની ટીમ ઉપરાંત સંજુ સેમસનને બેકઅપ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. કેએલ રાહુલની ટીમમાં વાપસી થઈ છે પરંતુ તે હજુ સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે સેમસન રિઝર્વ ખેલાડી તરીકે જશે.
એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના, અને રિઝર્વ પ્લેયર સંજૂ સેમસન