ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs NZ: સિરીઝ ગુમાવ્યા બાદ રિષભ પંતની પોસ્ટ વાઇરલ! લખ્યું- તમારા ખરાબ સમયને..!

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ગુમાવી (IND vs NZ) હોમ સિરીઝમાં NZ ભારતને ક્લીન સ્વીપ કરનાર પ્રથમ ટીમ બની રિષભ પંતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી ભારતીય ક્રિકેટ ટીમે ગઈકાલે ન્યુઝીલેન્ડ સામેની (IND vs NZ 2024) ત્રીજી અને...
09:01 AM Nov 04, 2024 IST | Vipul Sen
  1. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ગુમાવી (IND vs NZ)
  2. હોમ સિરીઝમાં NZ ભારતને ક્લીન સ્વીપ કરનાર પ્રથમ ટીમ બની
  3. રિષભ પંતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી

ભારતીય ક્રિકેટ ટીમે ગઈકાલે ન્યુઝીલેન્ડ સામેની (IND vs NZ 2024) ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 25 રને ગુમાવી હતી. આ સાથે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આખી ટેસ્ટ શ્રેણી 3-0 થી હારી હતી. આ મેચ 1 નવેમ્બરથી મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. જો કે, રોહિત શર્મા (Rohit Sharma) એન્ડ કંપનીની આ શરમજનક સિરીઝ હારમાં પણ એક ખેલાડી એવો છે જેના ફેન્સ વખાણ કરી રહ્યા છે, તેનું નામ છે ઋષભ પંત.

આ પણ વાંચો - IND vs NZ : ઘરઆંગણે ખરાબ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયામાં ટીમ ઈન્ડિયાની ગંભીર ટ્રોલિંગ

ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમની કારમી હાર

બીજી ઈનિંગમાં 147 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 121 રનમાં જ ઢેર થઈ હતી. તમામ સ્ટાર ખેલાડીઓ ફરી એકવાર નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમ 29.1 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ન્યૂઝીલેન્ડ ત્રણ કે તેથી વધુ ટેસ્ટ મેચોની હોમ સિરીઝમાં ભારતને ક્લીન સ્વીપ કરનાર પ્રથમ ટીમ બની હતી. જો કે, ઋષભ પંતે બીજી ઇનિંગમાં 64 રન બનાવ્યા હતા.

પંતે તેની બીજી ઇનિંગમાં 57 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. 106 રનના સ્કોર પર તેમની વિકેટ પડ્યા બાદ ભારતીય ટીમ પત્તાનાં ઢેરની જેમ ધ્વસ્ત થઈ હતી. ભારતનાં આ નિરાશાજનક પ્રદર્શન પછી સોશિયલ મીડિયા પર ફેન્સમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો ટીમનાં ખેલાડીઓ અને મેનેજમેન્ટની ભરપૂર ટીકા કરી રહ્યા છે. પરંતુ, આ વચ્ચે પણ કેટલાક ચાહકો રિષભ પંતના (Rishabh Pant) પ્રદર્શનનાં વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો - IND vs NZ : New Zealand એ રચ્યો ઇતિહાસ, ઘરઆંગણે India ને 3-0 થી હરાવ્યું...

રિષભ પંતે સ્ટોરી શેર કરી

ન્યુઝીલેન્ડ સામે સિરીઝ (IND vs NZ) હાર્યા બાદ રિષભ પંતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ક્રિપ્ટિક સ્ટોરી મૂકી હતી. તેણે લખ્યું કે, 'જીવન ઋતુઓની શ્રેણી છે. જ્યારે તમે પડો છો, ત્યારે યાદ રાખો કે ગ્રોથ સર્કલમાં થાય છે. તમારા ખરાબ સમયને સ્વીકારો. એ જાણીને કે તેઓ તમને વધુ ઊંચાઈઓ માટે તૈયાર કરી રહ્યો છે.

આ સિરીઝમાં રિષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા

27 વર્ષીય ઋષભ પંત (Rishabh Pant) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ 3 મેચની શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 6 ઇનિંગ્સમાં 43.50 ની એવરેજથી 261 રન બનાવ્યા. પંતે આ શ્રેણીમાં 3 અડધી સદી ફટકારી હતી. તે બેંગલુરુ ટેસ્ટમાં માત્ર 1 રનથી તેની સદી ચૂકી ગયો હતો.

આ પણ વાંચો - IND vs NZ:ટીમ ઈન્ડિયા વાનખેડેમાં 24 વર્ષ જૂના ઈતિહાસનું કરશે પુનરાવર્તન!

Tags :
Breaking News In GujaratiCricket NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsIND vs NZ 2024ind vs nz test seriesLatest News In GujaratiMUMBAINew ZealandNews In Gujaratirishabh pantrohit sharmaSocial MediaSports NewsVirat KohliWankhede Stadium
Next Article