Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ન્યૂઝીલેન્ડનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નક્કી, આયર્લેન્ડને 35 રનથી હરાવ્યું

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં આજે ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં આયર્લેન્ડે ટોસ જીતી ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 185 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આયર્લેન્ડની ટીમ પત્તાની જેમ વિખેરાઈ ગઇ હતી અને માત્ર 150 રન જ બનાવી શકી હતી.ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડને 35 રને હરાવ્à
ન્યૂઝીલેન્ડનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નક્કી  આયર્લેન્ડને 35 રનથી હરાવ્યું
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં આજે ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં આયર્લેન્ડે ટોસ જીતી ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 185 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આયર્લેન્ડની ટીમ પત્તાની જેમ વિખેરાઈ ગઇ હતી અને માત્ર 150 રન જ બનાવી શકી હતી.
ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડને 35 રને હરાવ્યું
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)મા ન્યૂઝીલેન્ડે ફરી એકવાર ICC ટૂર્નામેન્ટમાં પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. સુપર 12 ની તેની અંતિમ મેચમાં, ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ આયર્લેન્ડને 35 રનથી હરાવીને સેમીફાઇનલમાં લગભગ પ્રથમ સીટ બુક કરી લીધી છે. કેન વિલિયમસનની આગેવાની હેઠળની ટીમ ગ્રૂપ 1મા ટોચ પર રહેશે, સંભવતઃ તેમના ઉત્તમ નેટ રન-રેટને કારણે. આ મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જે બાદ બોલરોએ પોતાનું કામ કર્યું અને ટીમને આસાન જીત અપાવી હતી.
Advertisement

કેન વિલિયમસને અડધી સદી ફટકારી
લાંબા સમયથી પોતાના ફોર્મ સામે ઝઝૂમી રહેલો કેન વિલિયમસન આજે ખતરનાક મૂડમાં જોવા મળ્યો હતો. તેણે ઇનિંગને એક બાજુથી સાચવી રાખી અને ઝડપી ગતિએ રન પણ બનાવ્યા. વિલિયમસને માત્ર 35 બોલમાં 61 રન બનાવ્યા અને આ ઇનિંગમાં 5 ફોર અને 3 સિક્સ પણ ફટકારી હતી. બીજી તરફ, જોશુઆ લિટલે આયર્લેન્ડ માટે પ્રથમ હેટ્રિક લીધી હતી.

જોશ લિટલે ત્રણ બોલમાં ત્રણ વિકેટ લીધી
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ન્યૂઝીલેન્ડની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. એક સમય એવો હતો કે ટીમનો સ્કોર 200ને પાર કરી જશે, પરંતુ 19મી ઓવરમાં જોશ લિટલ આયર્લેન્ડ માટે બોલિંગ કરવા આવ્યો, જેણે ન્યૂઝીલેન્ડ આશા પર પાણી ફેરવી દીધું અને સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લીધી. જોશ લિટલ 19મી ઓવરના ત્રીજા બોલ પર કેપ્ટન કેન વિલિયમસનને કેચ આપી બેઠો હતો. બીજા બોલ પર જીમી નિશામ LBW આઉટ થયો હતો અને ત્રીજા બોલ પર મિશેલ સેન્ટનરને સીધા પગ પર બોલ નાખી તેને કેચ આઉટ કર્યો હતો.
Advertisement

સેમી-ફાઇનલનું સમીકરણ
કીવી ટીમે સુપર 12ની તમામ 5 મેચ રમી છે, જેમાંથી 3 જીત, એક હાર અને એક પરિણામ વગર તેના 7 પોઈન્ટ છે. ટીમ ટોચ પર છે અને તેનો નેટ રન રેટ +2.113 છે. ઓફિશિયલી ન્યૂઝીલેન્ડ હજુ સુધી સેમીફાઈનલમાં પહોંચી શક્યું નથી પરંતુ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ અનુક્રમે +0.547 અને -0.304 છે જે ન્યૂઝીલેન્ડ કરતા ઘણો ઓછો છે. હવે જો આ બંને ટીમો તેમની છેલ્લી મેચમાં ચમત્કારિક જીત નોંધાવે છે તો ન્યૂઝીલેન્ડ બહાર થઈ શકે છે. અન્યથા કિવી ટીમનું અંતિમ 4મા પહોંચવું લગભગ નિશ્ચિત છે.
મહત્વનું છે કે, આ મેચમાં ટોસ જીત્યા બાદ આયર્લેન્ડના કેપ્ટન એન્ડ્ર્યુ બાલબર્નીએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પહેલા રમતમાં ધીમી શરૂઆત કરી હતી. પરંતુ તે પછી ફિન એલને બાજી સંભાળી અને ઝડપથી 32 રન બનાવ્યા. આ પછી, કેપ્ટન વિલિયમસને એક છેડો લીધો અને 35 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમી જેમાં 5 ચોક્કા અને ત્રણ છક્કા સામેલ હતા. અંતે, આયર્લેન્ડના બોલરો, ખાસ કરીને જોશુઆ લિટલે, હેટ્રિક લઈને શાનદાર પ્રદર્શન કર્યું અને 174ના સ્કોર પર જ કીવીઓને બેક ટૂ બેક ત્રણ ફટકા આપ્યા. તેણે 4 ઓવરમાં 22 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
Tags :
Advertisement

.