Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UTTAR PRADESH માં 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ, યોગીનો મોટો નિર્ણય

અત્યારે આપણે જોઈએ છીએ કે 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ સતત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવે છે. અકસ્માતો થાય છે અને તેઓ સગીર હોવાને કારણે પોલીસ તેમની સામે વધુ કાર્યવાહી કરી શકતી નથી. હવે આ...
02:16 PM Jun 30, 2024 IST | Harsh Bhatt

અત્યારે આપણે જોઈએ છીએ કે 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ સતત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવે છે. અકસ્માતો થાય છે અને તેઓ સગીર હોવાને કારણે પોલીસ તેમની સામે વધુ કાર્યવાહી કરી શકતી નથી. હવે આ બાબત અંગે ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક ખૂબ જ અગત્યનો નિર્ણય લીધો છે અને યોગી આદિત્યનાથ સરકારે પેટ્રોલ અને ડીઝલને લઈને મોટો આદેશ જાહેર કર્યો છે. સરકારનો આદેશ 18 વર્ષની વચ્ચેના વિદ્યાર્થીઓને લાગુ પડશે. તેનાથી રાજ્યના લાખો યુવાનોને આંચકો લાગશે. હા, યોગી સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યભરના પેટ્રોલ પંપ પર 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે નહીં.

UTTAR PRADESH સરકારનો મોટો નિર્ણય

યોગી સરકાર દ્વારા UTTAR PRADESH માં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે માધ્યમિક અને મૂળભૂત શિક્ષણ વિભાગને આદેશ જારી કર્યો છે. રાજ્યભરના પેટ્રોલ પંપ પર 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે નહીં. વધુમાં શાળાઓને પણ આદેશ આપવામાં આવ્યો છે.  આ આદેશ અનુસાર રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓમાં વાલીઓ દ્વારા એક ફોર્મ ભરવામાં આવશે. આમાં માતા-પિતા એ સુનિશ્ચિત કરશે કે તેમના સગીર બાળકો વાહન ન ચલાવે અને ન તો તેઓને વાહન ચલાવવા દે. આ એક પ્રકારનું એફિડેવિટ હશે. દરેક વ્યક્તિએ તે ભરીને આપવું ફરજિયાત રહેશે. મળતી માહતી અનુસાર, આ ઓર્ડરને સંબંધિત નોટિસ પેટ્રોલ પંપ પર નિયમિતપણે ચોંટાડવામાં આવશે. વધુમાં આ ઓર્ડરનું પોલીસ વિભાગને દેશનું પાલન સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે અને પેટ્રોલ પમ્પના માલિકોને પણ સમગ્ર બાબત અંગે સૂચના આપવામાં આવી છે.

કોઈપણ સ્તરે આદેશનું પાલન નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે

આમ આ નિર્ણયને વધુ કારગર બનાવવા માટે સરકાર દ્વારા સગીરોને વાહન ચલાવતા અટકાવવા અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનની મહત્વની કડી વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હશે. અંતમાં સરકાર દ્વારા જાહેર જાહેર કરવામાં આવ્યું છે કે, જો કોઈપણ સ્તરે આદેશનું પાલન નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

6 જૂને લેવાયો હતો નિર્ણય

ઘણા લોકો ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવે છે અને જેના કારણે અકસ્માતો થાય છે. આ બાબત અંગે સરકારે 6 જૂને તમામ વિભાગોની બેઠક બોલાવી હતી. આમ આ ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે સગીરો માટે પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ પણ વાંચો : 20 કરોડ ભારતીય નારી બની ચૂકી છે બાળલગ્નનો શિકાર, UN નો ચોંકાવનારો દાવો

Tags :
big decisionDrivingGujarat FirstminorNew Rulespetrol-dieselROAD SAFETYUP GOVERMENTUP GovtUttar PradeshYOGI SARKAR
Next Article