Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલે લોકોના ગાભાં કાઢી નાખ્યા, ડીઝલમાં એકસાથે રૂ.59નો વધારો

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે અને હવે આના કારણે જનતા ખરાબ રીતે ત્રસ્ત છે. પહેલાથી જ મોંઘા થયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. એક જ ઝાટકે ડીઝલની કિંમતમાં 59.61 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલની કિંમતમાં પણ 24.03 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત 233.89 રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે.ડીઝલમાં 59.16 રૂપિયાનો વધારો થà
પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલે લોકોના ગાભાં કાઢી નાખ્યા  ડીઝલમાં એકસાથે રૂ 59નો વધારો
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે અને હવે આના કારણે જનતા ખરાબ રીતે ત્રસ્ત છે. પહેલાથી જ મોંઘા થયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. એક જ ઝાટકે ડીઝલની કિંમતમાં 59.61 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલની કિંમતમાં પણ 24.03 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત 233.89 રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે.
ડીઝલમાં 59.16 રૂપિયાનો વધારો થયો 
પેટ્રોલની સાથે ડીઝલ, કેરોસીન અને લાઇટ ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડીઝલની કિંમતમાં 59.16 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ ડીઝલની કિંમત 263.31 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.
ઈમરાન ખાને અર્થવ્યવસ્થાનો નાશ કર્યોઃ શાહબાઝ સરકાર
પાકિસ્તાનના પેટ્રોલિયમ રાજ્ય મંત્રી મુસાદ મલિકે ડીઝલ અને પેટ્રોલની વધતી કિંમતો માટે અગાઉની સરકારની નીતિઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ઈમરાન સરકારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. તેમણે વધુમાં કહ્યું કે ઈમરાન ખાને જાણી જોઈને સબસિડી આપીને પેટ્રોલની કિંમતો ઘટાડી હતી અને આ જ કારણ છે કે શાહબાઝ સરકાર આ નિર્ણયોનો ભોગ બની રહી છે. પાકિસ્તાન મીડિયાના અહેવાલો અનુસાર મે મહિનામાં સરકારને પેટ્રોલિયમ ઉત્પાદનો પર 120 અબજ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, જે નાગરિક સરકારના ખર્ચ કરતાં ત્રણ ગણું વધારે છે.
Advertisement
Tags :
Advertisement

.