Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar માં 'સાઉથ ફિલ્મ' જેવા દ્રશ્યો! જાહેર માર્ગ પર 200 ની સ્પીડે કાર હંકારી જોખમી સ્ટંટ કર્યાં, થયા આવા હાલ

ગાંધીનગરમાં સ્ટંટબાજ નબીરાઓનાં વીડિયો વાયરલ 200 ની સ્પીડમાં ગાડી ચલાવતો વીડિયો વાયરલ થતાં કાર્યવાહી પોલીસે ગાડીઓ કબજે કરી 4 ની ધરપકડ કરી રાજ્યમાં જાહેર માર્ગો પર વાહન થકી જોખમી સ્ટંટ કરતા સ્ટંટબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરે છે. પરંતુ,...
gandhinagar માં  સાઉથ ફિલ્મ  જેવા દ્રશ્યો  જાહેર માર્ગ પર 200 ની સ્પીડે કાર હંકારી જોખમી સ્ટંટ કર્યાં  થયા આવા હાલ
  1. ગાંધીનગરમાં સ્ટંટબાજ નબીરાઓનાં વીડિયો વાયરલ
  2. 200 ની સ્પીડમાં ગાડી ચલાવતો વીડિયો વાયરલ થતાં કાર્યવાહી
  3. પોલીસે ગાડીઓ કબજે કરી 4 ની ધરપકડ કરી

રાજ્યમાં જાહેર માર્ગો પર વાહન થકી જોખમી સ્ટંટ કરતા સ્ટંટબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરે છે. પરંતુ, તેમ છતાં સ્ટંટ કરતા નબીરાઓને જાણે કાયદા અને પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં (Gandhinagar) જાહેર માર્ગ પર કેટલાક નબીરાઓએ ફૂલ સ્પીડમાં વિવિધ ગાડીઓ હંકારીને જોખમી સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થતાં પોલીસે કાર્યવાહી કરી 2 ગાડી કબજે કરી છે અને 4 નબીરાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - BHARUCH : ઉદ્યોગોના પાપે તળાવમાં કેમિકલ યુક્ત પાણીથી સંખ્યાબંધ માછલાઓના મોત

જાહેર માર્ગ પર 200 ની સ્પીડે કાર ચલાવી વીડિયો વાઇરલ કર્યો

સોશિયલ મીડિયા (Social Media) પર તાજેતરમાં એક વીડિયો વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયોમાં કોઈ સાઉથ ફિલ્મની (South Films) જેમ જાહેર માર્ગ પર ફૂલ સ્પીડમાં કેટલીક ગાડીઓ દોડતી જોવા મળે છે. ત્યાર બાદ એક ડેમ નજીક ખુલી જીપ પર એક નબીરો ઊભો રહી તેની ફરતે ચાર અન્ય ગાડીઓ ગોળ ગોળ હંકારી ડ્રોન કેમેરાથી વીડિયો ઉતારતા કેટલાક નબીરોઓ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર રોલો પાડવા માટે નબીરાઓએ જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરી અન્ય નાગરિકોના જીવને જોખમમાં મૂકી વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. આ વાઇરલ વીડિયો ગાંધીનગરનો (Gandhinagar) હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો - અહો આશ્ચર્યમ્... 20 મહિના ઘરે બેસીને 15 લાખનો પગાર આરોગી ગઈ અધિકારી! પૂર્વ RTO અધિકારીનો આક્ષેપ

Advertisement

પોલીસે 2 કાર કબજે કરી 4 ની ધરપકડ કરી

ગાંધીનગર પોલીસે આ વાઇરલ વીડિયોની સઘન તપાસ કરતા વીડિયો ગિફ્ટસિટી રોડ (Gift City Road) પર બનાવેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કારની નંબર પ્લેટનાં આધારે કાર્યવાહી કરી 2 કાર સાથે 4 નબીરાઓની ધરપકડ કરી છે. ગાંધીનગર પોલીસની તપાસ મુજબ, નબીરાઓએ ગિફ્ટ સિટી રોડ નજીક વિવિધ ગાડીઓ ફૂલ સ્પીડમાં દોડાવી જોખમી સ્ટંટનો (Dangerous Stunt) વીડિયો બનાવ્યો હતો. જ્યારે ગિફ્ટ સીટી અને કરાઇ જતા વચ્ચે આવતી નર્મદાની કેનાલ (Narmada Canal) નજીક પણ નબીરાઓએ સ્ટંટ કર્યા હતા. અન્ય એક વીડિયોમાં એક કાર 200 ની સ્પીડે જાહેર માર્ગ પર દોડતી દેખાય છે. આ તમામ વાઇરલ વીડિયો મામલે ગાંધીનગર (Gandhinagar) એસપીએ તપાસનાં આદેશ આપ્યા છે અને પોલીસે અન્ય નબીરાઓની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Monsoon in Gujarat : રક્ષાબંધનનાં એક દિવસ બાદ લાંબા વિરામ પછી આ જિલ્લાઓમાં મેઘરાજાની ધાસું 'Entry'

Tags :
Advertisement

.