Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સમરોલી ગામેથી વિદેશી દારૂ સાથે માતા પુત્રની ગાંધીનગર પોલીસે કરી ધરપકડ, ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા

ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમે બાતમીના આધારે નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાના સમરોલી ગામે  એક મકાનમાં રેડ કરતા રૂપિયા ૮.૩૨ લાખનો દારૂ મળી આવતા પોલીસે દારૂનો ધંધો કરતા માતા પુત્રની ધરપકડ કરી છે જ્યારે ચાર જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે આ સાથે પોલીસે દારૂના જથ્થો તેમજ બે નંગ મોબાઈલ અને દારૂ વેચાણના ૩૨૦૦ રૂપિયા મળી ૮,૪૧,૫૦૫ નો મુદ્દામાલ કબજે કર્યો છે.સમગ્ર ઘટનાની પોલીસ પાસેàª
સમરોલી ગામેથી વિદેશી દારૂ સાથે માતા પુત્રની ગાંધીનગર પોલીસે કરી ધરપકડ  ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા
ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમે બાતમીના આધારે નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાના સમરોલી ગામે  એક મકાનમાં રેડ કરતા રૂપિયા ૮.૩૨ લાખનો દારૂ મળી આવતા પોલીસે દારૂનો ધંધો કરતા માતા પુત્રની ધરપકડ કરી છે જ્યારે ચાર જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે આ સાથે પોલીસે દારૂના જથ્થો તેમજ બે નંગ મોબાઈલ અને દારૂ વેચાણના ૩૨૦૦ રૂપિયા મળી ૮,૪૧,૫૦૫ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
સમગ્ર ઘટનાની પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સની ટીમને બાતમી મળી હતી કે નવસારીના ચીખલી તાલુકાના સમરોલી ખાતે એક મકાનમાં તેમજ તેના પાછળના ભાગે મરઘા ફાર્મમાં દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતારવા આવ્યો છે જેના આધારે સમરોલી કાળાપુલ ખાતે દારૂનું વેચાણ કરતા બાવીબેન ઠાકોરભાઈ કોળી પટેલ તેમજ તેમના પુત્ર ધર્મેશ ઠાકોર પટેલના મકાનમાં રેડ કરતા પોલીસને મકાન તેમજ આજુબાજુના વિસ્તારમાં ખુલ્લી જગ્યા અને મરઘા ફાર્મ માંથી વિદેશી દારૂની તેમજ ટીન બિયરો કુલ નંગ ૫૯૫૬ જેની કિંમત ૮,૩૨,૮૦૫ તેમજ દારૂ વેચાણના રૂપિયા ૩૨૦૦ અને બે નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૫૫૦૦ મળી કુલ ૮,૪૧,૫૦૫ નો મુદ્દામાલ કબજે કરી સદર ઘટનામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતી બાવીબેન ઠાકોરભાઈ પટેલ તેમજ તેનો પુત્ર ધર્મેશ ઠાકોર પટેલ ની ધરપકડ કરી છે 
જ્યારે દારૂનો જથ્થો આપી જનાર અજય ઉર્ફે અજય રૂમલા (રહે,મોગરાવાડી તા.ચીખલી) તેમજ એલેક્સ ચંદ્રકાંત હળપતિ (રહે,કસ્બા ગણદેવી તા.ગણદેવી) તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સૂરજ ઉર્ફે બાબુ દીપક (રહે,સમરોલી કુંભારવાડ તા.ચીખલી) અને દારૂનો જથ્થો આપી જનાર ડ્રાઈવર  જલુ જેના પુરાનામ ઠામની ખબર નથી ને વોન્ટેડ જાહેર કર્યા છે બીજીતરફ ચીખલી પોલીસની હદ માંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા પોલીસ બેડામાં અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આગામી 31 ડિસેમ્બરને અનુલક્ષીને સંખ્યાબંધ ગામોમાં વિદેશી દારૂનો જથ્થો ઠલવાઈ રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ આ બાબતે કડક કાર્યવાહીની તાતી જરૂરીયાત છે. સમગ્ર બનાવવાની તપાસ બીલીમોરા પી.આઈ ટી.એ.ગઢવી ને સોંપવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.