હાઈ ટેન્શન ખુલ્લા વાયરથી સગીરાને કરંટ લાગતા સારવારમાં હાથ પગ ગુમાવ્યા બાદ મોત
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામે 103 દિવસ પહેલા વીજ કંપનીના હાઈટેન્શન ખુલ્લા વાયરથી વીજ કરંટ લાગતા તેણીને ગંભીર અવસ્થામાં સારવાર તે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનો હાથ અને પગ કાપવાની નોબત આવી હતી અને ત્યારબાદ પણ સગીરાનો જીવ બચાવવામાં તબીબોને સફળતા ન મળી અને સગીરાનું મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળવા સાથે વીજ કંપની સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છેવીજ કરં
Advertisement
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામે 103 દિવસ પહેલા વીજ કંપનીના હાઈટેન્શન ખુલ્લા વાયરથી વીજ કરંટ લાગતા તેણીને ગંભીર અવસ્થામાં સારવાર તે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનો હાથ અને પગ કાપવાની નોબત આવી હતી અને ત્યારબાદ પણ સગીરાનો જીવ બચાવવામાં તબીબોને સફળતા ન મળી અને સગીરાનું મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળવા સાથે વીજ કંપની સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે
વીજ કરંટ લાગ્યો
કહેવાય છે ને કે જેના ઘરમાં દુઃખ આવે તેને જ ખબર પડે કે દુઃખ કોને કહેવાય, અહીંયા વાત કરીએ છીએ GEB કંપનીની ગંભીર બેદરકારીની કારણે એક પરિવારે પોતાની માસુમ દિકરી ગુમાવી પડી છે આ વાત છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામે ગત તારીખ 17/09/2022ના રોજ જાનકી જગદીશ રાઠોડ નામની દીકરીને GEBના હાઈ ટેન્શન ખુલ્લા વાયરથી વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાજી ગઈ હતી.
103 દિવસ બાદ મોત
103 દિવસની સારવારમાં એક હાથ અને એક પગ કાપવો પડેલો સારવાર દરમિયાન સગીરાએ 103 દિવસ બાદ દંમ તોડી નાખતા પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી અને તેની અંતિમ વિધિમાં આખું ગામ હિબકે ચડ્યું હતું સગીરાના મોતી અને તેની અંતિમયાત્રા નીકળતા આખું ગામ અંતિમ યાત્રામાં જોડાયું હતું.
ગ્રામજનોમાં રોષ
પરંતુ વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સગીરાના પરિવારને ન્યાય મળે તે માટે ભરૂચ જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલને રજુઆત કરતા સરકારી હોસ્પિટલના અધિકારીએ 23-12-2022ના રોજ 91 દિવસ પછી પોલીસ વર્ધી લખવામાં આવી ગંભીર નિષકાળજી બદલ જેતે અધિકારી સામે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે મરણ જનાર દીકરીને ન્યાય મળે અને તેમના પરિવારને આર્થિક સહાય મળે તેવી માગ કરી હતી પરંતુ આવી ગંભીર બેદરકારીના કારણે વીજ કંપનીના અધિકારીઓ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો - નવા વર્ષના પ્રથમ દિવસે ભરૂચમાં જોવા મળ્યું ગીધ, છેલ્લા ૧૫ વર્ષથી ભરૂચમાં ગીધ હતા નામશેષ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.