Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રી વાઇબ્રન્ટ સેમીનાર સમિટમાં હર્ષ સંઘવીએ કહ્યું - ગુજરાત વેપાર માટે દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં નંબર 1 થયું સાબિત

સુરતમાં આજે સરસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે પ્રી વાઇબ્રન્ટ સેમીનાર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રિય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. જણાવી દઇએ કે, પ્રી વાઇબ્રન્ટ સેમીનાર...
પ્રી વાઇબ્રન્ટ સેમીનાર સમિટમાં હર્ષ સંઘવીએ કહ્યું   ગુજરાત વેપાર માટે દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં નંબર 1 થયું સાબિત

સુરતમાં આજે સરસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે પ્રી વાઇબ્રન્ટ સેમીનાર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રિય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. જણાવી દઇએ કે, પ્રી વાઇબ્રન્ટ સેમીનાર સમીટ અંતર્ગત વડાપ્રધાન મોદીના ફ્યુચર રેડી 5f ગુજરાત ટેક્સટાઇલ વિઝન ફોર વિકસિત ભારતની થીમ ઉપર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગના ઝડપી વિકાસ અંગે શું કરવામાં આવશે તેને લઇને રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

Advertisement

10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે આજે સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ‘ફ્યુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્સટાઇલ વિઝન’ ના થીમ પર ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટર માટે એક સેમિનાર યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને વૈશ્વિક વક્તાઓ, ઉદ્યોગકારો અને અન્ય સંબંધિત હિતધારકોની ભાગીદારી પણ જોવા મળશે. ગુજરાતની ટેક્સટાઇલ અને એપેરલ ઇકોસિસ્ટમ પર એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@47’ માટે ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટરની ભૂમિકા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. વિકસીત ભારત માટે ગુજરાતના ટેક્સટાઇલ વિઝનની મહત્વની ભૂમિકા, મ્સથી માંડીને અગ્રણી ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી તેમજ વણાટ પરંપરાની ટેક્નોલોજી એમ ત્રણ સત્રમાં સમગ્ર કાર્યક્રમ યોજાવાનો છે.

Advertisement

જાણો શું કહ્યું રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ ....

Advertisement

હર્ષ સંઘવીએ કહ્યું કે, દેશભરમાં સુરત આવેલા તમામ વેપારીઓનું હું સુરતમાં સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે, મંત્રીઓની સરખામણીએ વેપારીઓનો સમય ખૂબ જ અમૂલ્ય છે. તો ચાલો આ વેપારીઓ સાથે વાઇબ્રન્ટ ગુજરાતને આગળ વધાવીએ. તેમણે આગળ કહ્યું કે, કોઇ વેપારી પોતાના નવા પ્રોજેક્ટ સાથે ગુજરાતમાં આવવાનું વિચારે તો તે સુરત માટે સૌથી મોટી વાત છે. આ સાથે તેમણે એકવાર ફરી ગુજરાતના પ્રી વાઇબ્રન્ટ સમિટમાં સૌનું સ્વાગત કર્યું. આગળ તેમણે કહ્યું કે, 2003 માં નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે એ ગુજરાતના ખૂણે ખૂણે વેપાર, રોજગાર અને પોતાના જીવનનું સપનું સાકાર કરવા આમંત્રણ આપવા વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું હતું. 2003 ની આ શરૂઆત ધીમે ધીમે ગુજરાતને માત્ર દેશના નકશામાં જ નહીં પણ વિશ્વમાં તે એક આદર્શ પ્લેટફોર્મ સાબિત થયું છે. થોડા દિવસો પહેલા અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાતને 20 વર્ષ પૂર્ણ થતા તેની સફળતાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો જેમા વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી.

ગારમેન્ટિંગ માટે સરકારનું ફોકસ વધું : રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવી

તેમણે આગળ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતને લોકોલ રોજગારીની દિશા આપી છે. આજે ગુજરાતના ચારે ખૂણાઓમાં ટેક્સટાઇલ સેક્ટરથી જોડાયેલા લોકો મોટી સંખ્યામાં છે. ગુજરાત વાયબ્રન્ટમાં આ વર્ષે ટેક્સટાઈલ સેક્ટરમાં ગુજરાત ખૂબ જ આગળ વધ્યું છે પણ ગારમેન્ટિંગ માટે સરકારનું ફોકસ વધું છે. ગારમેન્ટ સેક્ટર માટે આવનારા દિવસોમાં ગુજરાત સૌથી સારી ધરતી બનવા જઇ રહી છે. અને તે દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. ગારમેન્ટ સેક્ટરના તમામ લીડર્સની સાથે આ બાબતે અમે સતત ચર્ચા કરી રહ્યા છીએ. અમે તેમની સાથે પોલીસીમાં શું ફેરફાર કરવો જોઇએ, બીજી સુવિધાઓ કેવી રીતે વધારી ગુજરાતમાં ટેક્સટાઈલની ગારમેન્ટસનું સેક્ટર પણ તે જ પ્રકારે વિકસિત થઇ શકે તે માટે અમે સતત ચર્ચાઓ કરી રહ્યા છીએ.

ગુજરાત સરકાર ખૂબ ઓપન માઇન્ડેડ : રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવી

રાજ્યગૃહમંત્રીએ આગળ કહ્યું કે, ગુજરાત સરકાર પોતાના મનમાં આવેલા વિષયો જોડે કામ કરનાર સરકાર નથી. ગુજરાત સરકાર ખૂબ ઓપન માઇન્ડેડ છે. તમારા સૌના વિચારોને આવકારી આપીને તે વિચારોને એપ્લાય કરનાર સરકાર છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં માત્ર અમે ધારેલા વિષયોમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ આવે તેવું નથી પણ તમારા નવા વિચારો જોડે અમે આ કામગીરીને આગળ વધારવા માંગીએ છીએ. તો આપ સૌ લોકો પાસે ટેક્સટાઈલ અને ગારમેન્ટ્સને લઇને ગુજરાતની અંદર પોલીસીથી લઇને કોઇ પણ વિષયોને લઇને નાના મોટા એડિશનની જરૂર હોય તો તે વિચારો અમારા સુધી પહોંચાડજો અમે તેને ગંભીરતાથી લઇશું. અમે તેને એપ્લાય કરવાનો પણ પ્રયત્ન જરૂર કરીશું. અને જો નહીં થતું હોય તો અમે સામેથી તમને જાણકારી પણ આપીશું. તેમણે કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત જાન્યુઆરીની 10 મી તારીખે શરૂ થશે, ત્યારે આજે આપ સૌ લોકોને આ વાઇબ્રન્ટ ગુજરાતમાં પધારવા માટે આમંત્રણ આપું છું. તેમણે આ વાઇબ્રન્ટ ગુજરાતને સૌ માટે એક મોટી તક હોવાનું પણ કહ્યું હતું.

ટેક્સટાઈલ માટે સૌથી સારું સ્થળ PM મિત્ર પાર્ક : રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ દેશભરમાંથી સુરત આવેલા વેપારીઓને PM મિત્ર પાર્ક અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ટેક્સટાઈલ માટે સૌથી સારૂં સ્થળ PM મિત્ર પાર્ક છે. તેનું સ્થળ પોર્ટ અને એરપોર્ટની નજીક છે. ગુજરાત સરકાર તમે સુરત એરપોર્ટથી PM મિત્ર પાર્ક સુધી જલ્દી જ પહોંચી શકો તે માટે સુરત ડાયમંડ બુર્સ પાસેથી એક બ્રિજ બનાવી રહી છે. PM મિત્ર પાર્કથી પોર્ટ સુધી તમારું કુરિયર એક્સપોર્ટ કરવાનું હોય તો વધુમાં વધુ 1 કલાકનો સમય થાય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય પણ કોઇ એડિશનની જરૂર છે તો તેના માટે ગુજરાત સરકાર પ્લાનિંગ કરી રહી છે. તેમણે કહ્યું કે, PM મિત્ર પાર્કથી પોર્ટ 66 કિમી દૂર છે. આનાથી સારું સ્થળ ટેક્સટાઈલ માટે દેશભરમાં નથી. અહીં ચાર્જીસ પણ સૌથી ઓછા પડશે. કારણ કે અહીંથી રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, અને પોર્ટ ખૂબ જ નજીક છે. આ સાથે તેમણે વેપારીઓને ખાતરી આપી કે અહીં ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલા તમારા પૈસા સુરક્ષિત છે.

ગુજરાતના લોહીમાં વેપાર : રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવી

ગુજરાતીઓના વખાણ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, કેટલાક વેપારીઓએ કેટલીક લોભામણી ઓફર જુવે છે પણ ત્યા તેમને ઇન્સેવ્ટિવ્સ લેવામાં જે ધક્કા ખાવા પડી રહ્યા છે તે પણ તેઓ જાણે છે. જોકે અહીં ગુજરાતમાં ગુજરાતીઓની પરંપરા રહી છે કે તમારો ચેક રિટર્ન થઇ જશે પણ અમારી જબાન રિટર્ન નહીં થાય. તેમણે કહ્યું કે, ગુજરાતના લોહીમાં વેપાર છે. ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ઘણા ગામડાઓમાં તમે જો જશો અને ત્યાના કોઇ મધ્યમવગ્રના ઘરમાં જશો, પછી ભલે તેને ખાવા માટે કઇ ખાસ ન હોય પણ જો મહેમાન તેના ઘરે આવ્યા છે તો તે તેના ભાગનું પણ મહેમાનોને આપી દેશે. બસ આવા જ વિચારો સાથે અમે ગુજરાતીઓ આગળ વધીએ છીએ. આ સુરત શહેર જ્યા તમે બેઠા છો ત્યા મારા જેવા કે પછી અહીં બેઠેલા ઘણા લોકો અલગ અલગ જગ્યાએથી આવીને આ શહેરમાં વસ્યા છે. સુરત શહેરના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લોકોનો વ્યવહાર એવો છે જે રીતે દુધમાં સક્કર ભળી જાય તેવી રીતે તેમણે અમને સ્વીકાર્યા છે. અને આવી જ રીતે દેશભરમાંથી લોકો અહીં આવીને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયા છે. અહીં આવેલા કોઇ પણ લોકોને તમે જો પુછશો તો તે કહેશે કે તેમને ક્યારે પણ એવું નથી લાગ્યું કે તેઓ સુરતના નથી. ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારના પૈસા અહીં સુરક્ષિત છે. આજે જો ગુજરાત આગળ વધ્યું છે તો તેની મહેનતના કારણે વધ્યું છે. તે પોતાના વિચારોથી આગળ વધ્યું છે. અમારી પોલીસીથી અને વડાપ્રધાન મોદી અને ગુજરાતના લોકોની રાત દિવસની મહેનતથી આ ગુજરાત આગળ વધ્યું છે.

આ પણ વાંચો - Junagadh : દેવ દિવાળી થી ગિરનારની પરિક્રમાનો થશે પ્રારંભ, વહીવટી તંત્ર, સાધુ સંતો, સામાજીક સંસ્થાનો મહત્વનો ફાળો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.