ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SRH vs MI ની મેચમાં બોલરોની ખૂબ થઈ ધોલાઈ, IPL માં પહેલીવાર બન્યા 500થી વધુ Runs

Record Break Match : IPL 2024 ની 8 મી મેચ બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી. આ મેચ જે પણ ક્રિકેટ ફેન્સે (Cricket Fans) જોઇ નહીં હોય તે એકવાર મેચના આંકડા જોઇને કહેશે કે શું...
09:05 AM Mar 28, 2024 IST | Hardik Shah
More than 500 runs scored firts time in IPL

Record Break Match : IPL 2024 ની 8 મી મેચ બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી. આ મેચ જે પણ ક્રિકેટ ફેન્સે (Cricket Fans) જોઇ નહીં હોય તે એકવાર મેચના આંકડા જોઇને કહેશે કે શું આ T20 ટૂર્નામેન્ટની મેચ હતી કે કોઇ વનડે મેચ (One Day Match) ની ? જીહા, મેચમાં બંને ટીમના બેટ્સમેનોએ એટલા રન બનાવ્યા કે આ મેચ રેકોર્ડ્સ (Records) થી ભરપૂર બની ગઇ છે. આ હાઈ સ્કોરિંગ મેચ (High Scoring Match) માં SRH એ MI ને 31 રનથી હરાવ્યું હતું. SRH એ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (Rajiv Gandhi International Stadium) માં 277/3નો ઐતિહાસિક સ્કોર (historic score) નોંધાવ્યો હતો. IPL ઈતિહાસ (IPL History) નો આ સૌથી મોટો સ્કોર છે. આ સિવાય IPL ની એક મેચમાં સૌથી વધુ સિક્સ પણ આ જ મેચમાં ફટકારવામાં આવી હતી.

IPL ની એક જ મેચમાં 500 થી વધુ રનનો રેકોર્ડ

હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચમાં તે બધુ જ હતું જે એક મેચમાં ફેન્સ જોવા માંગતા હોય છે. જેમ કે સિક્સરનો વરસાદ, બોલરોની ધોલાઈ, હાઈ સ્કોરિંગ મેચ. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (Rajiv Gandhi International Stadium) માં ફેન્સને જોવાની ઇચ્છા હતી તેવું જ કઇંક તેમને જોવા મળ્યું હતું. બેટ્સમેન દરેક ઓવરમાં બોલરોની ધોલાઈ કરી રહ્યા હતા. પહેલા હૈદરાબાદના બેટ્સમેનોએ મુંબઈના બોલરોની ઘોલાઈ કરી અને તે પછી મુંબઈના બેટ્સમેનોએ હૈદરાબાદના બોલરોની ધોલાઈ કરી હતી. પહેલા બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે IPL ના ઇતિહાસનો સૌથી વધુ (277 રન) સ્કોર બનાવી દીધો હતો. તે પછી જ્યારે મુંબઈના બેટ્સમેનો મેદાનમાં આવ્યા ત્યારે તેમણે પણ બાઉન્ડ્રી અને સિક્સરનો વરસાદ કરતા હૈદરાબાદના બોલરોને ખૂબ ધોયા હતા. જણાવી દઇએ કે, 278 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ માત્ર 246 રન જ બનાવી શકી હતી. મુંબઈ તરફથી બેટિંગ કરતા તિલક વર્માએ સૌથી વધુ 64 રનની ઇનિંગ રમી હતી. બંને ટીમોએ આ મેચમાં 500 થી વધુ રન બનાવી એક નવો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

આ મેચમાં આવી ટૂર્નામેન્ટની સૌથી વધુ સિક્સર

IPL ની આ મેચમાં બંને ટીમોએ મળીને 500થી વધુ રન બનાવ્યા હતા. જોકે આ ઉપરાંત પણ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા હતા. આ મેચમાં બંને ટીમોએ મળીને 523 રન બનાવ્યા હતા. આ સિવાય આ મેચમાં જ IPL ઈતિહાસમાં સૌથી વધુ 38 સિક્સર ફટકારવામાં આવી હતી. IPL ની એક મેચમાં આ સૌથી વધુ સિક્સર છે. SRHના ખેલાડીઓએ 18 છક્કા ફટકાર્યા હતા જ્યારે મુંબઈના ખેલાડીઓએ 20 છક્કા ફટકાર્યા હતા. IPL મેચમાં સૌથી વધુ છક્કાનો અગાઉનો રેકોર્ડ 33નો હતો. જણાવી દઇએ કે, 17મી સિઝનની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ મળીને કુલ 38 સિક્સર ફટકારી હતી, જે IPL તેમજ T20 ફોર્મેટમાં એક મેચમાં સૌથી વધુ છે. અગાઉ, 2018 માં અફઘાનિસ્તાન પ્રીમિયર લીગમાં બલ્ખ લિજેન્ડ્સ અને કાબુલ જવાન્સ અને 2019 માં કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિઓટ્સ અને જમૈકા તલાવાહ વચ્ચે રમાયેલી મેચોમાં, 37-37 છક્કા જોવા મળ્યા હતા, જે સંયુક્ત રીતે T20 મેચમાં જોવા મળ્યા હતા પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદના બેટ્સમેનોની તોફાની બેટિંગ બાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે પણ ખૂબ જ વિસ્ફોટક બેટિંગ કરી હતી. ઈશાન કિશને 12 બોલમાં 26 રન, રોહિત શર્માએ 13 બોલમાં 34 રન, નમન ધીરે 14 બોલમાં 30 રન અને તિલક વર્માએ 34 બોલમાં 64 રન બનાવ્યા હતા. નીચલા ક્રમમાં ટિમ ડેવિડે પણ 22 બોલમાં 42 રન બનાવ્યા હતા પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યા ન હોતા.

આ પણ વાંચો - SRH vs MI : હાર્દિકનો છૂટ્યો પરસેવો, મેચમાં રોહિતને સંભાળવી પડી ટીમની કમાન

આ પણ વાંચો - SRH Vs MI : હૈદરાબાદની શાનદાર જીત, મુંબઇને 31 રને હરાવ્યું

આ પણ વાંચો - SRH vs Mi : IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર,આ ટીમનો તોડ્યો રેકોર્ડ

Tags :
Cricket NewsHardik PandyaHeinrich KlaasenIndian Premier LeagueIPLIPL 2024IPL 7th MatchIPL MatchIPL match previewMI vs SRHMI Vs SRH MatchMost Runs in an IPL MatchMumbai IndiansMumbai Indians vs Sunrisers HyderabadPat-Cumminsrohit sharmaRohit Sharma And Hardik Pandya Viral VideoSRH Vs MISRH Vs MI MatchSunrisers HyderabadSunrisers Hyderabad vs Mumbai IndiansTilak Varma Most Sixes in an IPL Match
Next Article