IPL 2024 Schdule :IPL મેચોનું શિડ્યુઅલ જાહેર, જાણો કોણ કોની સામે ક્યારે ટકરાશે?
IPL 2024 Schdule : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નું શેડ્યૂલ (IPL 2024 Schdule) આવી ગયું છે. આ જાહેરાત આજે (22 ફેબ્રુઆરી) કરવામાં આવી હતી. આઈપીએલના શિડ્યુલની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે ત્યારે IPLમાં પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhon)ની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને વિરાટ કોહલીની (Virat Kohli)રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રથમ 21 મેચો (22 માર્ચથી 7 એપ્રિલ સુધી)નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
ભારતમાં થશે ટૂર્નામેન્ટનું આયોજન
IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું છે કે સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ આયોજિત કરવામાં આવશે. ફક્ત 2009 માં જ IPL સંપૂર્ણ રીતે વિદેશ (દક્ષિણ આફ્રિકા) માં રમાઈ હતી, જ્યારે 2014 માં, સામાન્ય ચૂંટણીઓને કારણે, કેટલીક મેચ યુએઈમાં રમાઈ હતી. જો કે, 2019માં સામાન્ય ચૂંટણીઓ હોવા છતાં આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાઈ હતી. આઈપીએલ સમાપ્ત થયાના થોડા દિવસો બાદ જ T20 વર્લ્ડ કપ શરૂ થશે તે જોતાં, 26 મેના રોજ ફાઈનલ યોજાય તેવી શક્યતા છે.
IPL 2024 SCHEDULE...!!!! #IPLonStar pic.twitter.com/QwWDkuhOko
— Johns. (@CricCrazyJohns) February 22, 2024
GT હોમ ગ્રાઉન્ડમાં રમશે પ્રથમ મેચ
ગુજરાત ટાઇટન્સ તેની પ્રથમ બે મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ અમદાવાદમાં રમશે જ્યારે ત્રીજી મેચ વાઇઝેગમાં રમશે. દિલ્હી કેપિટલ્સ તેની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં રમશે. વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ દિલ્હીમાં રમાશે, તે પછી તરત જ આઈપીએલ માટે મેદાન તૈયાર કરવામાં સમય લાગશે. આ કારણોસર દિલ્હીની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં યોજાશે. દેશમાં આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને કારણે IPLનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. હવે 15 દિવસનો કાર્યક્રમ બહાર આવ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે.
22 માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ
ધૂમલે જણાવ્યું કે ટૂર્નામેન્ટ 22 માર્ચથી ચેન્નાઈમાં શરૂ થશે. જો કે, તેણે એ પણ માહિતી આપી હતી કે પ્રથમ 15 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે, જે મુજબ બાકીની ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. અહેવાલો અનુસાર, લોકસભાની ચૂંટણી બાદ સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે.
આ ચાર દિવસમાં ડબલ હેડર મુકાબલા યોજાશે
- 23 માર્ચ- પંજાબ કિંગ્સ vs દિલ્હી કેપિટલ્સ
- 23 માર્ચ- કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ
- 24 માર્ચ- રાજસ્થાન રોયલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ
- 24 માર્ચ- ગુજરાત ટાઈટન્સ vs મુંબઈ ઈન્ડિયન્સ
- 31 માર્ચ- ગુજરાત ટાઈટન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ
- 31 માર્ચ- દિલ્હી કેપિટલ્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ
- 7 એપ્રિલ- મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ
- 7 એપ્રિલ- લખનૌ સુપર જાયન્ટ્સ vs ગુજરાત ટાઈટન્સ
આ પણ વાંચો - ગુજરાત ટાઈટન્સને ઝટકો, મોહમ્મદ શમી IPL 2024 માંથી બહાર, જાણો શું છે કારણ