Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL2024 : RCB એ ટોસ જીતીને બેટિંગનો લીધો નિર્ણય,જુઓ પ્લેઈંગ ઈલેવન

IPL2024 :IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB vs CSK )આમને-સામને છે. આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી રહી છે. ચેન્નાઈની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં નહીં પરંતુ રૂતુરાજ ગાયકવાડના...
ipl2024   rcb એ ટોસ જીતીને બેટિંગનો લીધો નિર્ણય જુઓ પ્લેઈંગ ઈલેવન
Advertisement

IPL2024 :IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB vs CSK )આમને-સામને છે. આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી રહી છે. ચેન્નાઈની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં નહીં પરંતુ રૂતુરાજ ગાયકવાડના હાથમાં છે. બીજી તરફ RCB નવા નામ સાથે મેદાનમાં ઉતરી છે. પ્રથમ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બંને ટીમ આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવા માંગશે. RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

RCBની ઇનિંગ શરૂ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી ઓપનિંગ કરવા માટે ફાફ ડુપ્લેસિસ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી દીપક ચહરે પ્રથમ ઓવર નાખી ઇનિંગની શરૂઆત કરી. રૂતુરાજ ગાયકવાડની આગેવાનીમાં ચેન્નાઇ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ મેચ રમી રહી છે. બેંગલોર ચેપોકમાં જીત નોંધાવી નવી સિઝનની નવા અંદાજમાં શરૂઆત કરવા માંગશે.

Advertisement

હેડ ટુ હેડ રેકોર્ડ

IPLમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 31 મેચ રમાઈ છે. તેમાંથી ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ 20 વખત જીત મેળવી છે, જ્યારે બેંગલુરુ માત્ર 10 વખત જ સફળ રહી છે. એક મેચ એવી પણ હતી જેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. જો આપણે છેલ્લી 5 મેચોની વાત કરીએ તો અહીં પણ ચેન્નાઈ 4 વખત જીત્યું છે.

પિચ રિપોર્ટ

ચિદમ્બરમ સ્ટેડિયમમાં સીધી બાઉન્ડ્રી મોટી છે, તે 80 મીટર છે,સ્કવેરની બાઉન્ડ્રી 65 અને 66 મીટર છે, બેટ્સમેનોને આનો ફાયદો મળશે, પીચ પર બાઉન્સ જોવા મળશે, આ સિવાય ઝાકળ પણ મહત્વપૂર્ણ રહેશે, પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે.

બન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન

CSK: રુતુરાજ ગાયકવાડ(c), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની(wk), દીપક ચહર, મહેશ થિક્ષાના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે

સબસ્ટિટ્યુટ: શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, શેખ રાશિદ, નિશાંત સિંધુ, મોઈન અલી

RCB: ફાફ ડુપ્લેસિસ (c), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત (wk), કર્ણ શર્મા, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ.

સબસ્ટિટ્યુટ: યશ દયાલ, આકાશ દીપ, સુયસ પ્રભુદેસાઈ, સ્વપ્નિલ સિંઘ, વયસ્ક વિજયકુમાર

આ  પણ વાંચો - IPL 2024 : IPLની ઓપનિંગ સેરેમની યોજાઇ, AR Rahma ના પરફોર્મન્સથી સ્ટેડિયમ ગુંજવ્યુ

આ  પણ વાંચો - IPL 2024 Opening Ceremony LIVE Updates: IPL 2024ની ઓપનિંગ સેરેમની શરૂ થઈ, અક્ષય કુમારે મચાવી ધમાલ

આ  પણ વાંચો - IPL 2024 : IPLની ઓપનિંગ સેરેમની યોજાઇ, AR Rahma ના પરફોર્મન્સથી સ્ટેડિયમ ગુંજવ્યુ

Tags :
Advertisement

.

×