Heinrich Klaasen ભીડ વચ્ચે થયો લાલઘૂમ, સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ
IPL નો ક્રેજ ભારતમાં ચરમસીમાએ પહોંચ્યો છે. તેમાં પણ SRH ની ટીમનો દેખાવ આ વર્ષે ખૂબ જ ઉત્કૃષ્ટ હોવાના કારણે તે ટીમ અને તેમના પ્લેયર્સ અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. SRH ની ટીમ હાલ 10 મેચમાં 6 મેચમાં વિજય મેળવીને 4 થા ક્રમાંકે છે. SRH ની આ સફળતા પાછળ આફ્રિકાના ધાકડ બૅટ્સમેન Heinrich Klaasen નું ખૂબ જ મોટું યોગદાન છે. અહી નોંધનીય છે તેમના આ દેખાવના કારણે તેમની લોકપ્રિયતામાં ખૂબ જ વધારે થયો છે. પરંતુ આ લોકપ્રિયતાના કારણે Heinrich Klaasen ને કેટલીક મુશ્કેલી પણ આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..
Heinrich Klaasen નો વિડીયો થયો વાયરલ
Absolute madness! Poor Klaassen getting harassed by the crowd... But how did SRH management allow such a huge number of fans without any safety precautions? pic.twitter.com/B5pECptXDz
— Vipin Tiwari (@Vipintiwari952_) May 4, 2024
સમગ્ર બાબત એમ છે કે, હાલમાં Heinrich Klaasen હૈદરાબાદના એક મોલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેની સાથે ટીમનો અન્ય એક ખેલાડી જયદેવ ઉનડકટ પણ સામેલ હતો. આ દરમિયાન મોલમાં ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડ એટલી વધારે હતી કે Heinrich Klaasen ને તેનાથી ઘેરાવો લાગવા લાગ્યો હતો. પોતાને આટલી ભીડથી ઘેરાયેલો જોઈને, હેનરિક થોડો ઉશ્કેરાયેલો દેખાયો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ પણ થઈ રહ્યો છે.
SRH ટીમની કાયાપલટ પાછળ મોટું યોગદાન
SRH ટીમની આ કાયાપલટ પાછળ હેડ, કમિન્સ, અભિષેક શર્મા અને હેનરિકનો ઘણો મોટો ફાળો રહ્યો છે. Heinrich Klaasen ના આ વર્ષના શાનદાર દેખાવની વાત કરીએ તો અત્યાર સુધીની સિઝનમાં તેણે 10 મેચમાં 189ના સ્ટ્રાઈક રેટથી 337 રન બનાવ્યા છે. હેનરીકએ આ વર્ષ દરમિયાન જોરદાર બેટિંગ કરતાં 46 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા છે. ક્લાસને ત્રણ અડધી સદી પણ ફટકારી છે અને તે પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે છે. સનરાઇઝર્સ તરફથી સિઝનમાં માત્ર ટ્રેવિસ હેડ (396)એ વધુ રન બનાવ્યા છે.
આ પણ વાંચો : RCB vs GT : ગુજરાત સામે બેંગલુરુનું તોફાન, RCB એ 4 વિકેટે મેળવી જીત