પ્રેગનેંટ ક્લાર્કને અધિકારીએ રજા ન આપી, ગર્ભમાં જ થયું બાળકનું મોત
- CDPO દ્વારા મહિલા ક્લાર્કને રજા ન આપવામાં આવી
- મહિલાને પ્રસવ પીડા થવા છતા પણ અધિકારીની ક્રૂરતા
- સારવાર નહી મળતા મહિલાના ગર્ભમાં જ બાળકનું મોત
નવી દિલ્હી : ઓરિસ્સાના ડેરેબિસ બ્લોકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ક્લાર્કની નોકરી કરતી એક ક્લાર્ક મહિલા બર્શા પ્રિયદર્શિનીના બાળકનું ગર્ભમાં જ મોત થઇ ગયું. આરોપ છે કે, બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) સ્નેહલતા સાહુએ પ્રસવ પીડા થઇ રહી હોવા છતા મહિલાને ઓફીસમાંથી રજા નહોતી આપી. કોઇ મેડિકલ હેલ્પ પણ પુરી પાડી નહોતી. જેના કારણે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પ્રવાતી પારીદાએ CDPO ને સસ્પેન્ડ કરી દીધા છે.
આ પણ વાંચો : Maruti eVX પર આધારિત હશે કંપનીની નવી ઇલેક્ટ્રોનિક કાર! જણો ક્યારે થશે લોન્ચ?
ઓરિસ્સામાં બની શરમજનક ઘટના
ઓરિસ્સાના ડેરેબિસ બ્લોકમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહિં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી મહિલાના 7 મહિનાના ગર્ભસ્થ શિશુનું મોત નિપજ્યું હતું. આરોપ છે કે, બાલ વિકાસ યોજના અધિકારી(CDPO) સ્નેહલતા સાહુએ તે મહિલાનું ઉત્પીડન કર્યું. ક્લાર્કની પ્રસવ પીડા થઇ રહી હોવા છતા પણ રજા આપી નહોતી. આ ઉપરાંત કોઇ મેડિકલ હેલ્પ પણ અપાવી નહોતી. આ ઘટના બાદ આક્રોશનો માહોલ છે. આ મામલે તત્કાલ કાર્યવાહીની માંગ થઇ રહી છે.
આ પણ વાંચો : West Bengal : વધુ એક શરમજનક ઘટના, ડૉક્ટરે પેશન્ટને બેભાન કરી આચર્યું દુષ્કર્મ
પીડિત મહિલા કલાર્કે લગાવ્યા ગંભીર આક્ષેપ
પીડિત મહિલા ક્લાર્ક વર્ષા પ્રિયદર્શિનીએ કહ્યું કે, આ માનસિક પ્રતાડન છેલ્લા અનેક વર્ષોથી તે સહી રહી છે. જેના કારણે તેના બાળકનું મોત નિપજ્યું છે. આ માનસિક ટોર્ચરની અસર બાળક પર પણ પડી હતી. સીડીપીઓ મેડમે મને ખુબ જ પરેશાન કરી. હું પ્રેગનેન્ટ હોવા છતા પણ તે સતત મને માનસિક પરેશાન કરતી રહી. મારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તેમ છતા પણ હું કામ કરતી રહી.
આ પણ વાંચો : Google India ના QR કોડની રંગોળી વાયરલ,જુઓ Viral Video
3 વર્ષથી માનસિક ઉત્પીડનનો શિકાર હતી મહિલા
વર્ષા પ્રિયદર્શીનીએ કહ્યું કે, તે છેલ્લા 3 વર્ષથી આ ત્રાસ સહન કરી રહી છે. પ્રેગનેન્સી દરમિયાન ઉત્પીડન સતત વધતું ગયું. પ્રસવ પીડા છતા સીડીપીઓ સ્નેહલતા સાહુએ ઓફીસમાંથી જવાની પરવાનગી આપી નહોતી. કોઇ પ્રકારની મેડિકલ હેલ્પ પણ બોલાવી નહોતી.
પીડિતાએ કહ્યું કે, મારી તકલીફ ને ન માત્ર નજર અંદાજ કરવામાં આવી, પરંતુ જ્યારે આ અંગે તેમની સાથે વાત કરી તો તેમણે મારી સાથે ગેરવર્તણુંક કરી. ત્યાર બાદ મે પરિવારને જાણ કરી. પ્રાઇવેટ હોસ્પિટલ તેઓ મને લઇને પહોંચ્યા જો કે ત્યાં સુધી ઘણુ મોડુ થઇ ગયું હતું. પેટમાં રહેલા બાળકનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો : દિવાળીના દિવસે આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજન, ઘરમાં ધનનો વરસાદ થશે
સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
આ મામલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં વર્ષા પોતાના પરિવાર સાથે કાર્યાલયમાં સીડીપીઓ સાથે બોલાચાલી કરતી જોઇ શકાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઘટના માધ્યમોમાં આવી હતી.
ડેપ્યુટી સીએમએ કરી કાર્યવાહી, સીડીપીઓને પદ પરથી હટાવી
આ મામલો માધ્યમોમાં આવ્યા બાદ ડેપ્યુટી સીએમ પ્રવતી પરિદાએ તુરંત કાર્યવાહી કરતા સીડીપીઓ સ્નેહલતા સાહુને સસ્પેન્ડ કરી દીધી હતી. કલેક્ટરને સમગ્ર ઘટનાની તપાસ માટેનો આદેશ આપ્યો હતો. કલેક્ટરનો દાવો છે કે, તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.
બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અનિરુદ્ધ બેહેરાએ પણ તપાસનેઉચ્ચ અધિકારીઓ પાસે મોકલવાની વાત કહી છે. બર્શાએ આ ઘટના અંગે કલેક્ટર અને પોલીસ અધીક્ષકને ફરિયાદ કરી છે. આરોપી મહિલા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચો : દિવાળીના દિવસે આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજન, ઘરમાં ધનનો વરસાદ થશે