Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વ્યાજખોરોના ત્રાસે વધુ એકનો જીવ લીધો, બોટાદમાં એક યુવકને જીવન ટૂંકાવ્યું

યુવાને આર્થિક સંકળામણને કારણે મોતને વહાલું કર્યું બોટાદ પોલીસ સ્ટેશન ખાતે એડી ફરીયાદ દાખલ કરવામાં આવી વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ Botad: ગુજરાતમાં અત્યારે વ્યાજ ખોરોનો ત્રાસ સતત વધી ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો...
વ્યાજખોરોના ત્રાસે વધુ એકનો જીવ લીધો  બોટાદમાં એક યુવકને જીવન ટૂંકાવ્યું
  1. યુવાને આર્થિક સંકળામણને કારણે મોતને વહાલું કર્યું
  2. બોટાદ પોલીસ સ્ટેશન ખાતે એડી ફરીયાદ દાખલ કરવામાં આવી
  3. વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ

Botad: ગુજરાતમાં અત્યારે વ્યાજ ખોરોનો ત્રાસ સતત વધી ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકો અત્યારે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યા છે. બોટાદ (Botad)ના અળવ રોડપર આવેલ સાઈનાથ નગર પાસે રહેતા યુવાને આર્થિક સંકળામણને કારણે મોતને વહાલું કર્યું હોવાનું સામે આવ્યું છે. બોટાદ પોલીસ સ્ટેશન (Botad Police Station) ખાતે એડી ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ભગીરથભાઈ ગંગારામ શેખ ઉમર વર્ષ 25 એ હીરાનું કારખાનું ચલાવતા તે બંધ થતાં આર્થિક તંગીનાં કારણે ઝેરી દવા ગટગટાવી હોવાનો એડી ફરિયાદમાં ઉલ્લેખ થયો છે.

Advertisement

આ પણ વાંચો: ઘૂંટણસમા પાણી વચ્ચે રહેવા માટે લોકો બન્યા મજબૂર, ગટરના પાણી છેક ઘર સુધી આવ્યા

દીકરાના મોતના કારણે પરિવારમાં ભારે શોકનો માહોલ

નોંધનીય છે કે, મૃતકે ઊંચા વ્યાજના સકંજામાં સપડાયને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. આ સાથે સાથે દીકરાના મોતના કારણે પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતક યુવક પાસે વ્યાજખોરો 30 ટકા જેટલું ઉંચુ વ્યાજ વસુલાતા હોવાના મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે. નોંધનીય છે કે, બોટાદ પોલીસ (Botad Police)એ આર્થિક સંકડામણમાં આપઘાત કર્યો હોવાની એડી દાખલ કરી તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: દહેજમાં ગટરની કુંડીમાં ત્રણના મોત થયા, પરંતુ તંત્રએ હજુ નથી આપ્યા સેફટીના સાધનો

વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસ તપાસ બાદ યુવાને કરેલ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવશે. અત્યારે તો માત્ર આક્ષેપો થઈ રહ્યા છે કે, તેણે વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી લીધી છે. દિન પ્રતિદિન બેફામ બનતા વ્યાજ વ્યાજખોરો પર લગામ ક્યારે લાગશે? અત્યારે આવા તો અનેક સવાલો થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજ્યમાં અત્યારે આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં વ્યાજખોરોના ત્રાસના કારણે લોકો આત્મહત્યા કરતા હોય છે.

Advertisement

આ પણ વાંચો: ભારતના રાષ્ટ્રધ્વજની તિંરંગા યાત્રા, 1905 થી લઈ આજ સુધી થયા છે અનેક ફેરફાર

Tags :
Advertisement

.