Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતની એક શાળામાં શિક્ષિકાએ બાળકીને એક પછી એક 35 ધબ્બા માર્યા, જુઓ Video

સુરતની એક શાળામાંથી બાળકીને ઢોર માર માર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા એક શિક્ષિકાએ જુનિયર કેજીની એક વિદ્યાર્થીનીને એક પછી એક 35 વખત ધબ્બા માર્યા હતા. શાળામાં ગુરુ તરીકે શિક્ષકનું કામ તેમના શિષ્યોને જ્ઞાન આપવાનું છે. પણ અહીં...
સુરતની એક શાળામાં શિક્ષિકાએ બાળકીને એક પછી એક 35 ધબ્બા માર્યા  જુઓ video

સુરતની એક શાળામાંથી બાળકીને ઢોર માર માર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા એક શિક્ષિકાએ જુનિયર કેજીની એક વિદ્યાર્થીનીને એક પછી એક 35 વખત ધબ્બા માર્યા હતા. શાળામાં ગુરુ તરીકે શિક્ષકનું કામ તેમના શિષ્યોને જ્ઞાન આપવાનું છે. પણ અહીં જ્ઞાન આપવાની જે રીત અપનાવવામાં આવી છે તે તમને હેરાન કરી દેશે. સાડા ત્રણ વર્ષની બાળકીને માર મારવાની આ ઘટનાથી વિવાદ સર્જાયો છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે.

Advertisement

શિક્ષિકાએ માસૂમ બાળકીને એક પછી એક 35 ધબ્બા માર્યા

સુરતમાંથી શિક્ષિકાની ક્રૂરતાનો ઘૃણાસ્પદ ચહેરો સામે આવ્યો છે. જુનિયર કેજીમાં અભ્યાસ કરતી 4 વર્ષની બાળકીને વર્ગમાં શિક્ષકે પીઠ પર 35 વાર અને ગાલ પર 2 વાર થપ્પડ માર્યા હતા. બાળકીને માર મારવાની ઘટના ક્લાસ રૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી, જે પછી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. જણાવી દઇએ કે, માતા-પિતા દ્વારા બાળકીને પૂછતા બાળકીએ કહ્યુ હતુ કે, ટીચરે માર્યુ છે. આ શરમજનક ઘટના શાળાના CCTV માં પણ કેદ થઇ ગઇ છે. જેમાં શિક્ષિકા વિદ્યાર્થિનીને મારતી હોય તેવું દેખાઇ રહ્યુ છે.  હવે આ મામલે બાળકીના વાલીએ શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. બાળકી પર આ પ્રકારની ક્રૂરતાનો વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક જિલ્લા શિક્ષણાધિકારીને શાળામાં મોકલીને આ મામલે તપાસ શરૂ કરી છે. શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Advertisement

ગુરુ સમાન શિક્ષિકાએ કર્યું હેવાન જેવું કૃત્ય

ગુરુને આપણા દેશમાં દેવતુલ્ય ગણવામાં આવે છે પણ સુરતના કાપોદ્રામાં કારગીલ ચોક વિસ્તારમાં આવેલી સાધના નિકેતન શાળાના એક શિક્ષિકાએ હેવાન જેવું કૃત્ય કર્યું છે. જીહા, બાળકોને લોકો શાળામાં ભણવા, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મોકલતા હોય છે, ત્યારે જો તેમને પોતાનું બાળક વીડિયોમાં બતાવ્યા પ્રમાણે માર ખાતું જોવા મળે ત્યારે તેમનો શાળા અને ખાસ કરીને શિક્ષણ આપતા ગુરુ સમાન શિક્ષક/શિક્ષિકા પરથી ભરોસો જતો રહે છે. મળતી માહિતી અનુસાર, બાળકીના શરીર પરથી માર મારવાના નિશાન મળી આવતા માતા-પિતામાં રોષ છે. સમગ્ર મામલે માતા પિતા પોલીસનો સંપર્ક કરી નિર્દય શિક્ષક સામે કડક પગલાં ભરવા રજુઆત કરી છે.

Advertisement

આ પણ વાંચો - ભારત-પાકિસ્તાનની ડુપ્લીકેટ ટિકિટ સાથે ક્રાઈમ બ્રાન્ચે કરી 4 આરોપીઓની ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.