Surat : BRTS બસના કંડક્ટરને ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારતા મુસાફરનો Video વાઇરલ, MLA કહી આ વાત
સુરતમાં (Surat) BRTS બસના (BRTS bus) વાઇરલ વીડિયોમાં એક મુસાફર બસના કંડક્ટરનો કોલર પકડી ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારતો નજરે પડે છે. મુસાફરે કંડક્ટરને પિતાનો નંબર અને ફોટો પણ બતાવ્યો હતો. પિતાના ફોટોમાં કોર્પોરેટર અને પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ (Paresh Patel) હતા. જો કે, આ ઘટનાથી પરેશ પટેલ ખુદ અજાણ હોય તેવું જણાવ્યું છે.
"મારો બાપ તને બતાવ્યો કે નય બતાવ્યો", સુરતના BJP નેતાના પુત્રની દાદાગીરી #Surat #mla #corporater #politics #busconductor #pareshsojitra #gfcard #gujaratfirst pic.twitter.com/caDIKCOqng
— Gujarat First (@GujaratFirst) June 27, 2024
પોતાના પિતા ધારાસભ્ય છે તેઓ મુસાફરે દમ માર્યો
સુરત BRTS બસનો (Surat BRTS bus) એક વીડિયો હાલ ખૂબ જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક મુસાફર બસ કંડક્ટર સાથે માથાકૂટ કરતા નજરે પડે છે. દરમિયાન, મુસાફરે કંડક્ટરનો કોલર પડકીને પોતે ધારાસભ્ય પરેશ પટેલનો (Paresh Patel) પુત્ર હોવાનો દમ માર્યો હતો. સાથે જ કંડક્ટરને પિતાનો નંબર અને ફોટો પણ બતાવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે પરેશ પટેલનો ફોટો કંડક્ટરને બતાવી પોતાના પિતા ધારાસભ્ય છે તેઓ મુસાફરે દમ માર્યો હતો.
SMC ને કાર્યવાહી કરવા જાણ કરાઈ
જો કે, આ ઘટનાનો વીડિયો સામે આવતા પરશે પટેલ પોતે આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ વીડિયોની સાથે મારે કોઈ લેવાદેવા નથી. આ સાથે વાઇરલ વીડિયોમાં (Viral Video) દેખાતા યુવક પર કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (SMC) જાણ કરી છે. ખોટી રીતે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ દાખવી કંડક્ટર સાથે જીભજોડી કરનારા યુવકની શોધખોળ કરાઈ રહી છે.
આ પણ વાંચો - શું આ રીતે ભણશે GUJARAT? શાળા પ્રવેશોત્સવ વચ્ચે શિક્ષણની કડવી વાસ્તવિકતા!
આ પણ વાંચો - વલસાડ અને ગીર બાદ હવે વડોદરાની કેસર કેરી છવાશે, જાણો શું છે ખાસ
આ પણ વાંચો - Ahmedabad: ફાયર સેફ્ટીના દાવાઓ વચ્ચે ગંભીર ઘટના, નારોલની એક સ્કૂલમાં લાગી આગ