Surat : સહારા દરવાજા વિસ્તારમાં રેલ્વે ગરનાળા પાસે BRTS બસ વરસાદના પાણીમાં ફસાઈ
સુરત શહેરના (Surat City) લોકોની સુખાકારી અને સુવિધા માટે BRTS બસ શરૂ કરાઈ હતી પરંતુ બીઆરટીએસ બસ પાણીમાં ફસાતા લોકોએ ભારે હેરાન થવાનો વારો આવ્યો હતો બીજી તરફ બસ પાણીમાં ફસાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તો સુરત મહાનગર પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા હતા.
મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
આજે સવારે સુરતમાં સતત 20 મિનિટ સુધી વરસાદી માહોલ જામ્યો હતો,જેના કારણે સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેમનો એક વિસ્તાર સુરત નો સહારા દરવાજા વિસ્તાર છે જ્યાં આવેલા ગરનાળા પાસે કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા,તો પાણીના ભરાવા ના કારણે BRTS બસ ફસાઇ હતી, બસ ફસાતા બંધ પડી હતી જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.
પ્રીમોન્સૂન કામગીરીના દાવા પોકળ
સુરત શહેરમાં આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી સાથે ચોક,પર્વત ગામ અને લિંબાયત સહિત ના ઝોન વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા,જેમાં લિંબાયત ઝોન ના સહારા દરવાજા વિસ્તારમાં આવેલા રલેવે ગરનાળા પાસે કમર સુધીના પાણી ભરાઈ જતાં વાહનો બગડવાના શરૂ થયા હતા,કલાકો સુધી આ સ્થિતિ રહેવા છતાં તંત્રના પેટનું પાણી શુદ્ધ ન હલ્યું હતું, આજ પાણીમાં એક બીઆરટીએસ બસ ફસાઈ જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. કમર સુધીના પાણીમાં બસ ફસાતા હવે એવું લાગે છે કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોનસુનની કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.
લોકોનો આંક્રોશ, તંત્રએ હાથ ઉંચા કર્યાં
સુરતમાં પડેલા ધોધમાર વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સુનની કામગીરીની પોલ ખોલી હતી, એક બાજુ વરસાદને કારણે પડેલા ખાડા, ઉબડખાબડ રસ્તાઓ અને તેટલું જ નહીં પાણી ભરાતા બગડતા અને ફસાતા વાહનો આ તમામને લઈને શહેરીજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો,પાલિકામાં ફરિયાદોનો મારો ચાલ્યો હતો, છતાં લોકોની પડી ના હોય તેમ સુરત પાલીકાના અધિકારીઓએ પ્રિ-મોન્સુન ની કામગીરી કરી છે એમ કહી હાથ ઊંચા કરી દીધા હતા.
લોકોને ભારે હાલાકી
બીજી બાજુ માત્ર 20 મિનિટ ના વરસાદે ઠેર ઠેર નદી જેવો માહોલ બનાવ્યો હતો,અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ભારે હાલાકી વેઠવા નો દુકાનદારો એ વારો આવ્યો હતો, સુરતના ચોક બજાર વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરીને કારણે વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો જેના કારણે ખુલ્લા નદી નાળાને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો તો ક્યાંક વાહનો પણ બગડતા લોકો પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા હતા, તો સાથે જ સુરતના પર્વત પાટિયા ખાતે પણ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા પાણી ભરાવાને કારણે રસ્તો બંધ થઈ ગયો હોય એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
અહેવાલ : રાબિયા સાલેહ, સુરત
આ પણ વાંચો : GONDAL સાંઢિયા પૂલ પાસે મહિલાઓ દ્વારા ચક્કાજામ, મુખ્ય માર્ગો પર લાગી વાહનોની લાંબી કતાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.