આટકોટમાં Love Jihad, સરફરાજે સગીરા પર કર્યું દુષ્કર્મ
- રાજકોટના જસદણમાં લવજેહાદનો ચકચારી કેસ
- આટકોટમાં વિધર્મી યુવકે સગીરાને બનાવી શિકાર
- વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ
- આટકોટમાં સરફરાજ ભટ્ટી સામે નોંધાયો ગુનો
- સગીરાને બ્લેકમેલ પણ કરતો હતો વિધર્મી યુવક
- બંને સોશિયલ મીડિયા થકી આવ્યા હતા સંપર્કમાં
Love Jihad : રાજકોટના જસદણના આટકોટમાં લવજેહાદ (Love Jihad)નો ચકચારી કેસ સામે આવ્યો છે જેમાં સોશિયલ મીડિયા દ્વારા 16 વર્ષની સગીરાને 21 વર્ષના વિધર્મી યુવક સરફરાજ ભટ્ટીએ ફસાવીને દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ તે સગીરાને બ્લેકમેઇલ પણ કરતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આટકોટ પોલીસે આ મામલે વિધર્મી યુવક સરફરાજ ભટ્ટી સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સરફરાજ ભટ્ટીએ સગીરાને શિકાર બનાવી
આટકોટમાં વિધર્મી યુવક સરફરાજ ભટ્ટીએ સગીરાને શિકાર બનાવી છે. રાજ્યમાં અવારનવાર વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને ફસાવવાના કિસ્સાઓ બહાર આવતા રહે છે ત્યારે જસદણના આટકોટમાં પણ આ જ પ્રકારનો લવજેહાદનો કિસ્સો બહાર આવતા સનસનાટી સર્જાઇ ગઇ છે.
આ પણ વાંચો---Banaskantha : ઘરે જતી બે બહેનો પાસે નરાધમો આવ્યા, એકનું અપહરણ કરી કારમાં દુષ્કર્મ આચર્યું અને પછી..!
જાળમાં ફસાવીને તેને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું
મળેલી માહિતી મુજબ વિધર્મી યુવક સરફરાજ ભટ્ટીએ 16 વર્ષની સગીરાનો સોશિયલ મીડિયા સાથે સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેને પોતાની જાળમાં ફસાવીને તેને લગ્નની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
સગીરાને ત્યારબાદ બ્લેકમેઇલ કરી
Rajkot ના Jasdan માં love Jihad નો ચકચારી Case | Gujarat First@CP_RajkotCity @GujaratPolice #LoveJihadCase #CrimeAgainstWomen #JusticeForVictim #SocialMediaAbuse #LawAndOrder #MinorSafety #CrimeAwareness #gujaratfirst pic.twitter.com/axqDAwWS8s
— Gujarat First (@GujaratFirst) December 3, 2024
સરફરાજ ભટ્ટીએ આ સગીરાને ત્યારબાદ બ્લેકમેઇલ કરવાની શરુઆત કરી હતી. આખરે સગીરાએ જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં સરફરાજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આટકોટ પોલીસે સરફાજ ભટ્ટી સામે ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ શરુ કરી છે.
આ પણ વાંચો---Dipika Patel Suicide : કોર્પોરેટર ચિરાગ સોલંકીની કલાકો સુધી પૂછપરછ, ચોંકાવનારા ખુલાસા થવાની વકી