Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આટકોટ તથા ગોંડલ તાલુકામાં ઘરફોડ ચોરી કરનાર તસ્કર ત્રિપુટીને ઝડપી લેવાઇ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  આટકોટ તેમજ ગોંડલ તાલુકામાં ઘરફોડ ચોરીની ઘટનાઓને ધ્યાને લઈ એલસીબી પોલીસે બાતમીના આધારે બોટાદ ગોંડલ અને પાલીતાણા ના ત્રણ શખ્સોને તો પછી આગવી ડબે પૂછપરછ કરતા ચોરીના ગુના કબૂલ થવા પામ્યા હતા અને પોલીસે રૂ.૬,૩૫,૭૬૦/- ના...
આટકોટ તથા ગોંડલ તાલુકામાં ઘરફોડ ચોરી કરનાર તસ્કર ત્રિપુટીને ઝડપી લેવાઇ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Advertisement

આટકોટ તેમજ ગોંડલ તાલુકામાં ઘરફોડ ચોરીની ઘટનાઓને ધ્યાને લઈ એલસીબી પોલીસે બાતમીના આધારે બોટાદ ગોંડલ અને પાલીતાણા ના ત્રણ શખ્સોને તો પછી આગવી ડબે પૂછપરછ કરતા ચોરીના ગુના કબૂલ થવા પામ્યા હતા અને પોલીસે રૂ.૬,૩૫,૭૬૦/- ના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા સહિતનાઓ એ ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસ થી મળેલ માહિતી આધારે ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર અજય ઉર્ફે બોળીયો જેન્તી, ચંદુભાઇ પરમાર તથા ભરત કેશુભાઇ પરમારને દબોચી લીધા હતા. અને તેમની પાસેથી 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

ઉપરોક્ત શખ્સો ની આગવી ઢબે પુછપરછ કરતા આટકોટના પાંચવડા ગામે, તથા સાણથલી તેમજ ગોંડલ તાલુકા મોટી ખીલોરી ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાની કબુલાત કરી હતી.

Advertisement
Tags :
Advertisement

.