Amreli: મોડી રાત્રે તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પહોંચ્યા પાયલ ગોટીના ઘરે, પાયલે આખી વ્યથા ફરીથી વર્ણવી
- તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની સામે વર્ણવી વ્યથા
- પાયલ ગોડીએ ફરી એકવાર આખો ઘટના ક્રમ અને વ્યથા વર્ણવી
- પૂર્વ કોંગ્રેસ નેતા પરેશા ધાનાણી સહિત અનેક લોકો પણ હાજર રહ્યા
Amreli: પાયલ ગોટીને લઈને અત્યારે ખુબ જ ચર્ચાઓ થઈ રહીં છે. જજ સામે કરેલી વાત, મીડિયા સમક્ષ આપેલું નિવેદન, પોલીસ પર માર માર્યાનો આક્ષેપ, તપાસ માટે SIT ની ટીમની રચના, મેડિકલ તપાસ માટે લઈ જવી, પરેશ ધાનાણીએ SIT ની ટીમને રોકી અને પોલીસે મેડિકલ તપાસ માટે ઘરે આવી પણ પાયલ ગોટીએ મેડિકલની ના પાડી, આવા અનેક મુદ્દાઓ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યાં છે. આ દરમિયાન હવે તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પાયલ ગોટીના નિવાસસ્થાને પહોચ્યા અને પાયલ ગોડીએ આખો ઘટના ક્રમ અને વ્યથા વર્ણવી છે.
View this post on Instagram
આ પણ વાંચો: Amreli: મહિલા મેડિકલ ટીમ ઘરે આવી છતાં પાયલ ગોટીએ મેડિકલની ના પાડી, આ મામલે SITની ટીમે શું કહ્યું?
આખરે હકીકતમાં શું થયું હતું, શબ્દશઃ વર્ણવ્યું વર્ણવ્યું
નોંધનીય છે કે, પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીની હાજરીમાં પાયલ ગોટીએ આખી વ્યથા ફરીથી તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની સામે વર્ણવી હતી. અમરેલી મામલતદાર સમક્ષ પાયલ ગોટીએ પોલીસે કરેલા કાર્યની વ્યથાઓ જણાવી હતી. આખરે હકીકતમાં શું થયું હતું તે શબ્દશઃ પાયલે તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સામે વર્ણવ્યું હતું. નોંધનીય છે કે, મોડી રાત્રે તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પાયલ ગોટીના ઘરે પહોંય્યાં અને પાયલની વાત સાંભળી હતી. આ દરમિયાન પૂર્વ કોંગ્રેસ નેતા પરેશા ધાનાણી સહિત અનેક લોકો પણ ત્યાં હાજર હતાં.
આ પણ વાંચો: Amreli: Gujarat First પર પાયલ ગોટીનો વધુ એક વીડિયો, Medical check-up કરવા માટે કરી રહી છે ઈનકાર
અર્પિતા નામની પોલીસ કર્મીએ માર માર્યો હતોઃ પાયલ ગોટી
પાયલ ગોટીએ તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સામે કહ્યું કે, સાયબર ના પી.આઇ.પરમારના કહેવાથી અર્પિતા નામની પોલીસ કર્મીએ માર માર્યો હતો. પાયલ ગોટીએ વધુમાં કહ્યું કે, મને જાહેરમાં ચલાવીને તપાસ કરી હતીં. પોલીસે કરેલી કામની વ્યથાઓ પણ તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ વર્ણવી હતી. ગુજરાત ફર્સ્ટે દીકરીની સાથે જ છે! આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જ જોઈએ. કારણે કે, પાટીદારની દીકરીએ ગુજરાતની દીકરી છે અને ગુજરાત ફર્સ્ટ પણ આ મામલે ન્યાય થયા અને સાચી હકીકત સામે આવે તેવું ઇચ્છે છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો