Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kashmir heatwave: કાશ્મીરમાં ગરમીનો કહેર યથાવત, 25 વર્ષનો તૂટ્યો રેકોર્ડ

Kashmir heatwave: Kashmir માં આ સમયે ભારે ગરમી પડી રહી છે. જેના કારણે રવિવારે Kashmir ની ઘાટીના ઘણા વિસ્તારોમાં 25 વર્ષમાં સૌથી વધુ જુલાઈનું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજરોજ શ્રીનગર શહેરમાં મહત્તમ તાપમાન 36.2 Degrees Celsius નોંધાયું...
kashmir heatwave  કાશ્મીરમાં ગરમીનો કહેર યથાવત  25 વર્ષનો તૂટ્યો રેકોર્ડ

Kashmir heatwave: Kashmir માં આ સમયે ભારે ગરમી પડી રહી છે. જેના કારણે રવિવારે Kashmir ની ઘાટીના ઘણા વિસ્તારોમાં 25 વર્ષમાં સૌથી વધુ જુલાઈનું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજરોજ શ્રીનગર શહેરમાં મહત્તમ તાપમાન 36.2 Degrees Celsius નોંધાયું હતું. અગાઉ અહીં સૌથી વધુ તાપમાન 9 જુલાઈ 1999 ના રોજ નોંધાયું હતું. તે સમયે અહીંનું તાપમાન 37 Degrees Celsius નોંધાયું હતું.

Advertisement

  • કાઝીગુંડ અને કોકરનાગ શહેરમાં સૌથી ગરમ દિવસો

  • મહત્તમ તાપમાન 35.6 Degrees Celsius નોંધાયું હતું

  • Kashmir ઘાટીમાં વિવિધ સ્થળોએ Rainfall ની આગાહી

શ્રીનગરમાં જુલાઈનો સૌથી ગરમ દિવસ 10 જુલાઈ, 1946 ના રોજ નોંધાયો હતો. આ દિવસે અહીંનું તાપમાન 38.3 Degrees Celsius રહ્યું હતું. દક્ષિણ Kashmir ના કાઝીગુંડ અને કોકરનાગ શહેરમાં પણ આજરોજ જુલાઈનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. કાઝીગુંડમાં આજરોજ મહત્તમ તાપમાન 35.6 Degrees Celsius નોંધાયું હતું, જે 11 જુલાઈ, 1988 ના રોજ નોંધાયેલા 34.5 Degrees Celsiusના અગાઉના સર્વોચ્ચ તાપમાન કરતાં વધુ છે.

Advertisement

24 કલાકમાં Kashmir ઘાટીમાં વિવિધ સ્થળોએ Rainfall ની આગાહી

કોકરનાગમાં ગરમીનો પારો 34.1 Degrees Celsius પર પહોંચી ગયો છે. જ્યારે આ વર્ષે 3 જુલાઈના રોજ 33.3 Degrees Celsius તાપમાન નોંધાયું હતું. દક્ષિણ Kashmir ના આ શહેરમાં તાપમાનનો પારો માત્ર એક જ વાર 8 જુલાઈ 1993 ના રોજ 33 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં Kashmir ઘાટીમાં વિવિધ સ્થળોએ Rainfall ની આગાહી કરી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની આશંકા છે. Kashmir માં ગરમીના કારણે લોકો પરેશાન છે.

Advertisement

આ પણ વાંચો: મુખ્ય ન્યાયાધીશે દેશના અન્ય ન્યાયાધીશોને લગાવી ફટકાર, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.