Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Harni Tragedy : શાળાઓ માટે કડક સૂચના, બાળકોને પ્રવાસ લઇ જતા પહેલા કરવું પડશે આ કામ

Harni Tragedy : વડોદરા બોટ કાંડની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ સતર્ક થઇ ગયું છે. ત્યારે હવે અમદાવાદમાં બાળકોના પ્રવાસને લઇને મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્રની મંજૂરી વિના પ્રવાસનું આયોજન કરી શકાશે નહીં. આ...
11:26 AM Jan 27, 2024 IST | Hardik Shah

Harni Tragedy : વડોદરા બોટ કાંડની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ સતર્ક થઇ ગયું છે. ત્યારે હવે અમદાવાદમાં બાળકોના પ્રવાસને લઇને મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્રની મંજૂરી વિના પ્રવાસનું આયોજન કરી શકાશે નહીં. આ નિર્ણય બાળકોની સલામતીને અગ્રીમતા આપવા માટે લેવામાં આવ્યો છે. હજું થોડા દિવસો પહેલા જ વડોદરામાં એક કાળજું કંપાવી દે તેવી હરણી લેક બોટ કાંડ થયો હતો. જેમા નના ફૂલકાઓએ જીવ ગુમાવ્યો હતો.

અમદાવાદમાં બાળકોના પ્રવાસને લઈ મહત્વના નિર્ણય

વડોદરામાં બનેલી દુર્ઘટનાનું ક્યારે પણ પુનરાવર્તન ન થાય તે માટે હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જિલ્લાની તમામ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપી છે. શાળાએ લોકલ અથવા દૂર બંને પ્રવાસની જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાએ મંજુરી લેવી ફરજીયાત છે. વળી તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંજૂરી વગર પ્રવાસ થશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે ઉપરાંત શાળાની માન્યતા રદ થવા સુધીના પગલાં પણ લેવાશે તે પણ કહેવામાં આવ્યું છે. પ્રવાસની શરતો અને માર્ગદર્શિકા અંગે શાળાઓને ફરીવાર જાણ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, બાળકોના રાત્રિ પ્રવાસ પર ખાસ પ્રતિબંધ લાદવામાં આવશે.

બાળકોના રાત્રિ પ્રવાસ પર ખાસ પ્રતિબંધ લાદવામાં આવશે

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ કહ્યું કે, શાળાઓએ કોઇ પણ પ્રકારનો પ્રવાસ કરવો હોય તો તેના માટે જિલ્લા કક્ષાએ મંજૂરી લેવી પડશે અને તે પછી જ પ્રવાસ ખેડવો જોઇએ. સાથે સાથે જે વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોય તે વાહન RTO ના માર્ગ અને સલામતના નિયમોને ધ્યાને લઇ તેના જે ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. અને જે શાળાઓ ખાસ કરીને રાત્રિના સમયે પ્રવાસનું આયોજન કરે છે તેમને અમે ચીમકી પણ આપી છે તેથી સલામતી વધુ રાખી શકાય. જોકે, અમે પ્રવાસની જે મંજૂરી આપતા હોઇએ છીએ તેમા જે કન્સલ્ટિંગ ક્લાર્ક છે કે પછી અમારા અધિકારી છે તે પૂરે પૂરી ચકાસણી કરીને તેની મંજૂરી આપશે.

હરણી દુર્ઘટના બોટકાંડમાં શું થયું હતું ?

ઉલ્લેખનીય છે કે વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે શાળાઓ મારફતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યું હતું. તે સમયે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા. આવનારા ભવિષ્યમાં આવી કોઇ ભૂલ ન થાય તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

આ સમાચારની વધુ માહિતી માટે અહીં કરો ક્લિક

આ પણ વાંચો - હરણી બોટ દુર્ઘટનાનો મુખ્ય આરોપી Paresh Shah પોલીસ સમક્ષ થયો હાજર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAhmedabad DEOAhmedabad NewsDEODistrict Education officerGujaratGujarat FirstGujarat NewsHardik ShahHARNI LAKEHarni TragedySchoolTravel RulesVadodaraVadodara Harani Case UpdateVadodara Harni LakeVadodara Harni Lake Case
Next Article