Happy New Year : કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘાનો સુંદર શણગાર, ભગવાન શામળિયાને સોનાની ભેટ
- યાત્રાધામ સાળંગપુર ખાતે નૂતન વર્ષના પ્રારંભે ભાવિકોનું ઘોડાપુર (Happy New Year)
- કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો શણગાર
- શામળાજીમાં શામળિયાને નવા વર્ષની સુવર્ણ ભેટ
- 30 લાખ રૂપિયાથી વધુ કિંમતની 400 ગ્રામ વજનની સોનાની પાદુકા અર્પણ
રાજ્યનાં વિવિધ મંદિરોમાં આજે વિશેષ પૂજા અને યજ્ઞનું આયોજન કરી નવા વર્ષની (Happy New Year) શરૂઆત કરવામાં આવી છે. ત્યારે યાત્રાધામ સાળંગપુર ખાતે નૂતન વર્ષનાં પ્રારંભે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. અહીં, વિશેષ પૂજન-અર્ચન સાથે બપોરે અન્નકૂટ (Annakoot) ધરાવાશે. નવા વર્ષ નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો છે. બીજી તરફ શામળાજીમાં (Shamlaji) પણ શામળિયાને નવા વર્ષની સુવર્ણ ભેટ અર્પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી, PM મોદી અંગે કહી આ વાત!
કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો શણગાર
શામળિયાને રૂ. 30 લાખની સોનાની પાદુકા અર્પણ કરાઈ
બીજી તરફ યાત્રાધામ શામળાજીમાં (Shamlaji) પણ નવા વર્ષ નિમિત્તે ભગવાનનાં દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. વહેલી સવારથી જ મંદિરની બહાર ભક્તોની લાંબી કતાર છે. નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાને સુવર્ણ ભેટ અર્પણ કરવામાં આવી છે. માહિતી મુજબ, હિંમતનગરનાં (Himmatnagar) ભક્તે પ્રભુ શામળિયાને સોનાની પાદુકાની ભેટ ચઢાવી છે. 30 લાખ રૂપિયાથી વધુની કિંમતની 400 ગ્રામ વજનની પાદુકા ભેટ સ્વરૂપે ચઢાવવામાં આવી છે.
આ પણ વાંચો - Shaktipeeth Ambaji : નવા વર્ષના પ્રારંભે ભક્તો માના દ્વારે પહોંચ્યા