Salangpur Controversy : સાળંગપુર ભીંતચિત્રો મામલે સનાતન ધર્મના સાધુ-સંતોએ લીધો આ મોટો નિર્ણય
સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીંતચિત્રો મામલે સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સાધુ-સંતોની મોટી જાહેરાત સામે આવી છે. ક્યારેય સ્વામિનારાયણના સંતોની સાથે નહીં રહે. તેમાં અમદાવાદમાં સંત...
Advertisement
સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીંતચિત્રો મામલે સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સાધુ-સંતોની મોટી જાહેરાત સામે આવી છે. ક્યારેય સ્વામિનારાયણના સંતોની સાથે નહીં રહે. તેમાં અમદાવાદમાં સંત સંમેલનમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ - સંતોને આમંત્રણ આપવું નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ - સંતોનું આમંત્રણ સ્વીકારવું નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જવાનું નહીં તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ - સંતો સાથે બેસવું નહીં તેમ નક્કી કરવામાં આવ્યું છે
Advertisement
સ્વામિનારાયણ સંતોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
સ્વામિનારાયણ સંતોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી સ્વામિનારાયણ સંતોના આમંત્રણને સ્વીકારવામાં આવશે નહિ. સનાતન ધર્મની અંદરથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના સરખેજમાં સંત સંમેલન યોજાયું હતું. તેમાં અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં સંમેલન યોજાતા હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ સંતોમાં આક્રોશ જોવા મળ્યો છે
તમામ હાજર રહેલા સંતો મહંતોએ પ્રતિજ્ઞા લીધી
તમામ હાજર રહેલા સંતો મહંતોએ પ્રતિજ્ઞા લઇ કીધું હતુ કે આજથી સ્વામિનારાયણના સંતોને આવકારીશું નહીં. આજથી અમે કોઈપણ દિવસ સ્વામિનારાયણ સંતોના આમંત્રણને સ્વીકારીશુ નહીં. સનાતન ધર્મની અંદરથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
આગામી દિવસો અમરેલીમાં સાધુ સંતોની બેઠક મળશે
આગામી દિવસોમાં અમરેલીમાં સાધુ સંતોની બેઠક મળશે. સંતોની મોટી બેઠકમાં દેશભરના સંતો હાજરી આપશે. બેઠકમાં રણનીતિ નક્કી કરાશે. તથા ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના સંતો જોડાશે. સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે તે બાબતે વિવાદ પેદા થયો છે.
Advertisement