Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Happy New Year : કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘાનો સુંદર શણગાર, ભગવાન શામળિયાને સોનાની ભેટ

યાત્રાધામ સાળંગપુર ખાતે નૂતન વર્ષના પ્રારંભે ભાવિકોનું ઘોડાપુર (Happy New Year) કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો શણગાર શામળાજીમાં શામળિયાને નવા વર્ષની સુવર્ણ ભેટ 30 લાખ રૂપિયાથી વધુ કિંમતની 400 ગ્રામ વજનની સોનાની પાદુકા અર્પણ રાજ્યનાં વિવિધ મંદિરોમાં આજે...
happy new year   કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘાનો સુંદર શણગાર  ભગવાન શામળિયાને સોનાની ભેટ
  1. યાત્રાધામ સાળંગપુર ખાતે નૂતન વર્ષના પ્રારંભે ભાવિકોનું ઘોડાપુર (Happy New Year)
  2. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો શણગાર
  3. શામળાજીમાં શામળિયાને નવા વર્ષની સુવર્ણ ભેટ
  4. 30 લાખ રૂપિયાથી વધુ કિંમતની 400 ગ્રામ વજનની સોનાની પાદુકા અર્પણ

રાજ્યનાં વિવિધ મંદિરોમાં આજે વિશેષ પૂજા અને યજ્ઞનું આયોજન કરી નવા વર્ષની (Happy New Year) શરૂઆત કરવામાં આવી છે. ત્યારે યાત્રાધામ સાળંગપુર ખાતે નૂતન વર્ષનાં પ્રારંભે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. અહીં, વિશેષ પૂજન-અર્ચન સાથે બપોરે અન્નકૂટ (Annakoot) ધરાવાશે. નવા વર્ષ નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો છે. બીજી તરફ શામળાજીમાં (Shamlaji) પણ શામળિયાને નવા વર્ષની સુવર્ણ ભેટ અર્પણ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી, PM મોદી અંગે કહી આ વાત!

Advertisement

કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો શણગાર

બોટાદ (Botad) ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર (Kashtabhanjan Hanumanji Maharaj) ખાતે નવા વર્ષની શરૂઆત નિમિત્તે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. દાદાનાં દર્શન કરવા માટે મંદિરની બહાર ભક્તોની લાંબી કતાર છે. ત્યારે નૂતન વર્ષના (Happy New Year) પ્રારંભે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો છે. સાથે જ બપોરનાં સમયે વિશેષ પૂજન-અર્ચન સાથે અન્નકૂટ ધરાવાશે. આજે શનિવાર અને નવા વર્ષનાં પ્રથમ દિવસનો અનોખો સંયોગ હોવાથી દર્શન કરવા જનમેદની ઉમટી છે. મંદિરનાં કોઠારી અને શાસ્ત્રી સ્વામીએ નૂતન વર્ષે ભાવિકોને શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા છે.

આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના નિવાસસ્થાને સ્નેહ મિલનનું આયોજન, નેતાઓ, કાર્યકરો, નાગરિકોને પાઠવી શુભેચ્છા

Advertisement

શામળિયાને રૂ. 30 લાખની સોનાની પાદુકા અર્પણ કરાઈ

બીજી તરફ યાત્રાધામ શામળાજીમાં (Shamlaji) પણ નવા વર્ષ નિમિત્તે ભગવાનનાં દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. વહેલી સવારથી જ મંદિરની બહાર ભક્તોની લાંબી કતાર છે. નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાને સુવર્ણ ભેટ અર્પણ કરવામાં આવી છે. માહિતી મુજબ, હિંમતનગરનાં (Himmatnagar) ભક્તે પ્રભુ શામળિયાને સોનાની પાદુકાની ભેટ ચઢાવી છે. 30 લાખ રૂપિયાથી વધુની કિંમતની 400 ગ્રામ વજનની પાદુકા ભેટ સ્વરૂપે ચઢાવવામાં આવી છે.

આ પણ વાંચો - Shaktipeeth Ambaji : નવા વર્ષના પ્રારંભે ભક્તો માના દ્વારે પહોંચ્યા

Tags :
Advertisement

.