Gujarat ના આ શહેરમાં બનશે એશિયાનું સૌથી મોટું અને અદ્યતન Urban Forest
- પાર્કને રુ. 145 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે
- Biodiversity Park થી અનેક લોકોને રોજગારી મળશે
- નાગરિકોને સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશે જ્ઞાન મળશે
Gujarat Wild Valley Biodiversity Park : Surat મહાનગરપાલિકા દ્વારા સાઉથ એશિયાનું સૌથી મોટું Urban Forest ખાડી નજીક બનાવવામાં આવશે. ખાડી નજીક બાયોડાઈવર્સિટી પાર્કના નિર્માણથી Cityને એક હરિયાળી અને પર્યાવરણપ્રિય ભેટ આપવામાં આવશે. બે મહિનામાં Surat ની અંદર સાઉથ એશિયાનું સૌથી મોટું Urban Forest લોકો માટે ખુલ્લું મુકાશે. Surat City માં Wild Valley Biodiversity Park પ્રોજેક્ટ જૈવવિવિધતા અને પર્યાવરણ જાળવવા માટેનું પગલું છે. ખાડીની બંને બાજુ પર પડી રહેલી જમીનને કાયાપટલ કરીને Surat મહાનગરપાલિકાએ City ના ગ્રીન લંગ્સ તરીકે ઓળખાતા Wild Valley Biodiversity Park પ્રોજેક્ટના વિકાસની શરૂઆત પૂર્ણ થશે.
પાર્કને રુ. 145 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે
ખાડીની દુર્ગંધ દૂર કરવી અને ખાડીના જળ પ્રદૂષણમાં ઘટાડો કરવો પ્રોજેક્ટના મુખ્ય હેતુઓમાં સામેલ છે. Biodiversity Park માં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે. તે ઉપરાંત ખાડીની આજુબાજુ 87.50 હેક્ટર વિસ્તારમાં લગભગ 6 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જેમાં 85 વિવિધ પ્રજાતિઓના વૃક્ષો અને છોડનો સમાવેશ થાય છે. બીજી તરફ 12 કિમી લાંબી વોકિંગ ટ્રેક, 9 કિમી લાંબી સાયકલિંગ ટ્રેક, બાળકો માટે ખાસ રમવાનો પ્લે એરીયા, ઓપન એર મનોરંજનની જગ્યા, છઠ પૂજાના તળાવ, બર્ડ વૉચિંગ ટાવર અને ડિસ્કવરી સેન્ટર જેવી મનોરંજનક સુવિધાઓ તૈયાર કરાશે.
આ પણ વાંચો: પોરબંદરથી ઇરાન જતા જહાજની મધદરિયે સમાધિ થઈ, 12 ખલાસીઓનો આબાદ બચાવ
Biodiversity Park થી અનેક લોકોને રોજગારી મળશે
Biodiversity Park ને રુ. 145 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. તો CITIIS ચેલેન્જ યોજનાના હેઠળ ગ્રાન્ટ રુ.80 કરોડ અને SSCDL ના ફંડમાંથી ફાળવેલી રકમ રુ.65 કરોડનો ઉપયોગ કરવામાં આવશે.આ Biodiversity Park માં બાગાયત, સુરક્ષા અને હાઉસ કીપિંગ માટે અનેક લોકોને રોજગારી મળશે. વાતાવરણમાં શારીરિક પ્રવૃત્તિઓ અને મનોરંજન સુવિધાઓ નાગરિકોના શારીરિક તેમજ માનસિક આરોગ્યને મજબૂત કરશે.
નાગરિકોને સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશે જ્ઞાન મળશે
ડિસ્કવરી સેન્ટર અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર દ્વારા નાગરિકોને સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશે જ્ઞાન મળશે. વિદ્યાર્થીઓ માટે સંશોધન તકો ઊભી થશે. વિદ્યાર્થીઓ માટે બાયોડાયવર્સિટી અંગે સંશોધન અને અભ્યાસની તકો ઉપલબ્ધ થશે. આ વિસ્તારમાં નાગરિકો માટે આરામદાયક તેમજ પર્યાવરણ સાથે જોડાણ મજબૂત કરશે. આ પ્રોજેક્ટ City ના વિકાસમાં મોખરું પગલું સાબિત થશે.
આ પણ વાંચો: આચાર્યએ ઝેરની શીશી ગટગટાવી, શિક્ષિકા અવારનવાર કહેતી હતી કે....