Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Politics : CM સહિત BJP નાં દિગ્ગજ નેતાઓએ શરૂ કરી તિરંગા યાત્રા, કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ

Gujarat Politics : દેશભરમાં 15મી ઓગસ્ટનાં રોજ સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે દેશ અને રાજ્યની BJP સરકારે 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) અને 'તિરંગા યાત્રા' નું (Tiranga Yatra) આયોજન કરાયું છે. આ ઝુંબેશ હેઠળ આજથી...
gujarat politics   cm સહિત bjp નાં દિગ્ગજ નેતાઓએ શરૂ કરી તિરંગા યાત્રા  કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ

Gujarat Politics : દેશભરમાં 15મી ઓગસ્ટનાં રોજ સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે દેશ અને રાજ્યની BJP સરકારે 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) અને 'તિરંગા યાત્રા' નું (Tiranga Yatra) આયોજન કરાયું છે. આ ઝુંબેશ હેઠળ આજથી અમદાવાદ (Ahmedabad), રાજકોટ (Rajkot), સુરત સહિત રાજ્યભરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજકોટમાં બહુમાળી ભવન ચોક ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થશે. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), BJP રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા (JP Nadda), પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. જો કે, બીજી તરફ કોંગ્રેસની (Congress) ન્યાય યાત્રાનાં કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો છે.

Advertisement

આજથી રાજકોટમાં તિરંગા યાત્રાનો પ્રારંભ

જણાવી દઈએ કે, આજથી રાજકોટમાં તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, BJP રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ (CR Patil) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સહિત અનેક દિગ્ગજ નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં બહુમાળી ભવન ચોક ખાતેથી તિરંગા યાત્રાની શરૂઆત થશે. ગુજરાત સરકાર અને રાજકોટ કોર્પોરેશન (RMC) દ્વારા સયુંકત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવા આવ્યું છે. આ યાત્રા રેસ્કોર્ષ રિંગરોડ પરથી ફરી વળીને મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂર્ણ થશે.

Advertisement

આ પણ વાંચો -World Lion Day : કેમ ઊજવાય છે 'વિશ્વ સિંહ દિવસ'? જાણો ઇતિહાસ, મહત્ત્વ અને સિંહ વિશે રસપ્રદ વાતો

સુરતમાં પણ ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન

ઉપરાંત, સુરતમાં (Surat) પણ ભવ્ય તિરંગા પદયાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવી રહ્યું છે. 15 મી ઓગસ્ટ નિમિત્તે સુરતનાં કારગિલ ચોકથી ડુમ્મસ એરપોર્ટ સુધીનાં માર્ગને શણગારવામાં આવશે. માર્ગ પર રોશની માટે લાઇટિંગ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે સુરત પાલિકાએ (SMC) રૂ. 67.70 લાખનાં ટેન્ડરને મંજૂરી આપી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot: કાયદાઓ માત્ર સામાન્ય લોકો માટે જ છે? નેતાની ઓફિસેથી ફાયર વિભાગ નમતી આંખે પરત ફર્યું

BJP ની 'તિરંગા યાત્રા' vs કોંગ્રેસની 'ન્યાય યાત્રા'

એક તરફ BJP ની તિરંગા યાત્રા છે જો બીજી તરફ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા (Nayay Yatra) પણ પ્રારંભ કરાયો છે. ગઈકાલે મોરબીમાંથી (Morbi) કોંગ્રેસનાં નેતાઓએ ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી. આ ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે. ગઈકાલે મોરબીથી ટંકારા સુધી ન્યાય યાત્રા યોજાઈ હતી, જ્યારે આજે ટંકારાથી રતનપર સુધી જશે. કોંગ્રેસની આ ન્યાય યાત્રા આજે 27 કિલોમીટર સુધી ચાલશે. આથી, ભાજપનાં (BJP) રાષ્ટ્રપ્રેમ અને કોંગ્રેસની (Congress) ન્યાય માટેની જંગે ગુજરાતમાં રાજકારણ ગરમાવ્યું (Gujarat Politics) છે.

આ પણ વાંચો - Gujarat Politics : આદિવાસીઓને લઈ BJP- કોંગ્રેસ આમને-સામને, દિગ્ગજ નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

Tags :
Advertisement

.