Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police : રાજકોટ, જામનગર, દ્વારકામાં મેગા ઓપરેશન, 42 ટાપુ પર તપાસનો ધમધમાટ

જામનગર અને દ્વારકાનાં 42 ટાપુઓ પર પોલીસે મેગા ડ્રાઇવ યોજી હતી...
gujarat police   રાજકોટ  જામનગર  દ્વારકામાં મેગા ઓપરેશન  42 ટાપુ પર તપાસનો ધમધમાટ
Advertisement
  1. રાજકોટ, જામનગર, દ્વારકામાં પોલીસનું મેગા ઓપરેશન (Gujarat Police)
  2. જામનગર અને દ્વારકાના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઇવ
  3. અનઅધિકૃત બાંધકામ, અજાણ્યા વ્યક્તિનાં પ્રવેશને લઇ તપાસ
  4. નિર્જન ટાપુઓનાં પ્રવેશ પર વહિવટી તંત્રે પ્રતિબંધ મૂક્યો

Gujarat Police : રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસરનાં બાંધકામ સામે સરકારે લાલ આંખ કરી છે. રાજકોટ (Rajkot), જામનગર, દ્વારકામાં પોલીસ તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જે હેઠળ જામનગર અને દ્વારકાનાં (Dwarka) 42 ટાપુ પર પોલીસે મેગા ડ્રાઇવ યોજી અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓનાં પ્રવેશ અંગે તપાસ આદરી હતી. વહીવટી તંત્રે નિર્જન ટાપુઓ પર પ્રવેશને લઈ પ્રતિબંધ મૂક્યો છે. આ ટાપુઓ પર SOG અને ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોને મોકલી તપાસ કરાઈ હતી.

 આ પણ વાંચો - Dohod ની ઘટના બાદ કોંગ્રેસનાં સરકાર પર પ્રહાર, મહિલા સુરક્ષા અંગે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન

Advertisement

Advertisement

જામનગર અને દ્વારકાનાં 42 ટાપુઓ પર પોલીસની મેગા ડ્રાઇવ

રાજકોટ, જામનગર (Jamnagar) અને દેવભૂમિ દ્વારકામાં પોલીસ તંત્રે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. જામનગર અને દ્વારકાનાં 42 ટાપુઓ પર પોલીસે મેગા ડ્રાઇવ યોજી હતી, જે હેઠળ ગેરકાયદેસરનાં બાંધકામ અને અજાણી વ્યક્તિઓનાં પ્રવેશ અંગે તપાસ હાથ ધરી હતી. વહીવટી તંત્રે નિર્જન ટાપુઓ પર અજાણી વ્યક્તિઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. થોડા દિવસો પહેલા પિરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું. આવા ટાપુઓ પર ફરી SOG, ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. ઉપરાંત, ડ્રોન મારફતે પણ ટાપુઓ પર તપાસ કરાઈ હતી. આગામી સમયમાં પણ ડ્રોન મારફતે વધુ ચેકિંગ હાથ ધરાશે.

 આ પણ વાંચો - Dahod : સમાજને શર્મસાર કરતી ઘટનામાં પોલીસની કાર્યવાહી, 15 પૈકી 12 ની ધરપકડ

કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ ફલેફુલે નહીં તે માટે પોલીસ સક્રિય

રાજ્યનાં નિર્જન ટાપુઓ પર ડ્રગ્સ, નાર્કોટિક્સને (Narcotics) લઈ ઘટનાઓ ન બને તે માટે પોલીસે ખાસ ડ્રાઇવ યોજી છે. સાથે જ કેટલાક ટાપુઓ પર અજાણી વ્યક્તિઓની પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે. કારણ કે, ઘણા વિસ્તારો પાકિસ્તાનથી ખૂબ નજીક હોવાથી દેશની સુરક્ષા માટે ખૂબ મહત્ત્વના ટાપુ છે. કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ ફલેફુલે નહીં તે માટે પોલીસ (Gujarat Police) ખૂબ સક્રિય છીએ. જે-જે આંતરિક સુરક્ષા માટે મુદ્દા જરૂરી હશે તે તમામ મુદ્દાઓ પર પોલીસ કામગીરી કરશે.

 આ પણ વાંચો - મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની Ahmedabad માં ધરપકડ, ગુનો જાણો ચોંકી જશો!

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Indore Missing Couple case : ઇન્દોર દંપતીના કેસમાં ચોંકાવનારો વળાંક, સોનમ રઘુવંશીની પોલીસે કરી ધરપકડ

featured-img
જૂનાગઢ

Visavadar Assembly by-election આપ પાર્ટી ઉમેદવાર ગોપાલ ઈટાલીયાની સભામાં હોબાળો

featured-img
Top News

VADODARA : 70 વર્ષિય વૃદ્ધને મહિલાના કપડાનું વળગણ, ડરથી ઉંઘ હરામ

featured-img
Top News

Gujarati Top News : આજે 9 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 9 June 2025: આ રાશિના લોકોને નીચંભાગ રાજયોગથી રાજસી સુખ અને લાભ મળશે

featured-img
Top News

VADODARA : વેકેશનના અંતિમ દિવસોમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં વિજળી ગુલ

×

Live Tv

Trending News

.

×