Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat : વીજળી પડવાના કારણે થયેલા મૃત્યું અંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહે દુ:ખ વ્યક્ત કર્યુ

રાજ્યમાં માવઠાથી મૃત્યુ અંગે ગૃહમંત્રીનું ટ્વીટ ગૃહમંત્રી અમિતભાઈ શાહે દુ:ખ વ્યક્ત કર્યુ પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી 'ઈજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના' તંત્ર રાહત કાર્યમાં લાગેલું છેઃ અમિતભાઈ શાહ રાજ્યમાં વીજળી-માવઠાથી 18 લોકોના મોત રાજ્યમાં રવિવારે આવેલા...
gujarat   વીજળી પડવાના કારણે થયેલા મૃત્યું અંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહે દુ ખ વ્યક્ત કર્યુ
  • રાજ્યમાં માવઠાથી મૃત્યુ અંગે ગૃહમંત્રીનું ટ્વીટ
  • ગૃહમંત્રી અમિતભાઈ શાહે દુ:ખ વ્યક્ત કર્યુ
  • પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
  • 'ઈજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના'
  • તંત્ર રાહત કાર્યમાં લાગેલું છેઃ અમિતભાઈ શાહ
  • રાજ્યમાં વીજળી-માવઠાથી 18 લોકોના મોત

રાજ્યમાં રવિવારે આવેલા કમોસમી વરસાદ દરમિયાન વીજળી ખૂબ જ પડી હતી. જેમા રાજ્યમાં 18 લોકોના મોત થયા છે. જેને લઇને ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પીડિત પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે ઈજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.

Advertisement

રાજ્યમાં માવઠાથી મૃત્યુ અંગે ગૃહમંત્રીનું ટ્વીટ

રાજ્યભરમાં રવિવારે પડેલ કમોસીમ વરસાદના કારણે જન જીવન પ્રભાવિત થયું હતું. પવન અને વીજળી સાથે વરસાદ પડ્યો હતો. વીજળી પડવાના કારણે અંદાજે 18 જેટલા લોકોના મોત થયા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે રવિવારે ગુજરાત રાજ્યમાં આવેલી મુસિબત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ખરાબ હવામાન અને વીજળી પડવાના કારણે જે લોકોના મોત થયા તે અંગે તેમણે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, ગુજરાતના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળી પડવાને કારણે અનેક લોકોના મોતના સમાચારથી ખૂબ જ દુઃખ અનુભવુ છું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની ન પૂરી શકાય તેવી ખોટ પર હું તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર રાહત કાર્યમાં લાગેલું છે, ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

Advertisement

અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

રાજ્યમાં ઘણી જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો હતો. SEO અધિકારીએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં ચાર, ભરૂચમાં ત્રણ, તાપીમાં બે અને અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, બોટાદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં એક-એક વ્યક્તિના મોત થયા છે. રાજ્યમાં અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં કાળા ડીંબાગ વાદળો સાથે રીતસર અંધારપટ છવાઇ ગયો હતો અને ધોધમાર વરસાદ શરુ થયો હતો. અમદાવાદના સોલા, ગોતા, થલતેજ,ચાંદલોડિયા, ઘાટલોડિયા, પ્રભાત ચોક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. અન્ય ઘણા વિસ્તારોમાં વરસાદ છે. કહેવાય છે કે કુદરત સામે માણસની શું વિસાત. રવિવારે અચાનક આવેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. રાજ્યભરમાં કમોસમી વરસાદને પગલે ખેતરમાં ઉભા પાકમાં ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ ખેતરમાં ખેડૂતોએ વાવેતર કરેલ પાકમાં પાણી ફરી વળતા ખેડૂતાને ભારે નુકશાન થવા પામ્યું હતું.

આ પણ વાંચો - રાજ્યમાં મેઘ મહેર વચ્ચે કહેર બનીને ત્રાટકી વીજળી, મુસીબત બન્યું માવઠું !

Advertisement

આ પણ વાંચો - RAIN : આગામી 3 કલાક ભારે, 24 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.