Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય ગૃહમંત્રી કોચરબ આશ્રમ પહોંચી ગાંધીજીને કર્યા યાદ, કહ્યું- તેમના વિચારો આજે પણ છે શાશ્વત

આજનો દિવસ ભારત માટે ખાસ છે. 12 માર્ચની તારીખ ભારતના રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલનના ઈતિહાસમાં ખૂબ જ અગત્યની તારીખ ગણાય છે. આજના જ દિવસે મહાત્મા ગાંધીએ ભારતની આઝાદી માટે સવિનય અવજ્ઞા આંદોલનની શરૂઆત કરતા દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દાંડી કૂચની 92મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે પહોંચ્યા હતા. અહીં ગૃહમંત્રી દાંડી સાયકલ યાત્રાનો પ્રારં
કેન્દ્રીય ગૃહમંત્રી કોચરબ આશ્રમ પહોંચી ગાંધીજીને કર્યા યાદ  કહ્યું  તેમના વિચારો આજે પણ છે શાશ્વત
આજનો દિવસ ભારત માટે ખાસ છે. 12 માર્ચની તારીખ ભારતના રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલનના ઈતિહાસમાં ખૂબ જ અગત્યની તારીખ ગણાય છે. આજના જ દિવસે મહાત્મા ગાંધીએ ભારતની આઝાદી માટે સવિનય અવજ્ઞા આંદોલનની શરૂઆત કરતા દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દાંડી કૂચની 92મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે પહોંચ્યા હતા. અહીં ગૃહમંત્રી દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવી છે. 
ગાંધીજી દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ થયેલી આ યાત્રાનો ઉદ્દેશ્ય તેના અંતમાં મીઠાના કાયદાને તોડવાનો હતો જે અંગ્રેજોની વિરુદ્ધ દેશભરમાં વિરોધનો એક મહત્ત્વનો સંકેત હતો. 
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પાલડી ખાતેના કોચરબ આશ્રમની મુલાકાતે પહોંચી ગયા છે. જ્યા દાંડી માર્ચ માટેના એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા પહોંચી ચુક્યા છે. આજથી 92 વર્ષ પહેલા 12 માર્ચના રોજ મહાત્મા ગાંધીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી અને તેની યાદગીરી રૂપે દર વર્ષે આજની તારીખથી પ્રતિકાત્મક દાંડી યાત્રા કાઢવામાં આવે છે. જેમાં કેટલાક લોકો દાંડી સુધીની યાત્રા કરતા હોય છે. આ વખતે પણ આવી જ એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેટલાક લોકો સાયકલ લઈને દંડી યાત્રા કરશે. સાત દિવસની આ યાત્રાનો પ્રારંભ અમિત શાહે કરાવ્યો છે.
શું કહ્યું અમિત શાહે?
આ દરમિયાન અમિત શાહે દાંડી યાત્રા ક્યારથી શરૂ થઇ અને કેવી રીતે ગાંધીજીએ આ યાત્રાની જાણ જનતા સુધી પહોંચાડી તે અંગે જણાવ્યું. તેમણે કહ્યું કે, "જ્યારે દાંડી યાત્રા નિકળી ત્યારે કોમ્યુનિકેશનના કોઇ સાધન નહોતા. પહેલાના સમયમાં કોઇ લાઇવ પ્રસારણ થતું નહોતું. ગાંધીજી તે સમયે જે પણ બોલતા તેનું કોઇ રેકોર્ડિંગ પણ થતું નહોતું. ગાંધીજી જે બોલતા હતા તે અંગ્રેજોના ભયના કારણે છપાવવાની વ્યવસ્થા નહોતી પરંતુ તેમની પાછળ સત્યની તાકત એટલી હતી કે કોમ્યુનિકેશનના કોઇ સાધન વિના પણ ગાંધીજીએ બોલેલો એક-એક શબ્દ ભારતના ખૂણે ખૂણે પહોંચતો હતો. તે સમયે દાંડી યાત્રાએ સમગ્ર દેશભરની અંદર ચેતના જગાવી હતી. તે સમયે અંગ્રેજો પણ ગાંધીજીને કઇ પણ કરતા પહેલા વિચારતા હતા. તેનું કારણ ગાંધીજીની લોકપ્રિયતા, તેમની અંદર રહેલી સચ્ચાઇ હતી. ગાંધીજીની આ યાત્રાથી એક વાત સ્પષ્ટ થઇ  ગઇ હતી કે હવે અંગ્રેજોના ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. દેશભરમાં લોકો આઝાદીની માંગ સાથે જાગૃત થતા જોવા મળ્યા હતા. તે માત્ર ગાંધીજીના કારણે જ સંભ થયું હતું. મે ગાંધીજીને બહુ જ ધ્યાનથી વાંચ્યા છે. મારા માતા ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા, તેમના કારણે જ મને ગાંધીજીને સમજવાનો મોકો મળ્યો. ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો શાશ્વત છે. તેટલું જ નહી કોઇ 200 વર્ષ બાદ પણ જોશે તો પણ ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો તેને શાશ્વત લાગશે. " 
અમદાવાદમાં દાંડી યાત્રાની 92મી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'દાંડી સાયકલ યાત્રા'ને લીલી ઝંડી બતાવી.
Advertisement

દાંડી યાત્રાને ઈતિહાસમાં મળ્યું સ્થાન

દાંડી યાત્રાને મીઠાનો સત્યાગ્રહ કે દાંડી સત્યાગ્રહના રૂપમાં પણ ઇતિહાસમાં સ્થાન મળ્યુ છે. વર્ષ 1930માં અંગ્રેજ સરકારે જયારે મીઠા પર વેરો લગાવી દીધો તો મહાત્મા ગાંધીએ આ કાયદાના વિરૂદ્ધમાં આંદોલન છેડ્યું. આ ઐતહાસિક સત્યાગ્રહમાં મહાત્મા  ગાંધી સહિત 78 લોકો દ્વારા અમદાવાદ સાબરમતી આશ્રમથી દરિયા કિનારે આવેલા દાંડી સુધી 390 કિલોમીટરની પદયાત્રા કરવામાં આવી.12 માર્ચે શરૂ થયેલી આ યાત્રા 6 એપ્રિલ 1930ના દિવસે હાથમાં મીઠું લઇને મીઠાનો કાયદો ભંગ કરવાનું આહ્વાન કરાયુ હતું.

Advertisement

યાત્રાની સુનિયોજિત યોજના બનાવી

મહાત્મા ગાંધીએ અંગ્રેજોના બનાવેલા અન્યાયપૂર્ણ મીઠાના કાયદાનો વિરોધ કર્યો હતો. આ યાત્રાની એક સુનિયોજિત યોજના બનાવવામાં આવી હતી. તેમાં કૉંગ્રેસે તમામ નેતાઓની ભૂમિકા નક્કી કરી હતી. એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજોએ ધરપકડ કરી તો કયા કયા નેતા યાત્રાને સંભાળશે. આ યાત્રાને મોટાપાયે જન સમર્થન મળ્યું અને જેમ જેમ યાત્રા આગળ વધતી ગઈ, અસંખ્ય લોકો તેની સાથે જોડાતા ગયા.

Tags :
Advertisement

.