Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat First Impact ! અહેવાલ બાદ ચાચરાવાડી વાસણા ગામે દોડતું થયું તંત્ર

Gujarat First Impact : ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ઈમ્પેક્ટ પડતી જોવા મળી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની સ્થિતિ ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા ગઈકાલે દર્શકોને બતાવવામાં આવી હતી. જેને લઇને આજે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ આ સ્થળની...
05:55 PM Jan 03, 2024 IST | Hardik Shah

Gujarat First Impact : ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ઈમ્પેક્ટ પડતી જોવા મળી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની સ્થિતિ ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા ગઈકાલે દર્શકોને બતાવવામાં આવી હતી. જેને લઇને આજે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ આ સ્થળની મુલાકાત લીધી હતી. દરમિયાન મામલતદાર પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. સ્થિતિને જોતા સમગ્ર મામલે ધારાસભ્ય કનુભાઈ પટેલે ખાતરી આપી હતી.

ખેડૂતોની વહારે આવ્યું તંત્ર, Gujarat First Impact

ચાચરાવાડી વાસણા ગામમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે ખેડૂતોને અસહ્ય તકલીફો પડી રહી છે. ભર શિયાળે ખેતરોમાં પાણી ભરાયા છે જેના કારણે ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી. ખેડૂતો પાસે જમીન છે પણ તેમા પાણી હોવાના કારણે તે જમીન તેમના માટે નકામી સાાબિત થઇ રહી છે. આ સ્થિતિ છેલ્લા 10 વર્ષથી છે જેનો ઉકેલ આવે તે માટે ગામના લોકોએ તંત્રને આ અંગે જાણ કરી. પણ તંત્રએ ગામના લોકોની વાતને આંખ આડા કાન રાખી સ્થિતિને જેમની તેમ છોડી દીધી. ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે આ અંગે અહેવાલ રજુ કર્યો ત્યારે તંત્ર અચાનક દોડતું થઇ ગયું. આજે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ અને મામલતદાર સ્થિતિની ગંભીરતા જોવા સ્થળે પહોંચ્યા હતા. જ્યા ગામના લોકોએ તેમને સમગ્ર મમલો શું છે તે અંગે જાણ કરી.

ધારાસભ્ય કનુભાઈ પટેલે શું કહ્યું ? 

ગામમાં પહોંચ્યા બાદ જ્યારે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલે સમગ્ર સ્થિતિ પર ગામના લોકોને સમસ્યાનો નિકાલ કરવાની ખાતરી આપી હતી.  તેમણે ગુજરાત ફર્સ્ટને આ મામલે જણાવતા કહ્યું કે, અગાઉ જે રીતે અહીં પાણી ભરાયા હતા ત્યારે તંત્ર દ્વારા પૂરો સપોર્ટ કરવામાં આવ્યો હતો. અને તંત્ર દ્વારા ત્યા આવીને જે દિવાલના કારણે સમસ્યાઓ થઇ રહી છે તે જે તે સમયે તોડીને ગામની અંદર પાણી ભરાતું હતું તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આજે ફરીથી જે ખેડૂતોને નુકસાન થઇ રહ્યા છે તેના માટે અમે અહીં ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કંપનીએ આવ્યા છીએ. ગેલોપ્સના જે માલિક છે તેમણે આ મામલે પૂરો સપોર્ટ કરવાનું કહ્યું છે. ધારાસભ્યએ આગળ કહ્યું કે, ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કંપનીથી 25-30 ફૂડ પાઈપ લાઈન નાખવાની જરૂર છે. જેના માટે ગેલોપ્સના માલિક દ્વારા આ પાઈપ લાઈન નાખવાનું કહેવામાં આવ્યું હતું. અહીં માત્ર 25-30 ફૂટની જો પાઈપ લાઈન નાખવામાં આવે તો પાછળથી જે ખુલ્લી કેનાલ બનાવવાનું થાય છે જેને અમે તંત્ર દ્વારા બનાવી દીધી છે. જેથી કરીને તે કેનાલ મારફતે તે પાણી અહીંયા દિવાલ સુધી પહોંચી જાય અને તેમની જે ડ્રેનેજ લાઈન છે તેમા તે પહોંચી જાય. જેથી આગામી સમયમાં ખેડૂતોનો આ પ્રશ્નનો નિકાલ થઇ જશે.

ક્યારે આવશે સમસ્યાનો નિકાલ ?

ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જ્યારે પુછવામાં આવ્યું કે, આ સમસ્યાનો ચોક્કસ ક્યારે નિકાલ આવી શકશે ? જેના જવાબમાં ધારાસભ્ય કનુભાઈએ કહ્યું કે, પાઈપ લાઈનનું કામ જ્યારે પણ ગેલોપ્સ દ્વારા પૂરુ થાય કે તુરંત જ અમે કાલે જ બહારની ડ્રેનેજ લાઈનને કરાવી દઇશું. ઉલ્લેખનીય છે કે, ચાચરાવાડી વાસણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. તાજેતરમાં અધિકારીઓ અને ખાનગી કંપનીના પાપે ખેડૂતો ખેતી કરી શકતા નથી. ચાચરાવાડી વાસણા ગામમાં 150 પરીવાર મુશ્કેલીમા મુકાયા છે. જણાવી દઇએ કે, ઢોરઢાંખર પશુ પક્ષીઓ અને ગામનાં વપરાશ માટે 40 વર્ષ પહેલાં ગામમાં તળાવ બનાવાયું હતું.

આ પણ વાંચો - AHMEDABAD NEWS : તંત્રના પાપે ખેડૂતો પરેશાન, તંત્ર નિંદ્રાધીન જનતા લાચાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAhmedabad NewsChachrawadifarmerGujaratGujarat FirstGujarat First impactGujarat NewsSanandSanand Newsvasanavillage of Chachrawadi Vasana
Next Article