Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT FIRST IMPACT : ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક બાદ એસટી તંત્ર દોડતું થયું, કલાકોમાં જ મહિલા રેસ્ટ રૂમ કાર્યરત કરાયું

અહેવાલ - તોફીક શેખ  છોટા ઉદેપુર જીલ્લા મુખ્ય મથકે આવેલ એસ. ટી બસ ડેપો ઉપર આવેલું મહીલા આરામ રૂમ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા હોવાની ફરિયાદ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુરની ટીમ ને મળતા શનિવારના રોજ કરાયું હતું રિયાલિટી ચેક. જેમાં...
gujarat first impact   ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક બાદ એસટી તંત્ર દોડતું થયું  કલાકોમાં જ મહિલા રેસ્ટ રૂમ કાર્યરત કરાયું
અહેવાલ - તોફીક શેખ 
છોટા ઉદેપુર જીલ્લા મુખ્ય મથકે આવેલ એસ. ટી બસ ડેપો ઉપર આવેલું મહીલા આરામ રૂમ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા હોવાની ફરિયાદ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુરની ટીમ ને મળતા શનિવારના રોજ કરાયું હતું રિયાલિટી ચેક. જેમાં ચોકવનારી વિગતો સામે આવી હતી. મહીલા આરામ રૂમનો ઉપયોગ એસ. ટી. ડેપો તંત્ર દ્વારા સ્ટોર રૂમ તરીકે કરવામાં આવી રહ્યું હતુ.
Image preview
જેના સમાચારો પ્રસારિત થતાના 24 કલાકમાં જ એસટી તંત્ર દોડતું થયું હતું. અને મહિલા રેસ્ટોરન્ટ અને કાર્યરત કરવાની કામગીરીમાં જોતરાયા હતા. દરેક જાહેર ક્ષેત્ર ઉપર મહીલા ઓ માટે અલાયદી વ્યવસ્થા તરીકે મહીલા કક્ષની વ્યવસ્થા હોઈ છે, જેમાં મહીલા ને નાની મોટી તકલીફ સમયે ઉપયોગ કરી શકાય તે હેતુ રહેલો છે. પરંતું છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આવેલ મહિલા કક્ષ તેનો સદુપયોગ થવાની જગ્યાએ તેમાં તેનો ઉપયોગ ડેપો તંત્ર દ્વારા સ્ટોર રૂમ તરીકે કરવામાં આવી રહ્યો હતો.
મહીલાની વ્યવસ્થાના ભોગે ડેપો તંત્ર તેનો સ્ટોર રૂમ તરીકે કામમાં લઇ રહેલ હોવાની ફરીયાદને વાચા આપવા અમારી ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા તંત્ર દોડતું થયું હતુ.  રૂપિયા ૨ કરોડના માતબર ખર્ચે વર્ષ ૨૦૧૭ માં નવુ બસ ડેપો આધુનિક સુવિધા સભર બનાવવામાં આવેલ હતુ. જે નિર્માણ પામનાર બસ સ્ટેશનમાં વેઈટીંગ હોલ, રિઝર્વેશન રૂમ, કંટ્રોલરૂમ, સ્ટુડન્ટ પાસ, ડેપો મેનેજર રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, એડમિનિસ્ટ્રેશન ઓફિસ, કેન્ટીન, પાર્સલ રૂમ, લેડીઝ રેસ્ટરૂમ, બેબી ફિડીંગ રૂમ, ઈલેક્ટ્રિક રુમ, વોટર રૂમ, સ્ટોલ્સ અને શૌચાલય બનાવવા આવેલું છે.
Image preview
પરંતુ માત્ર છ વર્ષના સમયગાળામાં જ નવી અધતન ઊભી કરવામાં આવેલ બિલ્ડીંગ કે જે મુસાફરો ની સુવિધાસભર હતી, જેમાં યોગ્ય દેખરેખ અને નીગરાણીના દેખીતા અભાવને લઈ બસ ડેપોની બદથી બદતર હાલત થઈ છે. જેના સમાચારો ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવતા આજરોજ રવિવારના દિવસે મહિલા રેસ્ટ રૂમ કાર્યરત કરવા માટે એસટી તંત્ર કામે લાગ્યું હતું.
મહિલા રેસ્ટ રૂમને સાફ-સફાઈ કરવામાં આવી હતી. તેમજ મહિલા રેસ્ટ રૂમમાં જે ડ્રાઇવર કંડક્ટરોનો સામાન ખડકી દેવામાં આવ્યો હતો. તેને પણ ખાલી કરવામાં આવ્યો હતો. મહિલાઓ માટે બેસવાની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. તેમજ મહિલાઓને છોટાઉદેપુર એસટી બસ ડેપોમાં મહિલા રેસ્ટ રૂમ છે તેની માહિતી આપવા માટે એનાઉસિંગ બારી ઉપરથી જાહેરાતો પણ કરવામાં આવી હતી.
સરકાર વાત હોય મહિલા સુરક્ષાની સલામતીની કે જન-જનના કલ્યાણની તમામ બાબતે હંમેશાં ચિંતિત હોય છે. અને અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. અને તેની અમલવારી કરાવવા માટે અલાયદા વિભાગો ઉભા કરી લાખો રૂપિયાના પગારે બાબુઓની નિમણૂક પણ કરવામાં આવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કથિત બેદરકારીની માનસિકતામાં રાચતા બાબુઓ પોતાની આળશ ખંખેરી ભાનમાં ક્યારે આવશે.? કે જે બાબુઓની સીધી જવાબદારીમાં આવતી ફરજ નિભાવવા માટે પણ કેમ મીડિયાના જગાડવાની રાહ જોવામાં આવે છે ?
 તેવા હાલ તો એનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.