Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મોટા સમાચાર, આ મહિનામાં થશે મતદાન!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર દિવાળી પછી ગુજરાતમાં થઈ શકે છે ચૂંટણી જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવા સંકેત મહારાષ્ટ્રની ચૂંટણી સાથે વાવ વિધાનસભાની ચૂંટણીનાં સંકેત Gujarat Election : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની (Gujarat Sthanik Swaraj Election) આતુરતાથી...
gujarat election   સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મોટા સમાચાર  આ મહિનામાં થશે મતદાન
  1. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર
  2. દિવાળી પછી ગુજરાતમાં થઈ શકે છે ચૂંટણી
  3. જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવા સંકેત
  4. મહારાષ્ટ્રની ચૂંટણી સાથે વાવ વિધાનસભાની ચૂંટણીનાં સંકેત

Gujarat Election : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની (Gujarat Sthanik Swaraj Election) આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર આવ્યા છે. દિવાળી (Diwali 2024) પછી આ ચૂંટણી યોજાઈ શકે છે. બીજી તરફ મહારાષ્ટ્રની ચૂંટણીની સાથે વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી પણ થઈ શકે છે. વાવનાં ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરના રાજીનામાંથી આ બેઠક પર ચૂંટણી યોજાશે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ડિસેમ્બર મહિનામાં વિધિવત રીતે જાહેરાત થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - Surat : આજે જનભાગીદારીથી 'જલ સંચય' મહાઅભિયાનની થશે શરૂઆત, CR પાટીલ રહેશે ઉપસ્થિત

ગુજરાતમાં દિવાળી પછી ચૂંટણીનાં પડઘમ!

ગુજરાતમાં હવે જલદી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Sthanik Swaraj Election) યોજાશે. એવા અહેવાલ છે કે દિવાળી પછી જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે. જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં મતદાન થઈ શકે છે. જો કે, આ અંગેની વિવિધત જાહેરાત ડિસેમ્બર મહિનામાં કરવામાં આવશે. જ્યારે બીજી તરફ ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક (Vav Assembly Seat) પર પણ જલદી ચૂંટણી થશે.

Advertisement

આ પણ વાંચો - Gir Somnath: ગીરના ગામડાંઓમાં દશેરા નિમિત્તે ઇકો ઝોનના પૂતળાનું દહન,કાયદો નાબુદ કરવા ગ્રામજનો મક્કમ

Advertisement

ગેનીબેન ઠાકોરનાં રાજીનામાંથી ચૂંટણી યોજાશે

પ્રાપ્ત અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યની વિધાનસાભની ચૂંટણી સાથે વાવ બેઠક પર પણ ચૂંટણી યોજાઈ શકે છે. જો કે, અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જણાવી દઈએ કે, વાવના ધારાસભ્ય પદેથી સાંસદ ગેનીબેન ઠાકોરનાં (MP Ganiben Thakor) રાજીનામાંથી આ બેઠક ખાલી છે, જેના પર હવે ચૂંટણી (Gujarat Election) યોજાશે.

આ પણ વાંચો - Mehsana : ભેખડ ધસી પડતા 5 નાં મોત, હજુ પણ 4 દટાયા હોવાની આશંકા

Tags :
Advertisement

.