Vav Assembly Seat : ગુલાબસિંહ રાજપૂત વાવ બેઠક પરથી લડશે ચૂંટણી?
- વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મોટા સમાચાર
- કોંગ્રેસમાથી વાવ બેઠકના ઉમેદવાર નક્કી- સૂત્ર
- ગુલાબસિહ રાજપૂત વાવ બેઠક પરથી લડશે ચુટણી - સૂત્ર
- સેન્સ પ્રક્રિયા બાદ એક નામ નક્કી કર્યું હોવાનું ચર્ચા- સૂત્ર
- ગઈ કાલે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય મિટિંગ બાદ ગુલાબસિંહ રાજપુત નું નામ થયું નક્કી
- આવતી કાલે સતાવાર રિતે કોંગ્રેસ ઉમેદવાર ની કરશે જાહેરાત...
Vav Assembly Seat : બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન આવતા મહિને એટલે કે 13 નવેમ્બરના રોજ થવાનું છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ બેઠક પરથી કોણ મેદાને ઉતરશે. તાજેતરમાં સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસમાંથી ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે.
વાવ બેઠક પર કોંગ્રેસને મળી ગયો ઉમેદવાર?
જણાવી દઇએ કે, વાવ બેઠક માટે કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારબાદ ઘણા નામ સામે આવ્યા હતા. જેમાથી ગુલાબસિહ રાજપૂત (Gulabsih Rajput), ઠાકરશી રબારી, કે.પી. ગઢવી (K.P. Garhvi) મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે, સૂત્રોની માનીએ તો કોંગ્રેસે આ બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતના નામને અંતિમ રૂપ આપ્યું છે. ચૂંટણી માટે ઉમેદવારના નામ પર સેન્સ પ્રક્રિયા બાદ તેઓના નામને નિશ્ચિત કરવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચર્ચા એવી થઇ રહી છે કે, ગઈ કાલે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં થયેલી મહત્વપૂર્ણ મિટિંગ બાદ, ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠક પરથી ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસે લાંબી ચર્ચા અને સેન્સ પ્રક્રિયા બાદ તેમના નામને આગળ ધપાવ્યું છે. આ બેઠક માટે ઘણા નામો ચર્ચામાં હતા, પરંતુ અંતે ગુલાબસિંહ રાજપૂતના નામ પર સત્તાવાર રીતે મુહર લાગી છે.
Banaskantha Vav By Election: Vavની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર નક્કી! | Gujarat First #VavByElection #CongressCandidate #GulabSinghRajput #ElectionUpdates #PoliticalNews #GujaratPolitics #CongressMeeting #CandidateAnnouncement #VavSeat #ByPolls2024 #Gfcard #Gujaratfirst… pic.twitter.com/Dpj3ExNtFK
— Gujarat First (@GujaratFirst) October 23, 2024
આવતી કાલે ઉમેદવારની સત્તાવાર જાહેરાત
સૂત્રોના જણાવ્યા મુજબ, આવતી કાલે કોંગ્રેસ પક્ષ સત્તાવાર રીતે તેમના ઉમેદવારની જાહેરાત કરશે. ગત મિટિંગ બાદ તેઓના નામની ચર્ચા થઈ રહી હતી, અને હવે સત્તાવાર જાહેરાત બાદ સ્પષ્ટ થઇ જશે કે વાવ બેઠક પરથી કયા ઉમેદવારને ટિકિટ મળશે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભાને ગેનીબેન ઠાકોરનો ગઢ કહેવામાં આવે છે. આ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે તેવી જાહેરાત થઈ ગઈ છે. 13 નવેમ્બરના રોજ મતદાન યોજાશે જ્યારે 23 નવેમ્બર એટલે કે મતદાનના 10 દિવસ પછી પરિણામ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: વાવ બેઠક પર કોંગ્રેસના આ નામો ચર્ચામાં!