Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ભાજપમાં ડખ્ખા, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી વિવાદ
- જેતપુર પાલિકાની ચૂંટણીમાં જૂથવાદ પડ્યો ઉઘાડો
- ટિકિટ કપાતા અનેક ભાજપ નેતાની અપક્ષ ઉમેદવારી
- ઉત્તર ગુજરાતમાં પણ હવે ભાજપ નેતાઓ મેદાનમાં આવ્યાં છે
Local Body Elections, Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતો થઈ છે, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ આંકડા જોતા એવું લાગી રહ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections)માં ભાજપમાં જ ડખા જોવા મળ્યાં છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત (North Gujarat) સુધી ભાજપમાં વિવાદ સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અમરેલી લેટરકાંડ મામલે ભાજપના બે જૂથ સામસામે આવ્યાં છે. અત્યારે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી પણ મેદાને આવ્યાં છે.
ભાજપમાં 'ઘર કા ભેદી લંકા ઢાયે' જેવો ઘાટ સર્જાયો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ CMને પત્ર લખી લેટરકાંડ મુદ્દે નાર્કો ટેસ્ટની માંગ કરી છે. એટલું જ નહીં પરંતુ જેતપુર પાલિકાની ચૂંટણીમાં જૂથવાદ ઉઘાડો પડ્યો છે. આ સાથે અહીના સ્થાનિક રાજકારણના પડઘા છેક પ્રદેશકક્ષાએ પડ્યા છે. પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા વચ્ચે પણ વિખવાદ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે, અત્યારે ભાજપમાં 'ઘર કા ભેદી લંકા ઢાયે' જેવો ઘાટ સર્જાયો છે. પોતાની ટિકિટ કપાતા અનેક ભાજપ નેતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
આ પણ વાંચો: Ahmedabad Police : 3.77 કરોડની ઉચાપતની 7 મહિને FIR, આરોપી પકડાયો પણ રિકવરી શૂન્ય
ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપે નિયમો નેવે મૂક્યાઃ સ્થાનિક નેતાઓ
ભાજપમાં હવે વિખવાદ વધી રહ્યો છે. લાઠી અને ધરમપુરમાં ભાજપ કાર્યકરોના રાજીનામા આપ્યાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે ખેડા, કરજણ, સોનગઢ, જામજોધપુરમાં પણ ડખ્ખાં જોવા મળ્યાં છે. મૂળ મુદ્દાની વાત એ છે કે, ટિકિટ વહેંચણી મામલે ભાજપે નિયમો નેવે મૂકી દેતા રોષ જોવા મળ્યો છે. અત્યારે ભાજપના સ્થાનિક નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સ્થાનિક નેતાઓનું કહેવું છે કે, ભાજપની ‘નો રિપિટ થિયરી’ માત્ર નામ પુરતી રહી છે, જેના કારણે આ નેતાઓ બગડ્યા છે અને અપક્ષમાં ઉમેદવારી પણ નોંધાવી છે.
આ પણ વાંચો: લ્યો બોલો! ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસના 4 ઉમેદવારો ગાયબ, કોંગ્રેસ મહામંત્રીએ કહ્યું આમાં...
નીતિન પટેલે કહ્યું રાજકારણમાં પણ દલાલો વધી ગયા
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં કડિયા સમાજ નારાજ થયો છે. અહીં કડિયા સમાજના નેતાને એકપણ ટિકિટ ન મળતા છેક પ્રદેશકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. એટલે જ નહીં પરંતુ શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ ડે.મેયર સામે બળાપો પણ કાઢ્યો હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢની સાથે સાતે હવે ઉત્તર ગુજરાત (North Gujarat)માં પણ હવે ભાજપ નેતાઓ મેદાનમાં આવ્યાં છે. નીતિન પટેલે કહ્યું કે, ‘રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે.’ મહત્વની વાત એ પણ છે કે, અનામત મુદ્દે નીતિન પટેલના નિવેદનથી ચર્ચાઓ તેજ બની છે. અત્યારે અનામતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જૂનાગઢ, દિયોદર, ધાનેરા સહિત ઠેર ઠેર ભાજપના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, આ દરેક બાબતોમાં ગુજરાત ભાજપ કેવા નિર્ણયો કરે છે?
આ પણ વાંચો: Kutch: ભચાઉ નગરપાલિકામાં લહેરાયો ભગવો, 28 બેઠકોમાંથી 21 બેઠકો પર બિનહરીફ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો