ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat BJP : અમિત શાહે કાર્યકર્તા સંમેલનમાં ભાગ લીધો, ગુજરાત BJP દ્વારા 'સદસ્યતા અભિયાન'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે નારણપુરા વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહે લીધો ભાગ 21 મી ઓગસ્ટથી ગુજરાત ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થશે Gujarat BJP : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજે અમદાવાદની મુલાકાતે...
08:36 PM Aug 18, 2024 IST | Vipul Sen
  1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે
  2. નારણપુરા વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહે લીધો ભાગ
  3. 21 મી ઓગસ્ટથી ગુજરાત ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થશે

Gujarat BJP : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજે અમદાવાદની મુલાકાતે હતા. દિવસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ અનેક કાર્યક્રમો ભાગ લીધો હતો અને વિકાસકામોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. દરમિયાન આજે નવાવાડજ ખાતે નારણપુરા વિધાનસભામાં (Naranpura Assembly) નવનિર્મિત મામલતદાર કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ સુભાષબ્રિજ બત્રીસી ભવન ખાતે કારકર્તા સંમેલનમાં પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના હસ્તે 188 લોકોને અપાઈ ભારતીય નાગરિકતા, જાણો CAA અંગે ગૃહમંત્રીએ શું કહ્યું

નવનિર્મિત મામલતદાર કાર્યાલયનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah) આજે અમદાવાદની (Ahmedabad) મુલાકાત દરમિયાન અનેક વિકાસકામોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણનાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં (Gandhinagar) સામેલ ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિસ્તારનાં કરોડો રૂપિયાનાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ખાતમુર્હૂત, લોકાર્પણ કર્યું હતું. સાંજે 6.30 કલાકે નવા વાડજ (Navawadaj) ખાતે નારણપુરા વિધાનસભામાં નવનિર્મિત મામલતદાર કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો - AHMEDABAD : કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH એ શહેરના વિકાસને આપ્યો વેગ, આપી રૂપિયા 1003 કરોડના વિકાસકાર્યોની ભેટ

ગુજરાત BJP દ્વારા 'સદસ્યતા અભિયાન' ની શરૂઆત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે 6.45 કલાકે સુભાષબ્રિજ ખાતે આવેલા બત્રીસી ભવનમાં (Batrisi Bhawan) યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં મોટી સંખ્યામાં નેતાઓ, મંત્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, 21 મીએ ઓગસ્ટે ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા 'સદસ્યતા અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન 45 દિવસ સુધી યોજાશે. આ અભિયાનને લઈ 21મીએ ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં તમામ ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશ હોદ્દેદારો હાજર રહેશે. માહિતી મુજબ, આ સદસ્યતા અભિયાન માટે 6 સભ્યોની કમિટીની પણ રચના કરવામાં આવી છે. જ્યારે, ભાજપનાં (BJP) પ્રાથમિક સભ્યો અભિયાન દરમિયાન બનાવવામાં આવશે.

આ પણ વાંચો - Surat : પરિવારની દરેક મુશ્કેલીમાં ગિરનાર પર્વતની જેમ અડીખમ રહેનાર એટલે પિતા : હર્ષ સંઘવી

Tags :
AhmedabadAmit ShahBatrisi BhawanGhatlodiaGujarat BJPGujarat FirstGujarati NewsNaranpuraNaranpura AssemblyNawawadajUnion Home and Cooperation MinisterVejalpur
Next Article