Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GT vs MI : સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને જોતા જ ફેન્સે રોહિત-રાહિતના લગાવ્યા નારા

GT vs MI : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રવિવારે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (GT vs MI) વચ્ચે મેચ રમાઈ હતી. જ્યા પ્રથમવાર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી હતી. આ નિર્ણયની અમદાવાદમાં...
gt vs mi   સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને જોતા જ ફેન્સે રોહિત રાહિતના લગાવ્યા નારા

GT vs MI : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રવિવારે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (GT vs MI) વચ્ચે મેચ રમાઈ હતી. જ્યા પ્રથમવાર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી હતી. આ નિર્ણયની અમદાવાદમાં ખૂબ જ ટીકા થઇ છે. મુંબઈને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર રોહિત શર્મા (Rohit Sharma) ને સુકાનીપદેથી હટાવવાનો નિર્ણય આશ્ચર્યજનક હતો. એવી પૂરેપૂરી સંભાવનાઓ હતી કે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ચોક્કસપણે મેદાન પર પણ ચાહકોનો ગુસ્સો જોશે. અમદાવાદમાં આવું જ કંઈક થયું.

Advertisement

રોહિત-રોહિતથી મેદાન ગુંજ્યું

નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Narendra Modi International Stadium) ના ચાહકો મેચની શરૂઆતથી જ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને જોઇ ગુસ્સામાં હોય તેવું જોવા મળ્યું હતું. ટોસ દરમિયાન હાર્દિક પંડ્યા જ્યારે મેદાનમાં આવ્યો ત્યારે ચાહકોએ રોહિત-રોહિતના નામે નારા (Rohit-Rohit Slogans) લગાવ્યા હતા. હાર્દિકની અભિવ્યક્તિ જોઈને એવું લાગી રહ્યું હતું કે તેને ચાહકોનું આ વલણ બિલકુલ પસંદ નથી આવ્યું. જ્યારે હાર્દિક પંડ્યા (Hardik Pandya) પ્રથમ બોલિંગ કરવા આવ્યો, ભીડમાંથી "રોહિત-રોહિત" ના નારાઓનો અવાજ આવવા લાગ્યો. સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોએ ઓલરાઉન્ડરની મજાક ઉડાવી અને આ ઘટનાનો વીડિયો (Video) થોડી જ મિનિટોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. અમદાવાદમાં આવેલા ફેન્સ સ્પષ્ટપણે હાર્દિક પંડ્યા પર ગુસ્સામાં હોય તેવું જોવા મળી રહ્યું હતું. પણ સૌથી મોટી વાત એ છે કે, હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટન્સીનો એવી રીતે ઉપયોગ કર્યો કે તેને જોઇ ફેન્સે તેના પર વધુ ગુસ્સે થઇ ગયા હતા.

Advertisement

હાર્દિકે રોહિતને મોકલ્યો બાઉન્ડ્રી પર, ફેન્સ થયા ગુસ્સે

જીહા, મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) નો નવો કેપ્ટન હાર્દિક પંડ્યા ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ની ફિલ્ડિંગ પોઝિશન બદલતો જોવા મળ્યો હતો. તેણે 30 યાર્ડ સર્કલની અંદર ઉભેલા રોહિત શર્માને બાઉન્ડ્રી તરફ મોકલ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. હિટમેન પણ એક વાર ઈશારા કરે છે અને કહે છે, 'હું જાઉ?' ઉલ્લેખનીય  છે કે, ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની છેલ્લી ઓવર (20) મુંબઈ ઇન્ડિયન્સ વતી ઝેરાલ્ડ કોએત્ઝીએ ફેંકી હતી. ઓવર દરમિયાન હાર્દિક બોલરની સાથે ફિલ્ડ સેટ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક 30 યાર્ડના સર્કલમાં ઉભેલા રોહિત શર્માને બાઉન્ડ્રીએ ફિલ્ડ કરવા માટે કહે છે. રોહિત, જે ઘણીવાર યાર્ડમાં ફિલ્ડીંગ કરતો હોય છે, તે લોંગ ઓન તરફ જાય છે. બાઉન્ડ્રી પર ગયા પછી પણ પંડ્યા 2-3 વખત રોહિતને તેની જગ્યાએથી ખસેડે છે. રોહિત સાથે આ પ્રકારનું વર્તન ચાહકોને બિલકુલ પસંદ નહોતું આવ્યું. પંડ્યાને સોશિયલ મીડિયા પર પણ ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો.

Advertisement

સ્ટેડિયમમાં હાર્દિક અને રોહિતના ફેન્સ વચ્ચે ઘર્ષણ

ગુજરાત અને મુંબઈ વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના ચાહકો વચ્ચે આ અથડામણ થઈ હતી. જો કે આ વીડિયોમાં આ વાતની પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો - IPL Points Table : રાજસ્થાને એક જીત સાથે મેળવ્યું પ્રથમ સ્થાન, આ ટીમો ટોપ-4 માં

આ પણ વાંચો - RCB VS PBKS : કિંગ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે ટકરાશે ગબ્બર ધવનની પંજાબ સાથે, જાણો શું હશે મેચના હાલ

Tags :
Advertisement

.