Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GLPL : ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ, જાણો સંપૂર્ણ વિગત

GLPL : કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (Union Home Minister Amit Bhai Shah) આજે ગુજરાતીઓને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. તેઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ અમદાવાદના SGVP છારોડી (SGVP Chharodi) ખાતે સાંજના સમયે હાજરી આપી. જ્યા કેન્દ્રિય ગૃહમંત્રી...
06:52 PM Feb 12, 2024 IST | Hardik Shah
Source : BJP Gujarat Twitter Handle

GLPL : કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (Union Home Minister Amit Bhai Shah) આજે ગુજરાતીઓને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. તેઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ અમદાવાદના SGVP છારોડી (SGVP Chharodi) ખાતે સાંજના સમયે હાજરી આપી. જ્યા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat Chief Minister Bhupendra Patel) અને ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) પણ હાજરી આપી. અહીં કેન્દ્રીય ગૃહ અને ગુજરાતના મુખ્યમંત્રીએ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ (Gandhinagar Lok Sabha Premier League) નું ઉદ્ઘાટન કર્યું હતું.

Source : BJP Gujarat Twitter Handle

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન

અમદાવાદના SGVP છારોડી ખાતે આજે સાંજના સમયે આયોજિત ગાંધીનગર લોકસભા ક્રિકેટ પ્રીમિયર લીગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ક્રિકેટર હાર્દિક પંડ્યા હાજર રહ્યા હતા. જ્યા તેમણે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જણાવી દઇએ કે, આ પ્રતિયોગિતાની શરૂઆત ઘાટલોડિયા અને ગાંધીનગર ઉત્તરની ટીમો વચ્ચેના મેચથી થશે. આ ખાસ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ ઉપસ્થિત રહી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. જણાવી દઇએ કે, આ પૂર્વે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાંસદ જન મહોત્સવ અન્વયે વિવિધ રમતો અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની યોજાયેલ સ્પર્ધાઓમાં 1.75 લાખથી વધુ યુવાઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્ર, રાજ્ય અને સમાજના હિતમાં યુવાઓ આગળ આવે તેમની સહભાગિતા વધે, સાથે સાથે પ્રતિભાવંત યુવાઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે દિશામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાતત્યપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા છે.

13 મેદાનો, 21 દિવસ અને 1 હજારથી વધુ ટીમો

ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સૌથી વિશાળ અને વ્યાપક ફલક પર યોજાનાર આ ટુર્નામેન્ટ કુલ 13 મેદાનો પર સતત 21 દિવસ સુધી રમાશે. આ ટુર્નામેન્ટમાં 1 હજારથી વધુ ટીમો અને 15 હજારથી વધુ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર લોકસભા હેઠળની તમામ 7 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વળી આ ટુર્નામેન્ટ  ટેનિસ બોલ સાથે યોજવામાં આવશે અને તેમાં પ્રત્યેક મેચ 10 ઓવરની રહેશે.

આ પણ વાંચો - AUS vs WI : રન આઉટ હોવા છતા એમ્પાયરે બેટ્સમેનને ન આપ્યો આઉટ, જાણો કેમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAmit ShahBhupendra PatelCM Bhupendra PatelcricketerGandhinagarGandhinagar Lok Sabha Premier LeagueGandhinagar Lok Sabha Premier League Cricket TournamentGLPLGujarat Chief Minister Bhupendra PatelGujarat FirstGujarati NewsHardik PandyaSGVP ChharodiUnion Home MinisterUnion Home Minister Amit Bhai Shah
Next Article