Gujarat: ગ્રેજ્યુઈટીને લઈને આવ્યાં Good News, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય
- સરકારી કર્મચારીના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય
- ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો
- સરકારી કર્મચારીઓને હવે 20 લાખને બદલે 25 લાખ મળશે
Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.
Gandhinagar: CM Bhupendra Patel નો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય | Gujarat First@Bhupendrapbjp @CMOGuj #gandhinagar #CMBhupendraPatel #EmployeeWelfare #GratuityBenefits #GujaratGovernment #RetirementBenefits #GovernmentEmployees #EmployeeSupport #gujaratfirst pic.twitter.com/fszU9AScgQ
— Gujarat First (@GujaratFirst) November 30, 2024
આ પણ વાંચો: Farmer: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યની જનતાને સૌથી મોટી ભેટ, ખેડૂત બનવું હવે થશે સરળ
ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 25 લાખની મર્યાદામાં અપાશે
નોંધનીય છે કે, આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તારીખ 01 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે.
આ પણ વાંચો: Kutch: કચ્છમાં ઝડપાયું 1.5 કરોડનું ડ્ર્ગ્સ, SOG એ 147.67 ગ્રામ કોકેઇન સાથે ચારને દબોચ્યા
આના કારણે અંદાજે વાર્ષિક રૂપિયા 53.15 કરોડનું ભારણ વધશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂપિયા 53.15 કરોડનું ભારણ આવશે. પરંતુ સરકારી કર્મચારીઓ માટે આ ખુશીના સમાચાર છે. કારણ કે, રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Kolkata : હિન્દુઓ પર હુમલા થતાં બાંગ્લાદેશીઓની સારવાર નહીં કરવાનો હોસ્પિટલનો નિર્ણય