Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં ગુંડા તત્વો જમીનનો કબજો લેવા પહોંચ્યા, શું થયું જાણો

અમદાવાદ જ નહીં ગુજરાત (Gujarat) ના અનેક શહેર અને જિલ્લાઓમાં જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે. જમીનના સોદા હવે વાર અને ચોરસ ફૂટ પર થઈ રહ્યાં છે. લાખો રૂપિયામાં ખરીદેલી જમીન કરોડોને આંબી ગઈ છે. આ જ કારણોસર વર્ષોથી કેટલાંક...
12:54 PM Dec 27, 2023 IST | Bankim Patel

અમદાવાદ જ નહીં ગુજરાત (Gujarat) ના અનેક શહેર અને જિલ્લાઓમાં જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે. જમીનના સોદા હવે વાર અને ચોરસ ફૂટ પર થઈ રહ્યાં છે. લાખો રૂપિયામાં ખરીદેલી જમીન કરોડોને આંબી ગઈ છે. આ જ કારણોસર વર્ષોથી કેટલાંક ભૂમાફિયા (Land Grabber) અને ભ્રષ્ટ પોલીસ અધિકારી (Corrupt Police Officer) ઓ જમીનમાં ડખો નાંખવો, ગેરકાયદેસર કબજો લેવાનો ધંધો બનાવી દીધો છે. આ ગંદો ધંધો છેલ્લાં બે દસકમાં ભારે ફૂલ્યો ફાલ્યો છે. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તાર (Ahmedabad Sarkhej) માં આવેલી કરોડો રૂપિયાની જમીનમાં કબજો લેવા આવેલા ગુંડા તત્વોને પાછી પાની કરવાનો વારો આવ્યો છે. ગુંડા તત્વો સાથે ઉચ્ચ પોલીસ અધિકારી (Senior Police Officer) એ મીલીભગત આચરી PCR વાન જમીનનો કબજો લેવા મોકલી આપી હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર કાંડ સામે આવી જતાં પોલીસ અધિકારી મામલાથી બચવા મથામણ કરી રહ્યાં છે.

અધિકારીના નામે કબજો લેવા ગુંડાઓ પહોંચ્યા : અમદાવાદના સરખેજ-જુહાપુરા રોડ (Sarkhej Juhapura Road) પર આવેલી 9 હજાર વાર જેટલી જગ્યામાં જમીન માલિક નિયમાનુસાર મંજૂરી મેળવી બાંધકામ કરી રહ્યાં છે. દરમિયાનમાં ગત સોમવારે બપારે સાડા બારેક વાગે કેટલાંક ગુંડા તત્વો ખાનગી કારની સાથે પોલીસ જીપ (PCR Van) લઈને જગ્યા પર પહોંચી ગયા હતા. સ્થળ પર હાજર વ્યક્તિને "ફલાણા પોલીસ અધિકારીએ અમારી 300 વાર જગ્યાનો કબજો લેવા મોકલ્યા છે" તેમ કહી બોલચાલ કરી હતી. જમીનના માલિક સ્થળ પર દોડી આવતા વાતચીત ઉગ્ર બની હતી. જમીનનો કબજો લેવા આવેલા શખ્સોએ 9 હજાર વારની જગ્યામાં 300 વાર જગ્યા પોતાની હોવાનો દાવો કર્યો હતો.

'એક કા તીન'વાળા ઈમ્તીયાઝનું લખાણ રજૂ કર્યું : જમીન માલિકે પોલીસ કંટ્રોલ રૂમ (Ahmedabad Police Control Room) માં ફોન કરતા કોઈ વાહન આવ્યું ન હતું. પોલીસે ફોન કરીને જમીન માલિકને સરખેજ સ્ટેશન (Sarkhej Police Station) બોલાવી લીધા હતા. બંને પક્ષના દસ્તાવેજો પોલીસે માંગતા એક કા તીન કૌભાંડના આરોપી ઈમ્તીયાઝ સૈયદે (Imtiyaz Saiyad) દોઢેક દસકા પહેલાં લખી આપેલું એક લખાણ રજૂ કરાયું હતું. આ લખાણ જોઈને પોલીસ તો સમજી ગઈ પરંતુ ગુંડા તત્વોની પડખે રહેલા પોલીસ અધિકારી પણ શાણા બની ગયા. સમગ્ર મામલામાં પોલીસ અધિકારી ફસાઈ જાય તેવી સ્થિતિ ઉભી થતાં તેમણે ગુંડા તત્વોને સમાધાન કરી લેવા જણાવ્યું હતું. આથી જમીનનો કબજો લેવા આવેલા શખ્સોએ ભૂલથી આ જગ્યા પર આવી ગયા હોવાનું તેમજ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી તેવું નિવેદનમાં અપાયું છે.

અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે : એક કાગળીયાના આધારે કરોડો રૂપિયાની કિંમતની જમીનમાં ઘૂસણખોરી કરાવવા માટે ખેલ રચનારી ટોળકીમાં પોલીસ અધિકારીની મહત્વની ભૂમિકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમીનના દસ્તાવેજો જોવાની તસ્દી લીધા વિના પોલીસ અધિકારીએ ગુંડા તત્વો સાથે પીસીઆર વાનને મોકલી આપવા હુકમ કરી દીધો. આટલી બધી મહેરબાની "સાહેબ" શા માટે કરે તે તો સૌ કોઈ સમજી જ શકે છે. અત્રે નોંધનીય છે કે, જમીનના વિવાદમાં સાડા ત્રણ મહિના અગાઉ થયેલી એક ફરિયાદમાં પણ આ પોલીસ અધિકારી ખેલ કરવા જતાં તપાસ તેમને પહેરાવી દેવાઈ છે.

આ પણ વાંચો : Ahmedabad Police : આ છે અમદાવાદ પોલીસ, કે જેમણે ચોરને પકડવા કર્યું એવું કે લોકો પણ સ્તબ્ધ થઇ ગયા

Tags :
Ahmedabad City PoliceAhmedabad PoliceAhmedabad Police Control RoomAhmedabad SarkhejBankim PatelBankim Patel JournalistBankim Patel ReporterCorrupt Police OfficerGujaratGujarat FirstLand GrabberLand GrabbingPCR VanPolice Control RoomSarkhej Juhapura RoadSarkhej PoliceSarkhej Police StationSenior Police Officerઅમદાવાદગુજરાત ફર્સ્ટજુહાપુરાસરખેજ
Next Article