Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : PI એ કરેલા 51 લાખના તોડમાંથી કયા 'સાહેબ' મોટો હિસ્સો લઈ ગયા

Gujarat : લાખો-કરોડો રૂપિયાના તોડ Gujarat Police એ કર્યા હોવાના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. સામાન્ય રીતે તોડ કેસનો ભાંડો ફૂટ્યા બાદ કે પછી તેની તપાસમાં અપવાદરૂપ કેસમાં જ ભ્રષ્ટાચારી સામે પગલાં લેવાય છે. જેની પાછળનું મુખ્ય કારણ Gujarat...
gujarat   pi એ કરેલા 51 લાખના તોડમાંથી કયા  સાહેબ  મોટો હિસ્સો લઈ ગયા
Advertisement

Gujarat : લાખો-કરોડો રૂપિયાના તોડ Gujarat Police એ કર્યા હોવાના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. સામાન્ય રીતે તોડ કેસનો ભાંડો ફૂટ્યા બાદ કે પછી તેની તપાસમાં અપવાદરૂપ કેસમાં જ ભ્રષ્ટાચારી સામે પગલાં લેવાય છે. જેની પાછળનું મુખ્ય કારણ Gujarat માં ફરજ બજાવતા સિનિયર પોલીસ અધિકારીઓમાં મોટાભાગના ભ્રષ્ટાચારી જ છે. આવી જ એક ઘટના મોરબી જિલ્લા પોલીસની સામે આવી છે. ટંકારા પોલીસ સ્ટેશન (Tankara Police Station) ના ચર્ચાસ્પદ જુગાર કેસમાં કરાયેલા લાખો રૂપિયાના તોડ પ્રકરણમાં આરોપી બનેલા PI વાય. કે. ગોહિલ (Y K Gohil PI) નો એક અન્ય અધિકારીએ તોડ કર્યો છે. શું છે સમગ્ર મામલો વાંચો આ અહેવાલમાં...

શું છે તોડકાંડનો સમગ્ર મામલો ?

ગત દિવાળીના તહેવારો પહેલાં 26 ઑક્ટોબરની મોડી રાતે રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી કમ્ફર્ટ હૉટલમાંથી જુગાર પકડાય છે. વાંકાનેર સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર એસ. એચ. સારડા (S H Sarada DySP) પાસેથી ટંકારા પોલીસ નામ જોગ સ્પે. વૉરંટ 09/2024 મેળવી હૉટલમાં ટંકાર પોલીસ પંચો સાથે પહોંચે છે. ટંકારા પોલીસ સ્ટેશનના PI વાય. કે. ગોહિલની રૂબરૂ 10 લોકો સામે જુગારનો કેસ નોંધવામાં આવે છે. 12 લાખ રૂપિયા રોકડા, 8 મોબાઈલ ફોન, બે ફોર્ચ્યુનર કાર અને પ્લાસ્ટીકના કોઈન મુદ્દામાલ સ્વરૂપે કબજે લેવાય છે. બેએક દિવસમાં જ ટંકારા PI ગોહિલે જુગાર કેસમાં મોટો તોડ કર્યો હોવાની માહિતી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે. જેના પગલે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે (Ashok Kumar IPS) PI વાય. કે. ગોહિલને લીવ રિઝર્વમાં અને હેડ કૉન્સ્ટેબલ મહિપતસિંહની બદલી કરવા હુકમ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો : BJP ના પૂર્વ મંત્રીના કાળા કામના ભાગીદાર એવા ભૂમાફિયા સામે ફરિયાદ, સરપંચના પતિ ફરાર

Advertisement

બાતમી આપનારા અધિકારીએ તોડ નહીં કરવા સૂચના આપી હતી

સૌરાષ્ટ્રના એક જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીને રાજકોટ-મોરબી હાઇવે પરની કમ્ફર્ટ હૉટલમાં મોટા માથાઓ જુગાર રમી રહ્યાં હોવાની બાતમી મળે છે. SDPO ના કાર્યક્ષેત્રની હદ નહીં હોવાથી તેમણે આ માહિતી ટંકારા PI Y K Gohil ને આપી હતી. માહિતી આપવાની સાથે-સાથે આ પોલીસ અધિકારીએ તેમને તોડ કરી મામલો રફેદફે નહીં કરવા પણ સૂચના આપી હતી.

લાખોના તોડની માહિતી ગૃહ વિભાગમાં પહોંચી

PI વાય. કે. ગોહિલ અગાઉ કચ્છ જિલ્લા (Kutch District) માં નોકરી કરી ચૂક્યાં છે. કચ્છમાં નોકરી દરમિયાન PI ગોહિલે એક શખ્સ સાથે પંગો લઈ લીધો હતો. મોરબી ટંકારા જુગાર કેસમાં તોડ થયો હોવાની માહિતી આ શખ્સ પાસે પહોંચતા તેણે આ સમગ્ર મામલો ગૃહ વિભાગ (Home Department) સુધી પહોંચાડ્યો. ગૃહ વિભાગે આ મામલે Gujarat DGP વિકાસ સહાયને તોડકાંડમાં તપાસ કરવાની સૂચના આપતા સમગ્ર મામલો સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય (Nirlipt Rai) પાસે પહોંચ્યો અને તપાસ શરૂ થઈ.

આ પણ વાંચો : Gujarat: શરાબના સૌદાગરોની પોલીસને ખુલ્લી ચેલેન્જ, ગુજરાત ફર્સ્ટને મળ્યાં દારૂબંધીની પોલ ખોલતા Video

જુગારનો કેસ બતાવવા 12 લાખ રાજકોટથી મંગાવાયા

હૉટલ કમ્ફર્ટમાં ધસી ગયેલા હે.કૉ. મહિપતસિંહે પત્તા રમતા લોકોનો વીડિયો બનાવી ન્યૂઝ ચેનલમાં આપવાની ધમકી આપી હતી. જુગારના કેસની માહિતી મીડિયાને નહીં આપવા, આરોપીના નામ બદલવા તેમજ જામીન પર તુરંત મુક્ત કરવાનો સોદો PI વાય. કે. ગોહિલે કર્યો હતો. જુગારનો કવૉલિટી કેસ બતાવવા આરોપી વિમલ પાદરીયાએ મિત્ર સુમિત અકબરી પાસે રૂપિયા 12 લાખ રોકડા મંગાવ્યા હતા. આ ઉપરાંત આરોપી તિરથ ફળદુના સ્થાને રવિ પટેલનું ખોટું નામ FIR માં લખવા પેટે 41 લાખ પંકજ દેત્રોજાએ પહોંચાડ્યા હતા. જ્યારે આરોપીઓના મોબાઈલ ફોન પરત કરવા પેટે 10 લાખ રૂપિયા આપવા માટે આરોપી વિમલે મિત્ર સુમિત પાસે બીજા 10 લાખ મંગાવ્યા હતા.

51 લાખમાંથી 60 ટકા રકમ 'સાહેબ' લઈ ગયા

રાત્રિના 23.15 કલાકે જુગારની બાતમી મળતા ટંકારા પોલીસે Wankaner SDPO એસ. એચ. સારડા પાસેથી સ્પે. વૉરંટ મેળવ્યું હતું અને 23.30 કલાકે હૉટલમાં રેડ કરી દીધી હતી. જુગાર કેસમાં લાખોનો તોડ થયો હોવાની માહિતી ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પહોંચતા PI Y K Gohil ને બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર કેસનું પિલ્લું વાળી દેવાની ખાતરી આપી એક પોલીસ અધિકારીએ PI ગોહિલ પાસેથી તોડના 51 લાખમાંથી 60 ટકા જેટલી રકમ પડાવી લીધી હોવાની ચર્ચાઓ સામે આવી છે. તોડ પ્રકરણમાં નોંધાયેલા કેસની તપાસ લીંબડી એસડીપીઓ વિશાલ રબારી (Vishal Rabari DySP) ચલાવી રહ્યાં છે. PI ગોહિલની ધરપકડ બાદ 'દૂધનું દુધ અને પાણીનું પાણી' થશે.

આ પણ વાંચો : Gujarat First: ઓપરેશન અસુરના રાજ્યવ્યાપી પડધા! શરાબના સોદાગરો પર ત્રાટકી પોલીસ!

Tags :
Advertisement

Trending News

.

×