ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhi Jayanti : રાજ્યભરમાં પૂરજોશ સાથે 'સ્વચ્છતા અભિયાન', CM, ગૃહ રાજ્યમંત્રી સહિત મંત્રીઓ જોડાયા, જુઓ Video

આજે રાજ્યભરમાં 'સ્વચ્છતા અભિયાન' સાથે ગાંધીજયંતીની (Gandhi Jayanti) ઉજવણી અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ, જામનગરમાં સ્વચ્છતા અભિયાન મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી, કૃષિ મંત્રી સહિતનાં નેતાઓ, અગ્રણીઓ જોડાયા આજે ગુજરાતભરમાં 'સ્વચ્છતા અભિયાન' યોજીને રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીની (Gandhi Jayanti) ઉજવણી...
12:16 PM Oct 02, 2024 IST | Vipul Sen
  1. આજે રાજ્યભરમાં 'સ્વચ્છતા અભિયાન' સાથે ગાંધીજયંતીની (Gandhi Jayanti) ઉજવણી
  2. અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ, જામનગરમાં સ્વચ્છતા અભિયાન
  3. મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી, કૃષિ મંત્રી સહિતનાં નેતાઓ, અગ્રણીઓ જોડાયા

આજે ગુજરાતભરમાં 'સ્વચ્છતા અભિયાન' યોજીને રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીની (Gandhi Jayanti) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ (Ahmedabad), પોરબંદર, ગાંધીનગર, રાજકોટ (Rajkot), જામનગર સહિતનાં જિલ્લાઓમાં 'સ્વચ્છતા અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં રાજ્યનાં મંત્રીઓ પણ જોડાયા હતા.

પોરબંધરમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ કાર્યક્રમ

પોરબંદરમાં (Porbandar) સુદામા મંદિર ખાતે 'સ્વચ્છતા અભિયાન' કાર્યક્રમ (Swachhata Abhiyan) યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને પોરબંદરનાં સાંસદ સહિતનાં નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સુદામા મંદિરનાં પટાંગણમાં સફાઈ કરી હતી અને વૃક્ષારોપણ કર્યું હતું. આ પહેલા કીર્તિ મંદિર (Kirti Mandir) ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું.

AMC દ્વારા 'સ્વછતા હી સેવા અભિયાન' નું આયોજન

ગાંધી જયંતી (Gandhi Jayanti) નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 'સ્વછતા હી સેવા અભિયાન' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બોડકદેવ ખાતેનાં પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં યોજાયેલ આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) 'સ્વછતા અભિયાન'ને નીહાળવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), શ્રમ અને રોજગાર મંત્રી બળવંત સિહ રાજપૂત, રાજ્યસભાનાં સાંસદ સભ્ય નરહરિ અમીન (Narhari Amin), સાંસદ હસમુખ પટેલ, સાંસદ દિનેશ મકવાણા સહિતના નેતાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમિયાન, સફાઈ અભિયાનને પ્રાધાન્ય આપતો રેલી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્વછતા ટેબ્લો સાથે રેલીનું આયોજન કરાયું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન

આ કાર્યક્રમ દરમિયાન સફાઈકર્મીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. સાથે જ પ્રાથમિક શાળામાં બાળકોને શ્રેષ્ઠ અભ્યાસ બાબતે, ગ્રામીણ વિસ્તારમાં સફાઈ અભિયાન શાળાનાં મહિલા શિક્ષકને, સ્વચ્છતા અભિયાન અંતર્ગત સારી અને શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થી અને આચાર્યને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન આપતા કહ્યું હતું કે, 'સ્વચ્છ ભારત અભિયાન' નાં (Swachhata Abhiyan) કાર્યક્રમમાં આ સૌને સ્વચ્છ ભારત દિવસની શુભકામનાઓ. આ દેશમાં અનેક જનપરિવર્તન આંદોલન જોયા છે. 2 ઓકટોબર 2014 ના રોજ વડાપ્રધાને દેશનાં ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે દેશ માટે 'સ્વછતા અભિયાન'નાં સંકલ્પને આગળ વધાર્યું હતું.

આ પણ વાંચો - Mahatma Gandhiji ની જન્મજયંતી નિમિત્તે પંચદેવ મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું 'સ્વચ્છતા હી સેવા અભિયાન'

રાજ્યમાં મોટો બદલાવ છેલ્લા 10 વર્ષમાં આવ્યો છે : હર્ષ સંઘવી

હર્ષ સંધવીએ કહ્યું કે, આપણા ગુજરત કે અન્ય રાજ્યમાં મોટો બદલાવ છેલ્લા 10 વર્ષમાં આવ્યો છે. જો કોઈ આ સ્વછતા અભિયાનને પ્રધાન આપ્યું હોય તો એ ગુજરાતમાં જોવા મળ્યું છે. ભરપૂર વરસાદમાં પણ સ્વછતા અભિયાન માટે કામ કરતા સ્વછતા દૂતોને આજનાં દિવસે ઊભા થઈને અભિવાદન અને અભિનંદન પાઠવું છું. હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, રાજ્યનાં નાગરિકોને મારી વિનંતી છે કે આવા સ્વછતા દૂતને મદદ ના કરો તો કંઈ નહિ પણ તેમની કામગીરી ના વધારો.

રાઘવજી પટેલે રાજકોટમાં ગાંધી જયંતીની ઉજવણી કરી

રાજકોટની (Rajkot) વાત કરીએ તો ગાંધી મ્યુઝિયમ બહાર કૃષિ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલે (Raghavji Patel) સફાઈ કરી હતી અને ગાંધી જયંતીની ઉજવણી કરી હતી. મંત્રીએ જ્યૂબેલી ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. સાથે જ ભાજપ દ્વારા સામૂહિક ખાદી ખરીદી કરવામાં આવી હતી. દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે નકલી બિયારણ મામલે કહ્યું કે, મને પણ ફરિયાદ મળી છે. આ મામલે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો - Porbandar : આજે રાષ્ટ્રપિતાની જન્મજયંતી, કીર્તિ મંદિરે CM ની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા, વિવિધ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખાસ કાર્યક્રમ

ગાંધીનગરની (Gandhinagar) સિવિલ હોસ્પિટલમાં પણ 'સ્વચ્છતા અભિયાન' કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) અને જગદીશ પંચાલ દ્વારા સફાય અભિયાન હાથ ધરાયું હતું. સાથે જ 'એક પેડ માં કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કરી સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગરનાં મેયર, ધારાસભ્ય, કલેક્ટર અને કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં ગાંધી જયંતીની ઉજવણી

જામનગરમાં (Jamnagar) આજે મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે ભાજપ દ્વારા બાપુના બાવલાને સૂતરની માળા અર્પણ કરવામાં આવી હતી. આ સાથે સેવા પખવાડિયાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા (Rivaba Jadeja), દિવ્યેશ અકબરી અને શહેર સંગઠનની ટીમ જોડાઈ હતી.

આ પણ વાંચો - Mahatma Gandhi એ કેમ કહ્યું- 'અહીંનાં વણિકો કાપડમાં આસામનું સ્વપ્ન વણી રહ્યા છે...' વાંચો અહેવાલ

Tags :
156th birth anniversary of Mahatma GandhiAhmedabadbirth anniversary of Mahatma GandhiCM Bhupendra PatelGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHarsh SanghviLatest Gujarati NewsMahatma GandhiMahatma Gandhi JayantiMansukhbhai MandaviyaNarhari Aminpm narendra modiPorbandarRaghavji PatelRAJKOTRishikesh PatelRivaba JadejaSwachhata AbhiyanSwachhata Hi Seva Abhiyanमहात्मा गांधीમહાત્મા ગાંધીમહાત્મા ગાંધી જન્મ જયંતી
Next Article