Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajasthan ના સુંધા માતા પર્વત પર આભ ફાટ્યું, મહિલાનું મોત

બનાસકાંઠા જિલ્લાની સરહદના ગામોમાં આભ ફાટ્યું રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ભારે વરસાદ દર્શન માટે આવેલી ગુજરાતની મહિલા પાણીમાં તણાઇ Rajasthan : રાજસ્થાન (Rajasthan) સરહદના ગામોમાં આજે સવારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. અતિ ભારે વરસાદના કારણે...
rajasthan ના સુંધા માતા પર્વત પર આભ ફાટ્યું  મહિલાનું મોત
  • બનાસકાંઠા જિલ્લાની સરહદના ગામોમાં આભ ફાટ્યું
  • રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ભારે વરસાદ
  • દર્શન માટે આવેલી ગુજરાતની મહિલા પાણીમાં તણાઇ

Rajasthan : રાજસ્થાન (Rajasthan) સરહદના ગામોમાં આજે સવારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. અતિ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ભારે વરસાદના કારણે પર્વતના પગથીયાં પર જાણે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. નદીના ધસમસતા પ્રવાહમાં ગુજરાતની એક મહિલા તણાઇ હતી. પગથીયા પર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.

Advertisement

સુંધા માતા પર્વત પર અતિ ભારે વરસાદ

રાજસ્થાન અને બનાસકાંઠાના ગામોમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સરહદ પર આવેલા રાજસ્થાનના સુંધા માતા પર્વત પર અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. પર્વત પર ભારે વરસાદના કારણે 4 લોકો ફસાયા હોવાનું જાણવા મળે છે.

Advertisement

આ પણ વાંચો---Rains : સવારથી જ રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ, આગામી 3 કલાક...

Advertisement

વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો

ભારે વરસાદના ધસમસતા પાણીનો પ્રવાહ પગથીયા પર વહી રહ્યો છે જેમાં પાણીના પ્રવાહ વચ્ચે પગથીયા પર એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલા ગુજરાતની હોવાનું જાણવા મળે છે. જ્યારે એક યુવકને બચાવી લેવાયો છે.

ફસાયેલા લોકોને બચાવાની કોશિશ

મંદિર આગળ અને પગથિયાં પર પાણીનો ધોધ વહેતો થયો છે. અન્ય 2 યુવકોની શોધખોળ કરાઇ રહી છે. ઘટનાની જાણ થતાં જાલોર જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ સ્થળ પર પહોંચી છે અને બચાવ કાર્ય શરુ કરાયું છે. હાલ સાતમ આઠમની રજા હોવાથી લોકો માતાજીના દર્શન માટે ગયા હતા.

આ પણ વાંચો----Gujarat: રાજ્યભરના તાલુકામાં નોંધાયો ભારે વરસાદ, લાંબા વિરામ બાદ મેઘરાજા થયા મહેરબાન

Tags :
Advertisement

.