Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આપઘાતનો પ્રયાસ : MLA કાંતિ અમૃતિયા અને Builder જેરામ કુંડારીયાની ભાગીદારીના આ રહ્યા પૂરાવા

અહેવાલ -- બંકિમ પટેલ, અમદાવાદ વેરાવળના ડૉક્ટર અતુલ ચગ આપઘાત કેસ (Dr Atul Chag Suicide Case) માં BJP ના સાંસદ રાજેશ ચુડાસમા (Rajesh Chudasma MP) ની સંડોવણી હોવા છતાં વેરાવળ પોલીસ સહિતના ઉચ્ચ IPS અધિકારીઓએ નેતાને બચાવવા એડીચોટીનું જોર લગાવ્યું...
આપઘાતનો પ્રયાસ   mla કાંતિ અમૃતિયા અને builder જેરામ કુંડારીયાની ભાગીદારીના આ રહ્યા પૂરાવા

અહેવાલ -- બંકિમ પટેલ, અમદાવાદ
વેરાવળના ડૉક્ટર અતુલ ચગ આપઘાત કેસ (Dr Atul Chag Suicide Case) માં BJP ના સાંસદ રાજેશ ચુડાસમા (Rajesh Chudasma MP) ની સંડોવણી હોવા છતાં વેરાવળ પોલીસ સહિતના ઉચ્ચ IPS અધિકારીઓએ નેતાને બચાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. અતુલ ચગ આપઘાતનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. કંઈક આવી જ સ્થિતિ રાજકોટ શહેર (Rajkot City) ના જાણીતા 70 વર્ષીય બિલ્ડર જેરામભાઈ કુંડારીયા (Jeram Kundariya Builder) એ કરેલા આપઘાતના પ્રયાસની ઘટના બાદ સર્જાઈ છે. રાજકોટની ગાંધીગ્રામ-2 પોલીસે નોંધેલી એક પાનાની FIR બાદ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી ત્રણ પાનાની સ્યૂસાઈડ નોટ (Viral Suicide Note) અચાનક ગાયબ થઈ ગઈ છે. રાજકોટ પોલીસે (Rajkot Police) જ સ્યૂસાઈડ નોટ ગાયબ કરી દીધી હોવાની ચર્ચા ચગડોળે ચઢી છે. કારણ કે, આ સમગ્ર મામલામાં મોરબીના કમળછાપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (MLA Kanitllal Amrutiya) આક્ષેપિતોની યાદીમાં પ્રથમ સ્થાને છે.

Advertisement

કોણ છે કાંતિ અમૃતિયા?
કાંતિલાલ શિવલાલ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962ના રોજ મોરબી જિલ્લાના જેતપરમાં પટેલ સમુદાયના પરિવારમાં થયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) થી નેતાગીરી શરૂ કરનારા કાંતિલાલે નવનિર્માણ ચળવળમાં પણ ભૂમિકા ભજવી હતી. BJP સાથે જોડાયેલા કાંતિ અમૃતિયાએ મોરબી નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે શરૂઆત કરી હતી. 1995માં પ્રથમ વખત MLA તરીકે ચૂંટાયા હતા. 5-5 વખત ધારાસભ્ય બની ચૂકેલા કાંતિલાલ અમૃતિયાએ 30 ઓગસ્ટ 2015ના રોજ મોરબી સિરામિક ફેડરેશન (Morbi Ceramic Federation) ના મુખ્યમથકને પાટીદાર ટોળા દ્વારા આગ લગાવ્યાના 5 દિવસ બાદ નેતા તરીકે રાજીનામું આપ્યું હતું. વિધાનસભા-2022 ચૂંટણીમાં કાંતિ અમૃતિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો હતો. મોરબી વિધાનસભા બેઠક પરથી કાંતિ અમૃતિયા છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

આ પણ વાંચો : RAJKOT POLICE નો ખેલ, સ્યૂસાઈડ નોટ ગાયબ કરી દીધી?

Advertisement

ઉમા ટાઉનશીપની આમંત્રણ પત્રિકા
કાંતિલાલ અમૃતિયા એવો દાવો કરી રહ્યા છે કે, આક્ષેપોમાં મારે કોઈ જ લેવાદેવા નથી, જે કાંઈ હશે એ સત્ય તપાસમાં જ બહાર આવશે. આપઘાતનો પ્રયાસ કરનારા રાજકોટના બિલ્ડર જેરામ કુંડારીયાની વાઈરલ થયેલી સ્યૂસાઈડ નોટના સમાચાર ગુજરાત ફર્સ્ટે (Gujarat First) સૌ પ્રથમ પ્રસિદ્ધ કર્યા હતા. સ્યૂસાઈડ નોટમાં કાંતિ અમૃતિયા પર લગાવાયેલા આરોપોને સમર્થન આપતા કેટલાંક ફોટોગ્રાફ અને મોરબી ઉમા ટાઉનશીપ (Morbi Uma Township) ની જે-તે સમયની આમંત્રણ પત્રિકા હાથ લાગી છે.

Advertisement

બિલ્ડર જેરામભાઈ અને કાંતિલાલ અમૃતિયા
સ્યૂસાઈડ નોટમાં કાંતિલાલ અમૃતિયા પર જે આરોપ લગાવાયા છે તેમાં જેરામભાઈ કુંડારીયાએ 12 વર્ષ પહેલાં મોરબી ખાતે ઉમા ટાઉનશીપ સ્કીમમાં ભાગીદારી કરી હતી તેવો ઉલ્લેખ સ્યૂસાઈડ નોટમાં કરાયો છે. ઉમા ટાઉનશીપના ખાતમૂહર્ત પ્રસંગે જેરામભાઈ કુંડારીયા, કાંતિલાલ અમૃતિયા અને અજંતા ઈન્ડિયા લિમિટેડ (Ajanta India Ltd) ના અશોક પટેલ (Ashok Patel) તસ્વીરમાં દ્રશ્યમાન થઈ રહ્યાં છે. અશોક પટેલ ઓરેવા ગ્રુપ (Oreva Group) ના જયસુખ પટેલ (Jaysukh Patel) ના સગાભાઈ થાય છે.


કાંતિ અમૃતિયા સામે શું છે આરોપ?
ઊમા ટાઉનશીપ મોરબી ખાતે 12 વર્ષ પહેલાં ભાગીદારીમાં જોડાયા હતા. જો કે, અમારો હિસ્સો સમયસર થયો નથી અને ચીરીપાલ ગ્રુપ (Chiripal Group) તરફથી દસ્તાવેજ નથી કરી દેતા એવા બહાના બનાવી રહ્યાં છે તેમજ જેટલો હિસ્સો આપ્યો છે તેના દસ્તાવેજના ચેકના રૂપિયા પાછા મળતા ન હતા. વર્ષો પછી પૈસાના બદલે ન વેચાયેલા ફલેટ આપવામાં આવે છે. વ્યાજે રૂપિયા લઈને રોકાણ કરેલું જેથી મોટું આર્થિક નુકસાન થયું છે. હજુ પણ 6500 ફૂટ જમીન મારા ભાગની લેવાની નીકળે છે જે મળતી નથી. 12 વર્ષ પહેલાં 9 બંગલા ભાગીદારીમાં બનાવેલા જેમાં મારો ભાગ 16 ટકા છે. જેની જમીનનો દસ્તાવેજ કરી દેતા નથી. જેથી બંગલા વણ વેચાયેલા પડ્યા છે અને તેમાં પણ અપાર નુકસાની ભોગવવી પડી છે.

આ પણ વાંચો : MORBI BRIDGE TRAGEDY 25-25 લાખ નરેન્દ્રભાઈએ ગૌતમભાઈને કહીને સંસ્થા દ્વારા દેવરાવ્યા : MLA અમૃતિયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.