Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી પુલ દુર્ઘટનાના જવાબદાર ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર

મોરબી પૂલ દુર્ઘટના કેસમાં મોટા સમાચારઓરેવાના જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડરજયસુખ સામે જાહેર થઇ હતી લૂકઆઉટ નોટિસ135 લોકોનો ભોગલેનાર જયસુખ પટેલ થયો હાજર30 ઓક્ટોબરના રોજ પૂલ દૂર્ઘટના થઇ હતીપોલીસ ચોપડે ભાગેડૂ જયસુખનું સરેન્ડરજયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટમાં થઇ છે ચાર્જશીટમોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેનારા ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલે આજે કોર્ટ સમક્ષ સરેન્ડર કરી દીધુ છે.
મોરબી પુલ દુર્ઘટનાના જવાબદાર ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર
  • મોરબી પૂલ દુર્ઘટના કેસમાં મોટા સમાચાર
  • ઓરેવાના જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર
  • જયસુખ સામે જાહેર થઇ હતી લૂકઆઉટ નોટિસ
  • 135 લોકોનો ભોગલેનાર જયસુખ પટેલ થયો હાજર
  • 30 ઓક્ટોબરના રોજ પૂલ દૂર્ઘટના થઇ હતી
  • પોલીસ ચોપડે ભાગેડૂ જયસુખનું સરેન્ડર
  • જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટમાં થઇ છે ચાર્જશીટ
મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેનારા ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલે આજે કોર્ટ સમક્ષ સરેન્ડર કરી દીધુ છે. આ પહેલા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસની ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલના પાપનો પર્દાફાશ થયો હતો. 

કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી
મોરબી બ્રિજ અકસ્માત કેસમાં આરોપી બનેલા ઓરેવા ગ્રુપના ચેરમેન જસુખ પટેલે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું છે. વળી, આ કેસમાં 1,262 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ સામેલ હતું. પોલીસે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં 10 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 9 લોકોની પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ઓરેવા ગ્રુપનો ડાયરેક્ટર ફરાર હતો. મેનેજર દીપક પારેખ, દિનેશ દવે, ત્રણ સિક્યોરિટી ગાર્ડ, બે ટિકિટ ક્લાર્ક અને ઘણા ખાનગી કોન્ટ્રાક્ટ કામદારોની પોલીસે ધરપકડ કરી છે અને તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે. જણાવી દઇએ કે, કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી. જે બાદથી જ શક્યતા સેવાઇ રહી હતી કે, ગમે તે સમયે જયસુખ પટેલ સરેન્ડર કરી શકે છે.
ઓરેવા ગ્રુપના ડાયરેક્ટર પર શું છે આરોપ?
ઓરેવા ગ્રુપ પર મોટો આરોપ એ છે કે તેમણે યોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ વિના સસ્પેન્શન બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. આ કેસમાં પાલિકાએ જણાવ્યું હતું કે અમે કંપનીને કોઈ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું નથી, અને તેણે અમને એ પણ જાણ કરી નથી કે તે સસ્પેન્શન બ્રિજને લોકો માટે ખોલી રહી છે. દુર્ઘટનાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમે પેઢી તરફથી ઘણી ક્ષતિઓ દર્શાવી છે.
FSL રિપોર્ટમાં થયો હતો ખુલાસો
મોરબી દુર્ઘટનાની તપાસમાં FSLની ટીમ પણ જોડાઈ હતી. FSL રિપોર્ટમાં પુલ દુર્ઘટનાને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. FSL રિપોર્ટમાં જ્યાંથી કેબલ તૂટ્યો ત્યાં કાટ લાગેલો હતો અને તેનાથી પુલ નબળો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ મેઈન્ટેનન્સ રિપેરિંગમાં માત્રને માત્ર પ્લેટફોર્મ જ બદલવામાં આવ્યા હતા.
શું કહ્યું હતું મોતને નજરે જોનારાઓએ ?
ગુજરાત ફર્સ્ટે આ ઘટનામાં બચી ગયેલા કેટલાક લોકો સાથે વાતચીત કરી હતી. દુર્ઘટનાના પીડિત સિદીકભાઈ સાથે ગુજરાત ફર્સ્ટે વાત કરી જેમાં તેમણે જણાવ્યું કે સાંજે 6 વાગે આવી ટીકીટ લઈ અડધે સુધી પહોંચ્યા ત્યાં પુલ તુટ્યો. તરતા નહોતું આવડતું તો પણ જેમ-તેમ કરી તુટેલા પુલને પકડી અડધો કલાક લટકી રહ્યો. અમે ગયા ત્યારે પુલ ડગમગી રહ્યો હતો. પુલ પર આશરે 300 થી 500 લોકો હતા. નાના બાળકો તણાઈ તણાઈને જતાં હતા. મહિલાઓ અને બાળકો વધારે હતા. બધા ચીસા-ચીસ કરી રહ્યા હતા. અન્ય એક પીડિતે જણાવ્યું કે સ્થિતિ ભયજનક હતી. એક સાઈડનું ડિવાઈડર તુટી જ ગયું. જે બચી ગયા એ બચી ગયા. અમે જાળી પકડી એટલે બચી ગયા. હું મારો ભાઈ અને મિત્ર હતા તરત જ બચાવ કામગીરી શરૂ થઈ ગઈ હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.